Last Update : 05-November-2012, Monday

 

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ

ગુ્રપ ઈન્સ્યૂરન્સ બિઝનેસમાં ખાનગી વીમા કંપનીઓ આગળ

કુલ વેપારમાં આગળ પડતું સ્થાન જાળવી રાખવા છતાં ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી) ના ગુ્રપ બિઝનેસ (જુથ વીમા વ્યવસાય)માં ગયા વર્ષની સરખામણીએ ૨૫ ટકા ઘટાડો થયો છે. બીજી બાજુ ખાનગી વીમા કંપનીઓના ગ્રુપ બિઝનેસમાં ગયા વર્ષની સરખામણીએ ૧૪ ટકા વધારો થયો છે. ગુ્રપ બિઝનેસમા ંઘટાડો થવાને કારણે એલઆઈસીના કુલ પ્રીમિયમની વસૂલીમાં આ સમયગાળામાં ૪ ટકાનો ઘટાડો થયો છે.
ઈરડાના આંકડા પ્રમાણે ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન એલઆઈસીએ કુલ રૃપિયા ૩૫૩૪૨ કરોડ પ્રીમિયમરૃપે મેળવ્યા હતા જે ગયા વર્ષના આ સમયગાળામાં રૃપિયા ૩૬૭૨૧ કરોડ વસુલાયા હતા. એલઆઈસી દ્વારા ઊતારવામાં આવતા જુથ વીમા વેપાર પર ગંભીર અસર પડી છે. ગયા નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રૃપિયા ૨૧૩૦૩.૪૦ કરોડની સરખામણીએ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં જુથ વીમાનો વેપાર રૃપિયા ૧૬૦૧૬ કરોડનો થયો છે. જ્યારે ખાનગી વીમા કંપનીઓના ેજુથ વીમા વેપાર જે ગયા વર્ષના પ્રથમ છ માસમાં રૃપિયા ૩૫૬૦.૬૦ કરોડ હતો તે ચાલુ વર્ષના આ સમયગાળામાં ૧૪ ટકા વધીને રૃપિયા ૪૦૫૭.૪૧ કરોડ રહ્યો છે.
જુથ વીમા વેપારમાં ઘટાડો ચિંતાની બાબત છે એમ એલઆઈસીના એક અધિકારીએ સ્વીકાર્યુ હતું. ખાનગી વીમા કંપનીઓ મોટી કંપનીઓ, ઉદ્યોગો તથા સંસ્થાઓને જુથ વીમો વેચવાનો વ્યૂહ ધરાવે છે જેમાં તેઓ સફળ થઈ રહી છે. વ્યક્તિગત વીમા કરતા જુથ વીમામાં વધુ લાભ ઓફર કરાઈ રહ્યા હોવાથી લોકોમાં તે આકર્ષક બન્યો છે. એલઆઈસીનો વ્યક્તિગત વીમા વેપાર ગયા વર્ષના પ્રથમ છ મહિનાની સરખામણીએ ૨૫ ટકા વધ્યો છે. ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં રૃપિયા ૧૫૪૧૭.૯૯ કરોડની સામે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં રૃપિયા ૧૯૩૨૫.૫૨ કરોડનુ ં પ્રીમિઅમ વસુલાયું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved