Last Update : 05-November-2012, Monday

 

સેન્ડી પછી અમેરિકામાં વીજળી પુરવઠો કાર્યરત પરંતુ ગેસની અછત

વાવાઝોડાના પગલે રવિવારની ન્યૂયોર્ક સિટી મેરાથોન રદ કરવામાં આવી

ન્યૂયોર્ક, તા. ૪
અમેરિકામાં સેન્ડી વાવાઝોડું ત્રાટક્યા પછી ન્યૂયોર્કના રહેવાસીઓને વીજળી ઉપલબ્ધ બનતા તેમની સમસ્યાઓ ઓછી થઇ હતી. જો કે હજુ પણ લોકોને ગેસની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ન્યૂયોર્ક શહેરમાં ગેસ મેળવવા માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે.
ન્યૂયોર્ક શહેરમાં એક વ્યકિતને મહત્તમ ૧૦ ગેલન ગેસ આપવામાં આવી રહ્યુ છે. આ વંહેચણીમાં પબ્લિક વાહનો કરતાં ઇમરજન્સી વાહનોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ન્યૂયોર્કના ગર્વનર એન્ડ્રૂ કુઓમોએ જણાવ્યું હતું કે શહેરમાં પાંચ ઇમરજન્સી મોબાઇલ ગેસ સ્ટેશનની રચના કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે.
ગેસ સ્ટેશનો બહાર લાગેલી લાંબી લાઇનો અંગે અધિકારીઓ જણાવ્યું હતું કે અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ ઇંધણ ભરાવવા માટે ઉતાવળ ન કરે. ઇમરજન્સી વાહનોને ગેસ ફાળવવામાં આવ્યા પછી જ અંગત વાહનોને ગેસ આપવામાં આવશે.
વાવાઝોડામાં વધારે પ્રભાવિત થયેલા સ્ટાટેન ટાપુમાં ત્રણ કિલોમીટર સુધી કારોની લાઇન જોવા મળી રહી છે. આ ઉપરાંત ૪૦૦ લોકો ગેસ કેન લઇને લાઇનમાં ઉભા હતાં. બીજી તરફ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ વોશિંગટનમાં ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીનાં વડામથકની મુલાકાત લીધી હતી.
ન્યૂયોર્કના ગર્વનરે જણાવ્યું હતું કે ન્યૂયોર્કની ૮૦ ટકા સબ વે સર્વિસ ફરીથી શરૃ થઇ ગઇ છે. આ વાવાઝોડાને પગલે રવિવારે યોજાનાર ન્યૂયોર્ક સિટી મેરાથોન રદ કરવામાં આવી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved