Last Update : 05-November-2012, Monday

 

મૂર્તિ સહિતના ઉદ્યોગપતિઓનાં ટેકામાં ખોટું શું છે? ઃ મનીષ સિસોદિયા
કેજરીવાલના આંદોલન પાછળ ટાટા-નારાયણમૂર્તિ

કેજરીવાલ સંચાલિત પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનને ટાટાએ ૨૫ લાખ અને મૂર્તિએ ૧૨ લાખ આપેલા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૪
એક મિડિયા અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર કેજરીવાલ દ્વારા સંચાલિત પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનને વર્ષ ૨૦૧૦-૧૧માં કુલ ૯૬.૫ લાખ રૃપિયા દાનમાં મળ્યા હતાં. જેમાં ઇન્ફોસિસનાં સ્થાપક નારાયણ મૂર્તિ અને રતન ટાટાનાં સોશિયલ વેલફેર ટ્રસ્ટે અનુક્રમે ૧૨ લાખ અને ૨૫ લાખ રૃપિયા દાનમાં આપ્યા હતાં.
અખબારના જણાવ્યા અનુસાર મુંબઇની સ્ટોક બ્રોકિંગ કંપની એન. એમ. સિક્યોરિટીના માલિક વલ્લભ ભંસાલીએ પણ ફાઉન્ડેશનને ૨ લાખ રૃપિયા દાનમાં આપ્યા હતાં. આ જ રીતે આઇશર ટ્રેક્ટરના માલિક વિક્રમ લાલે આઇશર ગુડઅર્થ ટ્રસ્ટના નામથી ૩ લાખ રૃપિયાનો ચેક આપ્યો હતો.
આ ઉપરાંત રેલીગેરના સીઇઓ સચિંદ્રનાથે ૨૦ હજાર, નોકરી ડોટ કોમના સંજીવ બિખચંદાનીએ ૫૦ હજાર, બેંગાલુરુના કસ્તૂરી ટ્રસ્ટે ૨૫ લાખ રૃપિયા દાનમાં આપ્યા હતાં. મેનેજમેન્ટ સંસ્થા ચલાવનાર જગનનાથ મેમોરિયલ એજ્યુકેશન સોસાયટીએ ૧૩ લાખ રૃપિયા દાનમાં આપ્યા હતાં. કુરિયર કંપની સેફ એક્સપ્રેસે ૩ લાખ અને કાયદાકીય કંપની લૂથરા અને લૂથરાએ ૫૦ હાજર રૃપિયા દાનમાં આપ્યા હતાં.
કેજરીવાલનાં સહયોગી અને ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી મનીષ સીસોદિયાએ આ અંગે જણાવ્યું હતું કે નારાયણ મૂર્તિ સહિત અન્ય ઘણા લોકો સક્રિય રીતે અમને સહકાર આપી રહ્યા છે. આમાં ખોટુ શું છે? મૂર્તિની પાસે સારો વિચાર છે.
પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના ૧૯ ડિસેમ્બર, ૨૦૦૬માં કરવામાં આવી હતી. મનીષ સિસોદિયા અને ટીવી પ્રોડયૂસર તથા લેખક અભિનંદન શેખરીએ તેની સ્થાપના કરી હતી. કેજરીવાલ, પ્રશાંત ભૂષણ અને કિરણ બેદી આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સંગઠનને ૨૦૧૨માં ૩૧ લાખ રૃપિયાનું દાન આપવામાં આવ્યું હતું.
કેજરીવાલે આ અંગે જણાવ્યું હતું કે બાગપતમા આવેલા રુસ્તમપુરનાં એક વૃદ્ધ દ્વારા અભિયાન માટે ૧૫૦૦૦ રૃપિયાનું દાન આપવામાં આવ્યું હતું. ગરીબ ગ્રામીણો દ્વારા નાની રકમ આપવામાં આવી હતી. રકમ કરતાં તેમના આર્શીવાદ વધારે કિંમતી છે. લાખો લોકોનાં આર્શીવાદથી દેશમાં ચોક્કસ પરિવર્તન જોવા મળશે. કેટલાક લોકો આ આંદોલનને શહેરી ગણાવે છે પરંતુ વીર સિંહ નામના આ વૃદ્ધે દાન આપી આ માન્યતાને ખોટી પુરવાર કરી દીધી.
સંગઠનને ૨૦૧૨માં ૩૧ લાખ રૃપિયા દાનમાં મળ્યા હતાં પરંતુ આ વર્ષના ઓડિટ રિપોર્ટમાં દાતાઓની યાદી આપવામાં આવી નથી.

કેજરીવાલની મેટરમાં બોક્સ...
કેજરીવાલને કોનું કેટલું દાન મળ્યું?

*

રતન ટાટા

રૃા. ૨૫ લાખ

-

(ટ્રસ્ટ દ્વારા)

-

*

નારાયણ મૂર્તિ

રૃા. ૧૨ લાખ

-

(ઇન્ફોસિસ)

-

*

નિમેષ કંપાની

રૃા. ૫૦ હજાર

-

(જે.એમ. ફાયનાન્સિયલ)

-

*

વિક્રમ લાલ

રૃા. ૩ લાખ

-

(ઈશર)

-

*

સંજીવ બખ્ચાંદની

રૃા. ૫૦ હજાર

-

(નોકરી ડૉટ કૉમ)

-

*

રોમેશ સોબ્તી

રૃા. ૨૫ હજાર

-

(ઈન્ડસ ઈન્ડ. બેન્ક)

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved