Last Update : 05-November-2012, Monday

 

'નીલમ' વાવાઝોડાના કારણે આંધ્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ

રેલ, બસ અને વિમાન સેવાને ભારે અસર ઃ વીજ પૂરવઠો ખોરવાયો

હૈદ્રાબાદ, તા. ૪
અમેરિકા પર ત્રાટકેલા 'સેન્ડી' વાવાઝોડાથી અમેરિકા જ નહીં જગત સ્તબ્ધ છે. આપણી આસપાસ સામાન્ય ઝડપે ફરતો રહીને મનને આલ્હાદકતા આપતો પવન પણ જ્યારે શક્તિ એકત્ર કરીને ભયાનક બને ત્યારે સિમેન્ટના બનેલા પાકા મકાનો પણ પત્તાના મહેલની જેમ ફંગોળાઈ જાય તેનો અનુભવ અમેરિકાને થયો તો સાથોસાથ આંધ્રમાં પણ નિલમ વાવાઝોડાએ ઘણી ખાનાખરાબી સર્જી છે.
આંધ્રના પૂર્વ ગોદાવરી જીલ્લામાં નિલમ વાવાઝોડાને કારણે સતત ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાએ જાહેર કરેલા સમાચાર અનુસાર તેલંગાણા અને આંધ્રના કાંઠાળ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ તો પડે છે. પણ આગામી ૪૮ કલાક હજી વરસાદ પડશે. વાવાઝોડાની અસરને કારણે રવિવારે સળંગ વરસાદ ચાલુ રહ્યો હતો. કાકિનાડામાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. માર્ગોને નુકસાન પહોંચતા વાહન વ્યવહાર રોકી દેવાયો છે. કેટલીક વિમાની કંપનીઓએ રાજમુંદ્રી-બેંગ્લોર, રાજમુંદ્રી-ચેન્નાઈ અને હૈદ્રાબાદ ફ્લાઈટો રદ્દ કરી છે.
રાજ્યના કંબાલાચેરવું, રાજહમ્ન્દ્રી, તુણી અને અન્નાવરમ્ના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. તે ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ જીલ્લામાં ઘણા સ્થળે વૃક્ષો તેમજ ઈલેક્ટ્રીકના થાંભલાઓ પડી જતા વીજળીનો પુરવઠો અટકી ગયો છે. જ્યારે રેલ્વેમાર્ગ પર પણ કેટલાક સ્થળોએ પાણી ભરાઈ જતા રેલ્વે વ્યવહાર અટકાવવો પડયો છે. જ્યારે હવાઈ પરીવહન પર પણ ભારે વરસાદની વિપરીત અસર પડી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved