Last Update : 06-November-2012, Tuesday

 

ટેલિકોમ નિયંત્રક સંસ્થા ટ્રાઈનો નવો આદેશ
એક સિમ કાર્ડ દીઠ દિવસના ૧૦૦ SMS જ ઓછા દરે મોકલી શકાશે

૧૦૦થી વધુ દરેક SMS ના ઓછામાં ઓછા ૫૦ પૈસા લેવાશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૫
કટાણે ટપકી પડતાં 'વણનોતર્યા પરોણા' જેવા એસએમએસના દૂષણને ડામવા માટે ટેલિકોમ નિયંત્રક ટ્રાઈએ નવા પગલાં જાહેર કર્યા છે. જે અંતર્ગત હવેથી દરરોજ રાહતદરે માત્ર આવા ૧૦૦ એસએમએસ જ થઈ શકશે અને ત્યાર પછીના દરેક મેસેજ દીઠ ઓછામાં ઓછો ૫૦ પૈસાનો ચાર્જ વસૂલવામાં આવશે.
કંપનીઓ દ્વારા તેમની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે રોજ આવા એસએમએસ થોકબંધ રીતે મોકલતી હોય છે. જેના માટે તે ટેલિકોમ કંપનીઓની એસએમએસને લગતી વિવિધ યોજનાઓનો ઉપયોગ કરતી હોવાનું પણ સપાટી પર આવ્યું છે.
ટેલિકોમ પ્રધાન કપિલ સિબલે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તેઓ પોતે પણ આવા અણગમતા એસએમએસનો ભોગ બન્યા છે. તેમણે વ્યથા ઠાલવતા કહેલું કે દર બે મિનિટે તેમને આવા એસએમએસ આવે છે અને ટ્રાઈ આ દૂષણને ડામવા પગલા લઈ રહી છે. સામાન્ય ગ્રાહકોના ફાયદા માટે ટેલિકોમ કંપનીઓ દ્વારા જાહેર થતી વિવિધ એસએમએસ યોજનાઓનો આવી નોંધણી વગરની ટેલિમાર્કેટીંગ કંપનીઓ દ્વારા દુરૃપયોગ થતો અટકાવવા ૧૦૦થી વધુ એસએમએસ પર ચાર્જ લાગુ કરાયો છે.
ટ્રાઈના અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રાહકો ૧૦૦ કરતાં પણ વધારે એસએમએસ મોકલવા મુક્ત છે પણ ૧૦૦થી ઉપરના દરેક મેસેજ દીઠ ૫૦ પૈસા ચૂકવવા પડશે. નવા નિયમો ૧૫ દિવસમાં અમલી બનાવવા પણ ટ્રાઈએ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પગલું માત્ર પ્રાથમિક છે અને નજીકના ભવિષ્યમાં નિયંત્રણરૃપ વધુ પગલાં જાહેર થવાની શક્યતા પણ ટ્રાઈએ વ્યક્ત કરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved