Last Update : 05-November-2012, Monday

 

રૃપિયા ઝાડ પર ઊગતા હોત તો...

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- મનમોહનસિંહ કહે છે એમ જો ખરેખર રૃપિયા ઝાડ પર ઊગતા હોત... સિરીયસલી...

 

મનમોહનસિંહ બોલતાં તો બોલી ગયા કે રૃપિયા ઝાડ પર નથી ઊગતા. પણ ધારો કે ખરેખર, મનમોહસિંહની કલ્પના મુજબ, ખરેખર ઝાડ પર ઊગતા હોત તો?
* * *
આપણને એમ જ થાય ને કે બોસ, રૃપિયા જો ઝાડ પર ઊગતા હોત તો તો કોઈ ચિંતા જ નહીં ને? ઝાડ પરથી રૃપિયા તોડી લેવાના અને બજારમાંથી જે જોઈએ તે લઈ આવવાનું...!
પણ બૉસ, તમે ધારો છો એટલું આ સહેલું નથી. કારણ કે એમ જોવા જાવ તો સફરજન પણ ઝાડ પર જ ઊગે છે ને? પણ તમારે સફરજન જોઈતાં હોય તો કોઈ તોડવા દે છે?
કેળાં, પપૈયાં, નાળિયેર, કેરી... અરે ઘઉં, ચોખા, દાળ આ બધું ય ઝાડ પર નહિ તો છોડ ઉપર તો ઊગે જ છે ને! પણ આપણા બાપનો બગીચો હોય એમ કંઈ બધું તોડી લેવાય છે?
નહિ ને! છતાં કલ્પના કરવામાં શું જાય છે? હા, કલ્પના જરા પ્રેક્ટીકલ લેવલે કરવી પડે! અને જો એ રીતે કલ્પના કરો તો ઝાડ પર ઊગતા રૃપિયામાં પણ ઘણા પ્રોબ્લેમ છે, બૉસ...
* * *
બિયારણનો પ્રોબ્લેમ
એક ગામડિયો શહેરમાં આવીને એક દુકાને કચકચ કરી રહ્યો છે ઃ
''અલ્યા ભઈ, ચમ, અમીં અભણ ગોંમડીયા છીએ ઈમ હમજી ને અમોંન લૂંટવા જ બેઠા છો?''
''અરે કાકા, શું થયું?''
''આ તમારી દુકોંનેથી ચાર મહિના પેલોં સો-સોની નોટો ઉગાડવાનું બિયારણ લઈ જ્યો તો કે નંઈ?''
''હે મેં જ આપેલું.''
''અન, મીં તમોંને હાડા હાત હજ્જાર રૃપિયે પોંન્સો ગ્રામનો ભાવ આલેલો કે નંઈ?''
''હા કાકા, આલેલો. પણ એનું છે શું? ઝાડ ઉગ્યાં કે નહિ?''
''ઊગ્યોં! પણ ઇનોં પર એક-એક રૃપિયાની નોટો જ ઊગે છે!''
(નોંધ ઃ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે અસલી બિયારણને બદલે આખા દેશમાં ચાઈનીઝ બિયારણ ઘૂસાડવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું! અને કહે છે કે નોટો ઉગાડવાનું બિયારણ ચાઈનાથી મંગાવવાના નિર્ણયની ફાઈલો પર મનમોહનસિંહે જ સહીઓ કરી હતી.)
* * *
ઈયળોનો પ્રોબ્લેમ
છાપામાં એક દિવસ આવા સમાચાર છપાશે ઃ
ગાંધીજીનો ચહેરો કાણો કરી નાંખતી ગાંધીનગરની ખતરનાક ઈયળો...
ગાંધીનગર અને એના આસપાસનાં ૧૫૦થી વધુ ગામડાંઓમાં એક અજબ પ્રકારનો રોગ ફેલાયો છે. અહીંના ખેતરોમાં જ્યાં જ્યાં રૃપિયાનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભેદી પ્રકારની ઈયળો ત્રાટકી છે.
આ ઈયળો ઝાડ પર ઊગેલી ૧૦૦ તથા ૫૦૦ની નોટોમાં કાણાં પાડી નાંખે છે.
જોવાની વાત એ છે કે ઈયળો દરેક નોટો પર જ્યાં ગાંધીજીનો ફોટો હોય ત્યાં એમની ડાબી આંખનો ભાગ જ ખાઈ જાય છે! આના કારણે ગાંધીજી કરન્સી નોટમાંથી આંખ મારતા હોય એવો ભાસ થાય છે!
(તપાસ કરતાં માલુમ પડયું છે કે આ ઈયળો આ અગાઉ ગાંધીનગરના સચિવાલયમાં જન્મી છે અને ત્યાંની સરકારી ફાઈલો ખાઈ ખાઈને મોટી થઈ છે!)
* * *
બજારભાવનો પ્રોબ્લેમ
સૌરાષ્ટ્રમાં એક ગામના ચોરે ચાર-પાંચ જણ ગપાટા મારતા બેઠા છે. ત્યાં શહેરથી પાછું આવી રહેલું ગામનું એક ગાડું આવતું દેખાય છે.
''ઓહોહો! તખુભા? શહેરથી કાંઈ વહેલા વહેલા પાછા આવી ગ્યા ને કાંઈ?''
''હા, આ જરા રૃપિયાનો ફાલ ઉતર્યો'તો, ઈ વેચવા ગ્યો 'તો.''
''તમારે તો બખ્ખાં થઈ ગ્યા હશે કાં? આ વરસે તો તમારા ખેતરમાં સોળ આની પાક ઉતર્યો 'તો! શહેરમાંથી શું વ્હોરી લાયવા? ચાંદીના ઘરેણા કે સોનાની લગડીયું?''
''શકોરાંની લગડીયું?'' તખુભા બગડયા.
''કાં તખુભા, આમ કાં બોલો? ગાડામાં ભરેલો મોલ રસ્તે લૂંટાઈ ગ્યો કે શું?''
''રસ્તામાં નંઈ બાપલ્યા, અમે તો જથ્થાબંધ મારકેટમાં લૂંટાઈ ગ્યા!''
''ઈ કેમ કરતાં?''
''અરે બાપા, આખા પંથકમાં ઢગલે ઢગલા રૃપિયા પાક્યા છે! અટલે હાળા, રૃપિયાના ભાવ જ ડાઉન થઈ ગ્યા છે. સો સોની નોટું ત્રીસ રૃપિયે કિલોના ભાવે વેચાય છે!''
''અરેરે... બાપલ્યા! હજી તો તમારાં બીજાં બે ખેતરાંમાં મોલ ઊભો છે. ઈનું શું કરશો?''
''કરવાનું શું? શિયાળામાં તગારામાં રૃપિયા બાળીને તાપણાં કરશું! બીજું શું?''
(તપાસ કરતાં માલુમ પડયું છે કે દર વરસે સરકાર અને રૃપિયાના વેપારીઓ મિલીભગત કરીને બરોબર મોલ પાકવાના ટાઈમે સરકારી ગોડાઉનોમાં ભરેલા રૃપિયા બજારમાં છૂટા મુકીને રૃપિયાની છત કરી નાંખે છે. બજારમાં માલનો ભરાવો થઈ ગયો છે એવી હવા ઊભી કરીને ખેડૂતો પાસેથી કોડીના ભાવે માલ પડાવી લીધા પછી આ જ વેપારીઓ બજારમાંથી રૃપિયો પાછો ખેંચીને શેરબજારમાં, ક્રિકેટના સટ્ટામાં અને કોલસાની ખાણો ખરીદવામાં લગાડીને નકલી અછત ઊભી કરી પ્રજાને લૂંટે છે.)
(કંઈ સમજાયું? બટાકા ઝાડ પર નથી ઊગતા! એ તો નદીના પટમાં ઊગે છે છતાં દર વખતે બટાકાના ભાવમાં આ જ દાવ થાય છે ને! લો, હજુ ઊગાડો રૃપિયા ઝાડ પર...)
* * *
એક સમાચાર
દિલ્હીના એક મિનિસ્ટરના સરકારી બંગલાના કમ્પાઉન્ડમાં કાળા રૃપિયા ઊગે છે!
* * *
વધુ એક સમાચાર
બિહારની ભેંસો ખેતરોમાં ભરબપોરે ભેલાણ કરીને રૃપિયાના ઊભા મોલ ચાવી જાય છે! કહે છે કે આ ભેંસો ઘાસચારા કૌભાંડનો બદલો લઈ રહી છે!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 

 

 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved