Last Update : 05-November-2012, Monday

 

રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક

- ફળ અને શાકભાજી અલગ અલગ ખાનામાં મૂકો. ફળોમાંથી નીકળતો ગેસ તમારા શાકભાજીને પીળાં પાડી દે છે.

એમ કહેવાય છે કે ગૃહિણીનું અડધું રસોડું રેફ્રિજરેટરમાં સમાઈ જાય છે. આ વાતમાં વજૂદ પણ છે. મોટા ભાગની ગૃહિણીઓ ફ્રિજમાં કંઇકટેલીય ખાદ્ય સામગ્રી ભરી રાખે છે. ખાસ કરીને નોકરી કરતી સ્ત્રીઓને આખા અઠવાડિયાના શાકભાજી, ફળો અને ઘણીવાર બન્ને ટંકનું ભોજન સુધ્ધાં ફ્રિજમાં મૂકી રાખવું પડે છે. આમ છતાં સ્વચ્છતાની બાબતમાં ફ્રિજનો નંબર છેલ્લો આવે છે. કેટલી ગૃહિણીઓ દર અઠવાડિયે કે પંદર દિવસે આખું ફ્રિજ ખાલી કરીને સાફ કરતી હશે? વાસ્તવમાં આ બહુ જરૃરી છે. ફ્રિજના અને ઘરના સભ્યોના, બન્નેના સ્વાસ્થ્ય માટે.
પણ જો તમને વારંવાર આખું ફ્રિજ ખાલી કરીને સાફ કરવાનો સમય ન મળતો હોય તો અન્ય નાની નાની બાબતોની કાળજી રાખીને રેફ્રિજરેટરને સ્વચ્છ અને વાસ વિનાનું રાખી શકો છો. સૌથી પહેલાં તો ફ્રિજમાં વધારે પડતી ખાદ્ય સામગ્રી ન ભરો. આમ કરવાથી રેફ્રિજરેટરની આ બધી વસ્તુઓ જાળવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આ ઉપરાંત તેમાંથી ખાદ્યા પદાર્થોની વાસ પણ આવવા લાગે છે. ફ્રિજમાં મૂકવા માટે ગોળ નહીં બલ્કે ચોરસ કન્ટેનરનો ઉપયોગ કરો. તે જગ્યા ઓછી રોકે છે અને તેને વ્યવસ્થિત રીતે ગોઠવી પણ શકાય છે.
શાકભાજી મૂકવા નેટવાળી બેગનો ઉપયોગ કરો જેથી તેમાં હવાની આવનજાવન થઈ શકે. અને શાકભાજી તાજાં રહે. જ્યારે પાલક કે મેથી જેવા પાંદડાવાળા શાકભાજી ન્યુઝ પેપરમાં વીટાળીને રાખો.
ફળ અને શાકભાજી અલગ અલગ ખાનામાં મૂકો. આનું કારણ એ છે કે ફળોમાંથી નીકળતો ચોક્કસ પ્રકારનો ગેસ તમારા શાકભાજીને પીળાં પાડી દે છે.
ફ્રિજમાં મૂકેલાં શાકભાજી નિયમિત રીતે તપાસતાં રહો. બગડી ગયેલાં ફળ-શાક ફેંકી દો. તેની ઉપર છારી બાઝી ગઈ હોય તોય તે ફેંકી દો. નહીં તો આખા ફ્રિજમાં વાસ ફેલાઈ જશે. તેવી જ રીતે જામ, બ્રેડ સ્પ્રેડ, ચીઝ જેવી વસ્તુઓની એક્સપાયરી ડેટ તપાસતાં રહો.
ફ્રિજ ખાલી કરો ત્યારે તેમાં એકાદ-બે કલાક માટે બેકિંગ સોડાના બોક્સને ખુલ્લું મૂકી દો. આ
સિવાય લીંબુને કાપીને પણ મૂકી શકાય. આમ કરવાથી ફ્રિજમાંથી આવતી વાસ દૂર થઈ જશે.
ફ્રિઝરમાં મૂકવાના ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખો.
તમારા રેફ્રિજરેટરનું ઉષ્ણતામાન પાંચ ડિગ્રી સેલ્શિયસ જેટલું હોવું જોઈએ. જ્યારે ફ્રિજરરનું ૧૮ ડિગ્રી સેલ્શિયસ જેટલું. આ તાપમાન તમે થર્મોમિટરથી પણ માપી શકો છો.
જો તમારું રેફ્રિજરેટર ફ્રોસ્ટ-ફ્રી ન હોય તો તેને નિયમિત રીતે ડિફ્રોસ્ટ કરતાં રહો. નહીં તો તેમાં જામેલું વધારે પડતું બરફ ફ્રિજને નુકસાન પહોંચાડશે.
આખું ફ્રિજ ખાલી કરીને સાફ કરવાનો કંટાળો આવતો હોય તો એકાંતરે કે બે દિવસે એક એક ખાનું સાફ કરતાં રહો. માત્ર ગરમ પાણીમાં બોળેલા કપડાંથી સફાઈ કરવાથી પણ ફ્રિજ સ્વચ્છ રહેશે.
જો કે, કેટલાંક લોકો પોતાના ફ્રિઝનો એટલો બધો ઉપયો કરતા હોય છે પછી તેની કાળજી પણ લેવાનો સમય મળતો નથી. જેના કારણે ક્યારેક જીવાત પણ પડે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved