Last Update : 05-November-2012, Monday

 

પોલિટિક્સ ઉર્ફે પોલખોલિટિક્સ

 

કરુણતા, વક્રતા અને વિચિત્રતા પણ મનોરંજનના જ પ્રકાર છે. આવું ભગવદ્ગીતામાં કે ભરતમુનિના નાટયશાસ્ત્રમાં લખ્યું નથી. પણ પાછલા દિવસોમાં અરવિંદ કેજરીવાલ અને સુબ્રમણ્યમ્ સ્વામીનાં વિધાનો અને તેમને મળેલા પ્રતિભાવ પરથી એની ખાતરી થઇ જાય. એટલાં બધાં લશ્કર ગૂંચવાઇ ગયાં છે કે કયું લશ્કર ક્યાં લડે છે અને લડે છે કે ખાલી ઊભું ઊભું, રામાનંદ સાગરની 'રામાયણ' સિરીયલના સિપાહીઓની જેમ રાસ રમે છે, એ જ સમજાય નહીં. એ જોઇને હસવું કે રડવું એની ખબર ન પડે તો બહુ ચિંતા ન કરવી. પરિસ્થિતિ જ એવી છે.
અરવિંદ કેજરીવાલ કહે છે કે સલમાન ખુર્શીદનું ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કરે છે. ખુર્શીદ પહેલાં તો સફાઇ આપે છે અને પછી 'ફરુખાબાદ આવ. તને બતાવી દઉં.' એવા શબ્દોમાં નહીં, પણ લગભગ એવા જ ભાવ સાથે કેજરીવાલને ધમકી આપે છે. ખુર્શીદ સામેનો મોરચો પૂરેપૂરો ઠરે કે વિકસે તે પહેલાં કેજરીવાલ, સંભવતઃ પોતાનું રાજકીય તાટસ્થ્ય સિદ્ધ કરવા અને ભાજપ-સંઘ પરિવાર સાથે સાંઠગાંઠની અન્નાકાલીન છાપ દૂર કરવા, નીતિન ગડકરીનાં કારનામાં જાહેર કરે છે. તેમની કંપનીમાં ડ્રાઇવર અને પટાવાળાને ડાયરેક્ટર બનાવવા પાછળનો ગડકરીનો આશય શો હશે, એ જાણવા માટે સી.એ. થવાની જરૃર નથી. એસ.એસ.સી.માં બે-ચાર ટ્રાયલ મારી ચૂકેલો જણ પણ કલ્પી શકે એમ છે. પણ ખુર્શીદની જેમ ગડકરી એમ ગાંજ્યા જાય એવા નથી. પોતાના પક્ષના અને અસલમાં પોતાના તથા પક્ષના મજબૂત ખૂંટા જેવા સંઘ પરિવારના જોરે, માઇક જોઇને ગડકરી ગર્જે છે, 'પથ્થરનો જવાબ ઇંટથી આપવામાં આવશે.' એ જવાબ પોતે જ આપશે કે તેમની કંપનીના કોઇ 'ડાયરેક્ટર' એની ચોખવટ ગડકરી કરતા નથી.
અરવિંદ કેજરીવાલ ફરુખાબાદ પહોંચી જાય છે, ત્યાં જઇને જાહેર સભા કરે છે, મતદારોને અપીલ કરે છે કે તમારા સાંસદ ખુર્શીદને આવતી ચૂંટણીમાં ઘેર બેસાડો અને 'આ લ્યો હું આવ્યો ને હેમખેમ પાછો પણ જાઉં છું' એવું ખુર્શીદને તેમની જ ભૂમિ પર સંભળાવે છે. કોંગ્રેસના કાર્યકરો અને કેજરીવાલના કાર્યકરો વચ્ચે થોડી ઝપાઝપી થાય છે, પણ એકંદરે પ્રસંગ સચવાઇ જાય છે. બે પક્ષનાં એક-એક નિશાન તાક્યા પછી કેજરીવાલ મુકેશ અંબાણીની રિલાયન્સનો વારો કાઢે છે. રિલાયન્સ પર મુકાયેલા આરોપોમાં, મંત્રીઓની મનમરજી મુજબની બદલી ઉપરાંતનો આરોપ છેઃ મોંઘવારી વધવા પાછળ પણ રિલાયન્સ જવાબદાર છે. દુર્ભાગ્યે કોર્પોરેટ કંપનીઓની રાજકીય પક્ષો સાથેની સાંઠગાંઠ અને 'ક્રોની કેપિટાલિઝમ' (મળતિયાઓનો મૂડીવાદ) એવી વાસ્તવિકતાઓ છે કે કેજરીવાલનો આરોપ તથ્યોની દૃષ્ટિએ ખરો ન ઉતરે તો પણ, થોડી ચર્ચા તો જગાડે જ અને ગુસપુસ અવાજમાં થતી ચર્ચાને માઇક પર મુકી આપે.
રિલાયન્સે કેજરીવાલના આરોપોના મુદ્દાસર જવાબ આપવાને બદલે, એમાં મૂળભૂત સમજણનો અભાવ હોવાથી એ જવાબને પણ લાયક નથી, એમ કહી દીધું છે. મંત્રીવર્ય વીરપ્પા મોઇલીએ પણ જાહેર કર્યું છે કે તે કેજરીવાલના આરોપ અંગે પ્રતિભાવ આપવા માગતા નથી. કારણ કે તેમની પાસે કરવાનાં વધારે સારાં કામ પડયાં છે. આડેધડ આરોપબાજીના જૂના જોગી અને 'વન મેન પાર્ટી' તરીકે ઓળખાતા સુબ્રમણ્યમ્ સ્વામી વળી તેમનાં પ્રિય નિશાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે પત્રકાર પરિષદ બોલાવીને આરોપ મૂકે છે કે કોઇ રાજકીય પક્ષ ધંધાકીય હેતુ માટે લોન આપી શકે નહીં, એ નિયમનો તેમણે ભંગ કર્યો છે. સાથોસાથ, જે કંપનીએ એક સમયના 'નેશનલ હેરાલ્ડ' અખબારની રૃ.૧,૬૦૦ કરોડની જગ્યા રૃ.૫૦ લાખમાં ખરીદી લીધી, એ કંપની 'યંગ ઇન્ડિયન'માં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો ૭૬ ટકા ભાગ છે.
આટલેથી સ્વામીને સંતોષ ન થતાં એમણે કહ્યું કે 'હું કેજરીવાલ જેવો નથી કે પથરો મારીને નાસી જઉં. હું તો કોર્ટમાં જનારો છું.' જોકે, આ કિસ્સામાં તેમની ઇચ્છા રાહુલ ગાંધી જ પૂરી કરશે એમ લાગે છે. કારણ કે અત્યાર સુધી થયેલા બીજા આરોપોમાં આરોપીઓએ જે ન કર્યું, તે રાહુલ ગાંધીએ સ્વામીના કિસ્સામાં કર્યું છે ઃ તેમને કાનૂની નોટિસ આપી છે અને તેમની સામે 'ઉપલબ્ધ તમામ કાનૂની વિકલ્પો' અપનાવવાની વાત કરી છે. આરોપી કંપનીની મેનેજિંગ કમિટીના સભ્ય સામ પિત્રોડાએ પણ સ્વામીના આરોપને જૂઠા, પાયા વગરના અને બદનક્ષી કરનારા ગણાવીને, તેમની સામે યથાયોગ્ય કાર્યવાહીની ચીમકી આપી છે.
નેતાઓ ધાકમાં રહે અને તેમની સામેના આરોપોમાં તથ્ય હોય તો તેમની જાહેરમાં ભંડાફોડ થાય, એ બધું બરાબર છે. પણ છેલ્લા થોડા દિવસના અનુભવ પરથી, એ કાર્યક્રમ ઘણુંખરું મનોરંજન પૂરતો અને પ્રસાર માધ્યમોના લાભાર્થે હોય એવી જ રીતે ઝળકીને પછી આટોપાઇ જાય છે. એક સમયે 'વ્હીસલ બ્લોઅર' શબ્દ જે ગંભીરતાથી અને મોટા સત્તાધીશોની સામે થવાના ભાવ માટે વપરાતો હતો. પરંતુ પોલખોલ પૂરતી મર્યાદિત રહેતી વર્તમાન પરિસ્થિતિ નહીં બદલાય તો 'બધા સરખા જ ભ્રષ્ટ છે' એવી લાગણી દૃઢ થશે, પણ 'વ્હીસલ બ્લોઅર'ની વિશ્વસનીયતાને નુકસાન થઇ શકે છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved