Last Update : 05-November-2012, Monday

 

બધુ ત્રણ પ્રકારનું... !

- મન્નુ શેખચલ્લી


આજકાલના પોલિટીક્સ માટે લોકો કહેતા થઈ ગયા છે કે ''યાર બધા ચોર છે... ઈસ હમામ મેં સબકી 'ખાલી જગ્યા' હૈ...''
છતાં અમારા હિસાબે એમાં થોડાં થોડાં વેરિએશન્સ છે! અમે મૂળ રીતે ત્રણ પ્રકાર પાડયા છે.
* * *
નેતાઓ ત્રણ પ્રકારના હોય છે...
(૧) જેમણે મિનિમમ ૬૪ કરોડની લિમીટ પાર કરી લીધી છે.
(૨) જેમણે ૪૦૦-૫૦૦ કરોડનું કરી નાંખ્યું છે.
(૩) જેઓ ૧ લાખ ૬૮ હજાર કરોડ અને એવી એવી મોટી રકમોમાં રમી રહ્યા છે.
* * *
નેતાઓનાં કૌભાંડો ત્રણ પ્રકારના ઔહોય છે...
(૧) જેમાં ડ્રાયવર, પટાવાળા, ઘરઘાટી, કારકૂન જેવા મામૂલી લોકોનાં નામો સંડોવાયેલાં છે.
(૨) જેમાં ભાણીયા, ભત્રીજા, પત્ની, ઉપ-પત્ની, પતિ, સહ-પતિ, પુત્રી-પુત્રી તથા વેવાઈઓનાં નામો સંડોવાયેલાં છે.
(૩) અને જેમાં માત્ર સુપર જમાઈ કે સુપર બનેવીનાં નામો ભૂલથી ખુલી ગયેલાં છે...
* * *
આજકાલ રાજકીય પક્ષો પણ ત્રણ પ્રકારના છે...
(૧) એકબીજાનાં બબ્બે કામ પતાવી આપતા હોય એવા મોટા મોટા મિલીભગત પક્ષો.
(૨) ટેકો આપ્યા પછી સતત દાદાગીરી, ધમકી અને બ્લેકમેઈલ કરીને પોતાનું ધાર્યું કરાવનારા મિડલ સાઈઝના મિલીભગત પક્ષો.
(૩) અરવિંદ કેજરીવાલ જેવા માણસની એન્ટ્રી થતાં જ બધા ભેગા મળીને એના પર તૂટી પડનારા નાની-મોટી સાઈઝના તમામ મિલીભગત પક્ષો.
* * *
એ જ રીતે ભ્રષ્ટાચારના આરોપો પણ ત્રણ પ્રકારના હોય છે...
(૧) 'કેગ' 'ઓડીટર જનરલ' કે એવી કોઈ અધિકૃત સરકારી સંસ્થા દ્વારા હિસાબોના ચોપડા તપાસ્યા પછી કરવામાં આવેલા વ્યવસ્થિત આરોપો... (જેના જવાબમાં 'આંકડાની ગણત્રી ખોટી છે' એમ કહેવાનો રીવાજ છે.)
(૨) સરકારની જ સીબીઆઈ દ્વારા ઈન્વેસ્ટીગેશન કરીને શોધી કાઢેલા ગોટાળાના આક્ષેપો... (જેમાં આરોપી વિરોધ પક્ષ હોય તો 'કિન્નાખોરીથી ભરેલું પગલું' અને પોતાના પક્ષ પર આરોપ હોય તો 'મૌન વડે જવાબ ટાળવાનો' રીવાજ છે.)
(૩) આરટીઆઈ દ્વારા પુરાવાઓ દ્વારા પોલીસ ઈન્વેસ્ટીગેશન દ્વારા કે સ્ટીંગ ઓપરેશન દ્વારા થયેલા આરોપો... (જેમાં 'કાયદો કાયદાનું કામ કરશે' એવી બિન્દાસ હૂલ આપવાનો રીવાજ છે.)
* * *
તમને થશે કે આમાં કેજરીવાલના આરોપ તો આવ્યા જ નહિ ? તો બોસ, એ નવી જાતના આરોપો છે! એટલે કેજરીવાલને 'ધમકી આપવા' સિવાયની કોઈ મોડસ ઓપરેન્ડી હજી હાથ લાગી નથી!
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved