Last Update : 05-November-2012, Monday

 
 

યુવરાજ પુનરાગમન માટે ફેવરિટ ઃ ચાવલા અને હરભજન વચ્ચે સ્પર્ધા
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

અમદાવાદમાં૧૫મી નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાશે યુવરાજ ફિટનેસ અને ફોર્મ સાબિત કરી ચુક્યો છે

મુંબઇ,તા.૪
આવતીકાલે સંદિપ પાટીલની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ બોર્ડની નવી પસંદગી સમિતી અમદાવાદમાં ૧૫મી નવેમ્બરથી શરૃ થનારી પ્રથમ ટેસ્ટ માટેની ટીમની પસંદગી કરશે ત્યારે તેમાં સ્થાન મેળવવા માટે યુવરાજ પ્રબળ દાવેદાર મનાય છે. કેન્સરને હરાવનારા યુવરાજ સિંઘે રણજી ટ્રોફી બાદ ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં પણ તેની ફિટનેસની સાથે ફોર્મ સાબિત કરી દીધું છે.યુવરાજે ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ૫૯ રનની આક્રમક ઇનિંગ રમી હતી અને ત્યાર બાદ પાંચ વિકેટ ઝડપી હતી. યુવરાજ ઉપરાંત રૈના પણ ટીમમાં સ્થાન જાળવે તેવી શક્યતા છે.જ્યારે ચાવલા કે હરભજનમાંથી એકને ટીમમાં સમાવવામાં આવશે તેમ પણ સૂત્રો જણાવી રહ્યા છે.
યુવરાજ આશરે એક વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમન કરવા જઇ રહ્યો છે. ભારતીય કેપ્ટન ધોનીએ પણ યુવરાજની ફિટનેસ અંગે કહ્યું હતુ કે, તેની ફિટનેસ અંગેનો નિર્ણય તેને જાતે જ કરવા દો. યુવરાજ પોતે જ નક્કી કરી શકે તેમ છે કે તે રમવા માટે ફિટ છે કે નહીં. ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં યુવરાજે બેટિંગમાં તો કમાલ દેખાડયો જ હતો. ઈંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન તે ૧૧૯ ઓવરો સુધી મેદાનપર રહ્યો હતો. તેણે પાર્ટ ટાઇમ સ્પિનર તરીકેની પોતાની કુશળતા દર્શાવતા પાંચ વિકેટ પણ ઝડપી હતી, જેમાં તેણે એક જ ઓવરમાં સદી ફટકારનારા સમિત પટેલ અને અડધી સદી નોંધાવી ચુકેલા પ્રાયરને આઉટ કર્યા હતા. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ ૪૫૦ કે ૫૦૦ના સ્કોર સુધી પહોંચી શક્યું નહતુ.
યુવરાજે આ અગાઉ દુલીપ ટ્રોફીમાં નોર્થ ઝોન તરફથી રમતાં બેવડી સદી ફટકારીને પીચ પર ટકી રહેવાની તેની ક્ષમતાં અને ફોર્મ દર્શાવ્યા હતા. કેન્સરને હરાવ્યા બાદ તેણે ન્યુઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-૨૦માં તેમજ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં પણ તે ખુબ જ સ્વસ્થતાથી રમતો જોવા મળ્યો હતો. જો કે તેને એકાદ-બે વખત મેદાન પર દવા લેતો જોઇ શકાતો હતો.
ભારતીય ટીમમાં સેહવાગ, ગંભીર, કોહલી, ધોની જેવા ખેલાડીઓનું સ્થાન લગભગ નિશ્ચિત મનાય છે. તાજેતરમાં ઓલરાઉન્ડ તરીકે જોરદાર દેખાવ કરનારા ઇરફાન પઠાણને પણ ટીમમાં તક મળી શકે.
કેટલાક ક્રિકેટ વિવેચકો પણ યુવરાજને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવાની તરફેણમાં છે કારણ કે દ્રવિડ અને લક્ષ્મણ જેવા અનુભવી અને ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેનોએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. જેના કારણે મીડલ ઓર્ડરમાં એક આધારભૂત બેટસમેનની જરૃર છે. ત્યારે હાલમાં ફોર્મ દર્શાવી ચુકેલા યુવરાજને ટીમમાં સામેલ કરવામાં આવે તો ભારતીય બેટિંગ લાઇનઅપ મજબુત બનશે.
ભારતીય ક્રિકેટ બોર્ડની નવી પસંદગી સમિતિ તેમની પ્રથમ મિટિંગમાં જ કોઇ મેજર ફેરફારો કરવાનો પ્રયાસ નહીં કરે તેમ લાગે છે. જેના કારણે ટીમમાં કોઇ ખાસ ફેરફાર દેખાય તેવી શક્યતા નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved