Last Update : 05-November-2012, Monday

 

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી

- ઇમ્પોર્ટ થયેલાં કે ત્યાંની બ્લાઇન્ડ કોપી કરીને આપણે ત્યાં બનાવેલા ડ્રેસીસ એવરેજ ઇન્ડિયન વિમેનના શારીરિક બંધારણને કારણે કમ્ફર્ટેબલ લાગતા નથી.

મોટા ભાગની ભારતીય સ્ત્રીઓ સાડી અને સલવાર-કમીઝ પહેરવાનું પસંદ કરે છે.
એમને સ્કર્ટ-બ્લાઉઝ કે ટ્રાઉઝર્સ પહેરવાનું કહો તો કેવો રિસ્પોન્સ મળશે?
આપણને શોભે નહીં... આપણા ઇન્ડિયન ફિગર પર વેસ્ટર્ન કપડાં સૂટેબલ નથી લાગતા... આવું પહેરવા માટે પહેલાં તો દસ કિલો વજન ઉતારવું પડે... આપણે તો બહેન સાડીને સલવાર-કમીઝમાં જ ભલા...
આમાંથી થોડી વાતમાં દમ છે, થોડીમાં નથી. વેસ્ટર્ન કપડાં પહેરવા માટે નાની ઉંમર અને ઐશ્વર્યા રાય જેવું ફિગર હોવું જોઈએ એ આપણે જાતે પેદા કરેલો ભ્રમ છે. વિદેશમાં હટ્ટીકટ્ટી સ્ત્રીઓ નથી હોતી શું?
બીજી બાજુ પરદેશથી ઇમ્પોર્ટ થયેલા કે ત્યાંની જ બ્લાઇન્ડ કોપી કરીને આપણે ત્યાં બનાવેલા ડ્રેસીસ એવરેજ ઇન્ડિયન સ્ત્રીને કમ્ફર્ટેબલ લાગતા નથી. એનું કારણ એ છે કે આપણું શારીરિક બંધારણ અલગ છે.
સરેરાશ ભારતીય સ્ત્રીની ઊંચાઈ પાંચ ફીટ ને ત્રણ ઈંચથી વધુ નથી હોતી. અને મોટા ભાગની મહિલાઓ ખાસ કરીને ગુજરાતણો બોટમ હેવી હોય છે એટલે કે ઉંમરની સાથે સાથે આપણે પેટ, કમર, નિતંબ પર સ્થૂળ થતાં જઈએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો કુંજા જેવા થઈ જઈએ છીએ.
આવા શરીર પર અમેરિકન કે બ્રિટિશ ફિગર પર આધારિત તૈયાર થયેલાં કપડાં બહુ સારાં નથી લાગતાં, પરંતુ એનો અર્થ એવો કે આપણે માત્ર સાડી અને સલવારકમીઝ જ પહેરીને સંતોષ માનવો?
સુનીતાને થોડા સમય પહેલાં આવો જ પ્રશ્ન થયેલો. અને એમાંથી જન્મ થયો.
બાર-કોડનો! ઇન્ટરનેશલ વેર ફોર ધ ઇન્ડિયન વુમન!
સુનીતા કહે છે કે અમારા કપડાં પર એક્સ્ક્લુઝિવ કે ડિઝાઇનર વેર જેવાં લેબલ નથી. વેસ્ટર્ન વેર માટે વધુ અનુકૂળ પડે તેવું ફેબ્રિક અને બટન, ઝીપ જેવી એક્સેસરીઝ ઇમ્પોર્ટ કરવી પડે છે, પણ ઇટ ઇઝ ફોર ધ માસ!
સવારે ઘરનું કામ કરીને ઓફિસે જતી, ઓફિસેથી ક્યારેક પતિ કે મિત્રો સાથે બહાર જતી એવરેજ વર્કિંગ વુમન માટેનાં આ કપડાં છે. અમે બને ત્યાં સુધી કોટન વાપરતાં નથી, કારણ કે એ જલ્દી ચોળાઈ જાય છે. લાઇનિંગવાળું હેવી ફેબ્રિક આપણા હવામાન માટે અનુકૂળ નથી અને તેને ડ્રાયક્લિનિંગ કરાવવું પડે એટલે એ પણ ચાલે. સવારથી સાંજ પહેરી શકો, ઘરમાં હાથે કે મશીનમાં ધોઈ શકો. મિક્સ એન્ડ મેચ કરી શકાય, સ્માર્ટ લાગે, ફિટ ઇન્ડિયન ફિગર અને બજેટમાં ફિટ થાય એવાં કપડાં હોવાં જોઈએ એવું સુનીતા કહે છે. એમનું મેઇલ ઓર્ડર કેટલોગ બનાવતી વખતે આ જ કન્સેપ્ટ નજર સામે હતો. પરફેક્ટ ગણાય તેવું ફિગર ધરાવતી નમ્રતા જેવી એકાદ મોડેલ ભલે હોય પણ બીજી સ્ત્રીઓ મારા-તમારા જેવી હોવી જોઈએ અર્થાત્ થોડી થોડી હલકી...!
એમને જોઈને કદાચ તમને પણ આવો કોઈ આઉટફિટ અજમાવી જોવાનો મૂડ આવી જશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved