Last Update : 05-November-2012, Monday

 

દિલ્હીમાં કોંગ્રેસની વિરાટ રેલીમાં સોનિયા ગાંધી, મનમોહનસિંહ, રાહુલ ગાંધી આક્રમક
ભાજપ દૂધે ધોયેલો નથી ઃ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ

એફડીઆઇ મુદ્દે પીછે હઠ નહીં કરાય ઃ બિહારમાં નીતીશકુમારનું પણ શક્તિ પ્રદર્શન ઃ રવિવાર રાજકીય પક્ષોની રેલીનો દિવસ રહ્યો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૪
આજે નવી દિલ્હી ખાતે કોંગ્રસ, ભાજપ અને કેજરીવાલનાં નેતૃત્વવાળા ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન દ્વારા અલગ અલગ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બિહારમાં જદ(યૂ) દ્વારા પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .રવિવાર રાજકીય પક્ષોની રેલીનો દિવસ બની રહ્યો હતો. દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત કોંગ્રેસની રેલીમાં પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના હુમલાઓનો જવાબ આપતા જણાવ્યું હતું કે અમારા પર આરોપ મૂકનારા સ્વયં ભ્રષ્ટાચારનાં કાદવમાં ગરકાવ થયેલા છે. સોનિયા, મનમોહન અને રાહુલ આક્રમક વલણમાં જોવા મળ્યા હતાં. ભાજપ અને આઇએસી દ્વારા વળતા પ્રહાર કરાયા હતાં.
કોંગ્રેસની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ રેલીમાં વડાપ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસનાં મુખ્યપ્રધાનો સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં. આ રેલીમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે દેશને મોટા પ્રમાણમાં રોકાણની જરૃર છે. એફડીઆઇ દ્વારા કેટલાક અંશે આ જરૃરિયાત પૂર્ણ કરી શકાશે. આ ઉપરાંત એફડીઆઇથી વિકાસ અને રોજગારીની તકોમાં વધારો થશે.
સોનિયા ગાંધીએ ભ્રષ્ટાચાર અંગે જણાવ્યું હતું કે હું સ્વીકાર કરુ છું કે ભ્રષ્ટાચાર એક કેન્સર છે જે ગરીબ લોકોને સૌથી વધારે અસર કરે છે. તેમણે જણાવ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીશું અને ભ્રષ્ટાચાર આચરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ વિચાર કર્યા વગર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિરોધ કરે છે. રાહુલે જણાવ્યું હતું કે મલ્ટી બ્રાન્ડ રીટેલમાં એફડીઆઇથી ખેડૂતોને લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે ગરીબોનીે પ્રગતિ માટે એફડીઆઇ અને આર્થિક સુધારાઓ જરૃરી છે.
વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે દેશનાં ઝડપી આર્થિક વિકાસ માટે વધુ રોકાણ અને ઉદ્યોગો માટે સકારાત્મક વાતાવરણ જરૃરી છે. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ સરકારે કેટલાક નિર્ણયો લીધા છે. આ નિર્ણયો અંગે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તમામ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ભાજપની રેલીમાં રાજયસભામાં વિરોધ પક્ષના નેતા અરૃણ જેટલીએ જણાવ્યું હતું કે મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇના પ્રવેશથી મેન્યુફેકચરિંગ નોેકરીઓમાં થનારા ઘટાડા અંગે સરકાર દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યા નથી. તેમણે જણાવ્યું હતું કે એફડીઆઇથી ખેડૂતોને લાભ થશે નહીં. અમેરિકા અને યુરોપમાં આ કારણને લીધે જ પ્રતિ દિવસ ૧ અબજ ડોલરની સબસિડી ખેડૂતોને આપવામાં આવે છે.
ભાજપ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે ટુજી સ્પેકટ્રમ તથા કોલ બ્લોક ફાળવણી કૌભાંડો અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સરકાર લાગણીવિહીન બની ગઇ છે અને ગરીબોના ખર્ચે મજા કરી રહી છે.
અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળા ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શને(આઇએસી) આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસે દેશને ખાડામાં ધકેલી દીધો છે અને હવે દેશને બચાવવાની વાતો કરે છે. આઇએસીના વરિષ્ઠ નેતા મનિશ સિસોદિયાએ આરોપ મૂક્યો હતો કે દેશની સેવા કરવા જે લોકોને સંસદમાં મોકલવામાં આવ્યા છે તે વાસ્તવમાં દેશને વેચી રહ્યા છે.
પટણામાં જદ(યૂ)ની રેલીમાં બિહારનાં મુખ્યપ્રધાન નિતીશ કુમારે જણાવ્યું હતું કે બિહારને વિશિષ્ટ દરજ્જો આપવા માટે કેન્દ્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કેન્દ્ર સરકાર આ વાત પર ધ્યાન આપી રહી નથી. તેમણે જણાવ્યું હતું કે બિહારને વિશિષ્ટ દરજ્જો અપાવવા માટે આવતા વર્ષે માર્ચ માસમાં દિલ્હીમાં રેલીનું આયોજન કરવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved