Last Update : 05-November-2012, Monday

 

દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો

- થાણે-લોનાવલામાં કાર્ડ પાર્ટીઓ ઃ દુબઈ, મકાઉ અને સિંગાપોરના કેસિનો અને ગોવાના તરતા કેસિનોનો ક્રેઝ

 

 

સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં જુગાર રમાતો હોય છે. પણ હવે તો માલેતુજારો દિવાળીમાં પણ જોશભેર જુગટું રમવામાં પડી જાય છે. ઘર આંગણે તો ઠીક ઘણાં દુબઈ જઈને ગેંબલિંગ હોલીડેની મજા લૂંટવાના છે.
અમદાવાદની એક ગૃહિણી આ વખતે દિવાળીની રજાઓ દુબઈના કેસીનોમાં ગાળવાનું નક્કી કર્યું છે. એટલે શોપિંગ કરવાનો બહુ ટાઇમ નહીં મળે.
દુબઈ, સિંગાપોર અને મકાઉ જેવાં ભારતની નજીક આવેલા દેશોમાં જલ્સા કરવા અને જુગાર રમવા જવાવાળાનો ધસારો વધવા માંડયો છે. ટ્રાવેલ એજન્ટોના કહેવા પ્રમાણે આ વખતે દિવાળી વીકએન્ડમાં નહીં પણ સપ્તાહની મધ્યમાં આવતી હોવાથી ટુરિસ્ટોને હોટેલના બુકિંગમાં કોઈ સમસ્યા નહીં નડે. મકાઉના કેસીનોમાં વિકએન્ડમાં સ્થાનિક લોકોનો જ એટલો પ્રચંડ ધસારો હોય છે કે બહારથી આવતી સહેલાણીઓને હોટેલોમાં બુકિંગ નથી મળતું.
ગુજરાત રાજ્યની બહાર જુગારની જગ્યાની જો વાત કરીએ તો ગોવા તરફ પણ લોકો જઈ રહ્યાં છે. ગોવાની માંડોવી નદીમાં સૌથી મોટા તરતા જુગારખાના 'કેસીનો રોયલ' પણ આકર્ષણ જમાવ્યું છે. એક શેરદલાલે કહ્યું હતું કે દિવાળીમાં સગા-સંબંધીઓને હળીમળીને પછી ગોવા ઉપડી જશું. '
ગોવામાં સહેલાણીઓને કેસીનો સહિત બધી જ સગવડો આવતી કંપની ટૂંક સમયમાં દમણમાં પમ બ્રાન્ચ શરૃ કરવાની તૈયારીમાં છે. કારણ દમણમાં ગુજરાતથી પીવાના શોખીનોનો ધસારો રહે છે એટલું જ નહીં મુંબઈથી પણ ત્રણેક કલાકમાં દમણ પહોંચી શકાય છે.
જુગાર પાર્ટીઓ માટે થાણે અને લોનાવલાની કેટલીક ખાસ જગ્યાએ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીમાં કાર્ડ પાર્ટીનો ક્રેઝ વધતો જ જાય છે એમ એક ટ્રાવેલ મેનેજરે જણાવ્યું હતું.
જ્યારે કિરણ પટેલ કહે છે કે દિવાળીનો માહોલ એટલે ખરીદીનો માહોલ તો ખરો જ. પણ સાથે સાથે કેટલાંક મારા ફ્રેન્ડ આ વેકેશનમાં દુબઇ કે સિંગાપોર જવાનું પસંદ કરે છે. એની પાછળ કોઇ ખાસ કારણ નથી પણ ફક્ત તેઓ જુગાર રમવા માટે જાય છે. ત્યાં પોતાના ફેમીલી સાથે અને ફ્રેન્ડ સર્કલ સાથે દિવાળીનું વેકેશન તો માણે જ છે પણ સાથે સાથે જુગારની લુપ્ત પણ ઉઠાવે છે. તમામ લોકો કેસીનોમાં જઇને હજારો લાખો રૃપિયા વેડફી નાખે છે કાંતો પછી લાખો રૃપિયા જીતે પણ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved