Last Update : 05-November-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
* પ્રખ્યાત નાટયકાર અને અભિનેતા ગિરીશ કર્નાડે નોબલ પારિતોષિક વિજેતા લેખક વી.એસ. નાયપોલની કરેલી ટીકા બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. મુંબઈના એક સાહિત્યિક મહોત્સવમાં કર્નાડે નાયપોલની કડક ટીકા કરતા કહ્યું હતું કે નાયપોલ ભારતીય ઈતિહાસમાં મુસ્લિમોના યોગદાન વિશે કશું જાણતા નથી. કર્નાડે નાયપોલને સંગીતની કદર ન કરનારા કહીને પણ નવાજ્યા હતા. જોકે કર્નાડની આ ટકોર દરમિયાન નાયપોલ હાજર નહોતાં. ઉલ્લેખનીય છે કે નાયપોલને ૨૦૦૧માં સાહિત્યના નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યાં છે. જો કે કર્નાડના નિવેદનથી ટ્વીટર ઉપર તેમનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.
* એક તરફ કોંગ્રેસની આગેવાની હેઠળની યૂપીએ સરકાર લગ્નો પાછળ થતા ખોટા ખર્ચા રોકવાના ઉપાયો વિશે ગંભીરતાથી વિચારી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના જ કથિત રીતે માફિયા કામગીરીને લઈને વિવાદમાં સપડાયેલાં આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બોત્સા સત્યનારાયણ હવે તેમની પુત્રીના શાહી લગ્નની વાતે વિવાદમાં ફસાયા છે. એમના પર એમની પુત્રી અનુષાના લગ્નમાં પોતાના પદનો દુરુપયોગ કર્યાનો આરોપ મૂકાયો છે. બોત્સાએ મંડપ સજાવટ માટે વિદેશથી ખાસ ફૂલો મંગાવ્યા અને મંડપ એક ફિલ્મી સેટ ડિઝાઈનર પાસે તૈયાર કરાવડાવ્યો જેનો કરોડો રૃપિયા ખર્ચ થયો. ઉપરાંત લગ્ન સમારોહમાં સામેલ થનારા વીઆઈપી રાજકીય નેતાઓને લાવવા માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનનો બંદોબસ્ત પણ કરાયો.
* એક જમાનામાં પહેલવાન રહી ચૂકેલા સપાના વડા મુલાયમ સિંહ યાદવ એક દીક્ષાંત સમારોહમાં હાજર ઓલિમ્પિક પદક વિજેતા ખેલાડીઓને મળીને ગદગદિત થઈ ગયા અને બેડમિંટન ખેલાડી સાઈના નેહવાલને તો રાજકારણમાં આવવાનું આમંત્રણ પણ આપી દીધું. મુલાયમે પોતાના દિવસો યાદ કરતા કહ્યું કે તેમને બધા નાના કદના પહેલવાન તરીકે ઓળખાતા હતા પરંતુ પોતાના દાવપેચોથી તે વિરોધી પહેલવાનને જમીનદોસ્ત કરી દેતા હતા. લાગે છે કે મુલાયમના કુસ્તીના દાવપેચ તેમને રાજકારણમાં પણ સારા કામ લાગી રહ્યાં છે.
* ઉત્તરપ્રદેશના વાણિજ્ય કર વિભાગના કમિશ્નર હિમાંશુકુમારે કર્મચારીઓને ભડકીલા રંગોના કપડા પહેરવાની મનાઈ ફરમાવી દીધી છે! હિમાંશુ કુમારનું માનવું છે કે આવા પોશાકથી લોકોનું કામ કરતી વખતે ધ્યાનભંગ થાય છે તેમજ બહારથી આવતા લોકોના મનમાં પણ નકારાત્મક છાપ ઊભી થાય છે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શાલીન પોશાક પહેરવા ઉપરાંત શિષ્ટાચારપૂર્વક વર્તવાની સૂચના આપી છે.
* એફડીઆઈમાં રિટેલ મુદ્દે ભાજપના નેતા મુરલી મનોહર જોશીએ વિરોધનો અનોખો પ્રયોગ અજમાવતા 'બહેરીમૂંગી' સરકારને જગાડવા હોર્ન વગાડતા વગાડતા યાત્રા કાઢી હતી. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે દિલ્હીના જંતરમંતર ખાતે આ અનોખા વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

 

આંતરરાષ્ટ્રીય
* ખર્ચ બચાવવા અસંખ્ય લોકો પાયરેટેડ મૂવી જોતા હોય છે પરંતુ આ આદત ઘણી મોંઘી સાબિત થઈ શકે છે. અમેરિકામાં વાયન ફિશર નામના શખ્સને ૧૦ પોર્ન મૂવી એક વેબસાઈટ દ્વારા શેર કરવાના આરોપસર ૧૫ લાખ ડોલર (અંદાજે ૮ કરોડ રૃપિયા)નો દંડ અદાલતે ફટકાર્યો છે. પોર્ન ફિલ્મો બનાવતી ફલાવા વર્કસ કંપનીએ ફિશર ઉપર કોપીરાઈટ એકટનો ભંગ કર્યાનો દાવો માંડયો હતો. ફિલ્મ પાઈરસીના ઈતિહાસમાં આ સૌથી મોટી દંડની રકમ મનાય છે.
* દક્ષિણ કોરિયાના એક પ્રાણી સંગ્રહાલયનો એક હાથી કોરિયન ભાષા બોલી શકે છે! જોકે કોસિક નામના આ હાથીનું શબ્દભંડોળ પાંચ શબ્દો પૂરતું મર્યાદિત છે અને એ શબ્દોનો આપણી ભાષામાં અર્થ થાય છે - કેમ છો?, બેસો, ના, સૂઈ જાવ અને મજામાં! આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લાં પાંચ વર્ષથી આ હાથી પ્રાણી સંગ્રહાલયમાં એકલો છે અને અન્ય હાથીની ગેરહાજરીથી કંટાળીને કદાચ એકલતા દૂર કરવા અને માનવીઓ સાથે સામાજિક સંપર્ક સાધવા તે આ શબ્દો શીખી ગયો છે.
* ઈરાનના મિડીયાએ દાવો કર્યો છે કે ઈરાને રનવે પર દોડયા વગર સીધા જ હવામાં ઊડી શકતું અત્યાધુનિક ડ્રોન વિમાન વિકસાવ્યું છે. આ પ્રોજેક્ટના સંશોધક અબ્બાસ જામના જણાવ્યા અનુસાર આ માનવરહિત એરક્રાફ્ટમાં વિશ્વમાં સૌથી પહેલી એવી અલ્ટ્રા એડવાન્સ્ડ ટેકનોલોજી ઉપયોગમાં લેવાઈ છે એવું મિડીયામાં જાહેર કરાયું છે. આ સંશોધકના દાવા અનુસાર આવતા વર્ષથી ઈરાન તેને ઉપયોગમાં લેશે.
* બ્રિટનના વડાપ્રધાન સામે સૂત્રોચ્ચાર કરવાના આરોપસર સ્ટુઅર્ટ રોજર નામના ૨૩ વર્ષીય યુવાનને ૧૦૦ કલાક સમાજસેવા કરવાની સજા ફટકારવામાં આવી છે. ગત જુલાઈમાં ગ્લાસ્ગોની એક હોટલ ખાતે વડાપ્રધાન ડેવિડ કેમેરોનના વ્યાખ્યાન દરમિયાન અગાઉથી હોટલમાં સંતાઈ રહેલા રોજરે સુરક્ષા વ્યવસ્થા તોડીને વડાપ્રધાન સામે જાહેર ક્ષેત્રમાં કાપ મુકવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. શરૃઆતમાં તો અદાલતે રોજરને ૧૫૦ કલાક સમાજસેવા કરવાની સજા ફરમાવી હતી પરંતુ તેણે પોતાના ગેરવર્તન બદલ માફી માંગતા તેની સજામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
* પોલેન્ડમાં કોફીન બનાવતી એક કંપનીએ તેના કેલેન્ડરમાં નિઃવસ્ત્ર મોડેલોની તસવીરો મુકતા કેથલિક ચર્ચ રોષે ભરાયું છે. જોકે આ અંગે કંપનીના માલિક ઝબીગ્ન્યૂ લિન્ડનર બચાવ કરતા કહે છે કે કોફીન કોઈ ધાર્મિક પ્રતિક નથી પરંતુ એક પ્રોડક્ટ છે અને અમે તો લોકોમાંથી કોફીનનો ડર દૂર કરવા માંગીએ છીએ. ચર્ચની દલીલ છે કે માનવીના મૃત્યુને સંસ્કારિતાપૂર્વક માન આપવું જોઈએ અને તેને જાતીય આવેગો સાથે ન જોડવું જોઈએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved