Last Update : 05-November-2012, Monday

 

હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો

 

 

 

મુકેશ અંબાણીના ૨૭ માળના રહેઠાણ 'એન્ટિલા' આસપાસનું રહસ્ય તો હજી અકબંધ જ છે, પણ થોડા સમય પહેલાં એક મેગેઝિનમાં નિતા અંબાણીના ઇન્ટરવ્યુમાં ઘરની તસવીરો પ્રિન્ટ થઈ હતી. જોકે નિતા અંબાણીએ સ્વીકાર્યું હતું કે 'ભારતીય હૃદય ધરાવતું આ મોડર્ન ઘર છે'. જોકે આ ઘરમાં સૌથી આકર્ષક લાગતી બાબત ગોલ્ડ-લિફિંગ એટલે કે સોનાથી મઢેલું મંદિર છે. સોનું ઉપરાંત ચાંદી પણ મઢવા માટે ઉપયોગ કરવામાં આવ્યું છે. મંદીર ઉપરાંત ઘરના અમુક રૃમમાં પણ ગોલ્ડ-લિફિંગનો ઉપયોગ થયો છે. મુકેશ અંબાણીએ બે અબજ ડોલર્સમાં બનાવેલું આ ઘર ભલે સર્વોત્તમ ઉદાહરણ હોય, પણ સોના કે ચાંદીથી ઘરના ફર્નિચર કે હોમ ડેકોરને મઢવાની તકનીક હજી નવી નથી. મોટા સ્ટાર કલાકારો, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓ હોમ ડેકોર માટે જુદા-જુદા પ્રયોગો કરતા રહ્યા છે. આ કારણે જ હોમ-ડેકોરનો પ્રોફેશનલ બિઝનેસ કરનારા તમામ લોકો માને છે કે ભારતીયો હજી રાજાશાહી ઠાઠમાઠમાં જીવવામાં માને છે.
ગોલ્ડ-લિફિંગ ઉપરાંત ઝુમ્મરના ભવ્ય ગણાતા પ્રકાર 'ચેન્ડિલિયર' પણ ઘણા પ્રચલિત થયા છે.
છત પરથી લટકાવવામાં આવતા આ પ્રકારના ઝુમ્મરમાં અલગ-અલગ ક્વોર્ટ્ઝ કે ક્રિસ્ટલના ઉપયોગથી આકર્ષક ડિઝાઇન આપતા ચેન્ડિલિયર અમુક લાખથી કરોડો રૃપિયા સુધીની કિંમતમાં બનતા હોય છે. ૨૦૧૧માં ઇન્ડિયા લક્ઝરી રિવ્યુમાં આપવામાં આવેલા એક અહેવાલ મુજબ ઇન્ડિયામાં લક્ઝરી માર્કેટ ૫.૭૫ અબજ ડોલર (લગભગ ૩૦૦ અબજ રૃપિયા)નો છે. એમાંથી ચાર ટકા હોમ ડેકોરમાં વાપરવામાં આવે છે. ૨૦૧૫ સુધીમાં આ માર્કેટ ૧૪.૭૨ બિલ્યન ડોલર્સ (લગભગ ૭૪૦ અબજ રૃપિયા)નું થશે. જોકે હવે ભવ્ય આવાસી યોજનાઓને ધ્યાનમાં રાખી ટકાવારીમાં સમયાંતરે વધારો થતો જોવા મળે એની શક્યતા છે. હોમ ડેકોર માટેના વિકલ્પો પણ ઘણા છે. ડીએલએફે દિલ્હીમાં એક સ્ટોર શરૃ કર્યો છે અને એમાં નવા ફર્નિચર કલેક્શનને બતાવવામાં આવ્યો છે અને એને 'પેન્ટહાઉસ કલેક્શન' નામ આપવામાં આવ્યું છે.
જુદા-જુદા લાકડા અને ડિઝાઇનના ઉપયોગથી ખૂબ જ મોટી રેન્જમાં ફર્નિચર આ સ્ટોરમાં ઉપ્લબ્ધ છે. આ રીતે જ અન્ય શો-રૃમ 'પેલેસ કલેક્શન' અને 'શાહી કલેક્શન' પણ જાહેર કરે છે.
આ કારણે જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણું મોટું નામ કરનારા પણ ભારતમાં પોતાની બ્રાન્ચ શરૃ કરી રહ્યા છે. ફર્નિચરમાં આ બ્રાન્ડ અલગ-અલગ પ્રકારની રેન્જ પણ આપી રહી છે. ૧૦-૧૫ લાખ રૃપિયાથી માંડી કરોડો રૃપિયા સુધીની કિંમતના ફર્નિચર અહીંયાથી મળી આવે છે. આના પરથી એક જ બાબત નક્કી થાય કે ભારતીય અને આંતરરાષ્ટ્રીય હોમ ડેકોર કંપનીઓ વચ્ચેની હરીફાઈ હજી શરૃ જ થઈ છે.
જો કે, મુકેશ અંબાણી જેવા કિસ્મત દરેક વ્યક્તિના હોય એ પણ અશક્ય છે. પરંતુ હા કેટલાંક બિઝનેશ એવાં છે કે પોતાના મકાનને રજવાડી ઠાઠ માઠમાં રાખતા હોય છે. પછી એ ડ્રોઇંગ રૃમ હોય કે પોતાનો બેડરૃમ હોય તેઓ પોતાના રાજવી ઠાઠ અન્યને બતાવવા માટે પણ સજાવતા હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved