Last Update : 05-November-2012, Monday

 

ઘૂમલ અને વીરભદ્ર વચ્ચે જંગ
હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમજનક ૭૪.૬૨ ટકા મતદાન

ધીમી ગતિથી શરૃ થયેલા મતદાને બાદમાં જોર પકડયું ઃ ૨૦ ડિસેમ્બરે મત ગણતરી

(પીટીઆઇ) શીમલા, તા. ૪
હિમાચલપ્રદેશમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમજનક ૭૪.૬૨ ટકા મતદાન થયું હતું. આ સાથે રાજ્યમાં સીધો જંગ ખેલી રહેલા શાસકપક્ષ ભાજપ અને કોંગ્રેસનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ થઇ ગયું છે.
વિધાનસભાની ૬૮ બેઠકો માટે યોજાયેલા મતદાને ધીમી શરૃઆત બાદ દિવસ આગળ વધતા ભારે જોર પકડયું હતું અને સાંજના પાંચ વાગ્યા સુધીમાં તો ૭૪.૬૨ ટકા જેટલું જંગી મતદાન થયું હતું. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર ટકાવારીમાં હજુ વધારો થઇ શકે છે. ચૂંટણી પંચના ડિરેકટર જનરલ અક્ષય રાઉતના જણાવ્યા અનુસાર મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. અગાઉ ૨૦૦૩માં હિમાચલમાં નોંધાયેલ ૭૪.૫૧ ટકા મતદાનનો આંક પણ આ વખતે પાર થઇ જાય એવી શક્યતા છે કારણ કે સાંજે પાંચ વાગ્યા પછી પણ ૨૦૦ મતદાન મથકો બહાર મતદાતાઓની લાંબી કતાર લાગેલી હતી.
નાયબ ચૂંટણી કમિશનર આલોક શુક્લાના જણાવ્યા અનુસાર ભારે મતદાન થાય એ માટે ચૂંટણી પંચે વિવિધ મિડીયા સ્ત્રોતોના ઉપયોગથી ઘણાં પગલાં લીધા હતાં. તેમણે કહ્યુ હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ જાય ત્યારબાદ ૨૦મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઇવીએમને સતત સીસીટીવીની દેખરેખ હેઠળ રાખવામાં આવશે તેમજ કેન્દ્રિય અર્ધલશ્કરી દળો તેની સુરક્ષા માટે તૈનાત રહેશે.
ુઉલ્લેખનીય છે કે હિમાચલપ્રદેશની વિધાનસભાની ૬૮ બેઠકો માટે કુલ ૪૬.૦૮ લાખ મતદાતાઓ છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઇ છે. ભાજપના વર્તમાન મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલ સતત બીજી વખત ચૂંટણી જીતીને ઇતિહાસ રચવા માગે છે. સામા પક્ષે પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના વિરભદ્રસિંહ પણ ચૂંટણી જીતવા આશાવાદી છે.
હિમાચલમાં ૧૯૭૭ પછી એકપણ વખત કોઇ રાજકીય પક્ષ સતત બે ચૂંટણીઓ જીતી શક્યો નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved