Last Update : 05-November-2012, Monday

 
દિલ્હીની વાત
 

હવે 'મહારેલી' અને 'મેગામીટ' પર નજર
નવીદિલ્હી,તા.૩
દિલ્હીના રામલીલા મેદાન ખાતે આવતી કાલે રવિવારે યોજાનારી મહારેલી તથા તા.૯ નવેમ્બરે હરિયાણાના નિક્ટવર્તી સૂરજકુંડ ખાતે યોજાનારી પક્ષની મેગા મીટમાં જ તાકાતના પ્રદર્શન માટે કોંગ્રેસ કમર કસી રહ્યો છે. વડાપ્રધાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા સંબોધાનારી રેલી માટે લાખોને સમાવવાના હેતુસર રામલીલા મેદાનની સજાવટ થઇ રહી છે. સોનિયારેલી તરીકે ઓળખાવાઇ રહેલી રેલી મૂળભૂતપણે રીટેઇલમાં સીધા વિદેશી રોકાણ મુદ્દે ટેકો મેળવવાના આશય સાથે યોજાવાની હતી, પરંતુ ટીવીપર ભારે પ્રસિધ્ધિ પામેલા સક્રિય કાર્યકર કેજરીવાલ તેમજ વધુ તો તાજેતરમાં જનતા પક્ષના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીના આક્ષેપોના પગલે ભ્રષ્ટાચારના ડાઘ કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૃરિયાતને મહત્વપૂર્ણ બનાવી દીધી છે. સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલ પર નેશનલ હેલ્ડ જુથના અખબારોની પ્રકાશન કંપનીને નાણાં પુરા પાડવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નિઃશંકપણે આગામી વર્ષે દિલ્હી વિધાનસભા ચૂંટણી સહિતની યોજાનારી વિધાનસભા ચૂંટણી પર અને ઇ.સ. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી જ રહ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને આવતીકાલ રવિવારની રેલીની સફળતા માટે પક્ષના સાંસદો ધારાસભ્યો અને વિધાયકોની બેઠક યોજી હતી. સુરજકુંડની મેગા મીટની કાર્યસૂચિમાં ઢંઢેરાનો અમલ, રાજકીય અને આર્થિક પડકારો વગેરેનો સમાવેશ થાય છે. કલ્યાણ કાર્યક્રમો પણ પક્ષની સૂચિનો અગત્યનો ભાગ છે.
શીલા-જેપી વચ્ચે તિરાડથી ચિંતા
શીલા દિક્ષિત અને દિલ્હી કોંગ્રેસના પ્રમુખ જે.પી. અગ્રવાલ વચ્ચેની તિરાડના પડછાયા લંબાઇ શકે. જેપીએ દશેરા પર્વની ઉજવણીના સંદર્ભે વડાપ્રધાન અને સોનિયાની મુલાકાત લીધી ત્યારે શીલા હાજર રહ્યા નહોતા. એ પછી શીલાએ જ્યારે પક્ષના સાંસદો અને ધારાસભ્યોની બેઠક યોજી ત્યારે જેપીએ ગુલ્લી મારી ! જો કે જેપી એ માટેના કારણરૃપે પોતાને યોગ્ય સન્માનપૂર્વક નહિ બોલાવાયો હોવાનો મુદ્દો આગળ ધરે છે. જો કે શીલાએ પોતે એમને બેઠકમાં હાજર રહેવા માટે ફોન કર્યો હોવાની વાત પણ પ્રચલિત થઈ છે.
૧૪૬ કરોડપતિ ઉમેદવારો
દેશનું અર્થતંત્ર મંદીનો ભો બન્યું હોઈ શકે, પરંતુ જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે એ હિમાચલપ્રદેશના નાના પર્વતીય રાજ્યમાં કરોડપતિઓની સંખ્યા ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણી કરતાં બમણી થઈ ગઈ છે. વિધાનસભાના ૪૫૯ ઉમેદવારો પૈકી ૪૪૫ ઉમેદવારોએ કરેલા સોગંદનામાના આધારે 'ઈલેકશન વોચ' દ્વારા હાથ ધરાયેલી મોજણીમાં આ હકીકત જણાઈ છે. કોંગ્રેસના ઉમેદવારોની સંપત્તિ રૃા.૭૨૯ કરોડ છે, જ્યારે ભાજપના ઉમેદવારોની સંપત્તિ રૃા.૧૫૫ કરોડ છે. તદુપરાંત, ૩૭ ટકા ઉમેદવારોએ કદી આવકવેરાનું રીટર્ન ભર્યું નથી.
જેણાની વિતકવાત
કેન્દ્રના પ્રધાન મંડળની પુનર્રચનાને સપ્તાહ વીતી ગયું છતાં રાજકીય વર્તુળો રેડ્ડી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે, પરંતુ કોઈ અત્યંત દુર્ભાગ્ય સભ્ય એવા શ્રીકાંત જેણા વિષે કહેતું નથી. રાષ્ટ્રીય મોરચાની સરકારમાં તેઓ કેબિનેટ સંસદીય બાબતો જેવા મહત્વપૂર્ણ ખાતાના કેબિનેટ પ્રધાન હતા. જો કે યુપીએ-૧ ના શાસનમાં એમને રાજ્ય ક૭ાના પ્રધાન બનાવાયા હતા. પાછળથી એમને સ્વતંત્ર હવાલો સાથેના રાજ્યક૭ાના પ્રધાન બનાવાયા હતા. ઓરિસ્સાના આ કોંગી સાંસદને ઓરિસ્સાના વર્તમાન શાસક પક્ષ બીજેડીને ખુશ રાખવા માટે તાજેતરની કેબિનેટ પુનર્રચનામાં કેબિનેટનો દરજ્જો અપાયો નહોતો. લોકસભામાં ૧૪ સાંસદોનું સંખ્યાબળ ધરાવતા બીજેડીએ રીટેઈલમાં એફડીઆઈના મુદ્દે હજી માથું ઊંચક્યું નથી.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved