Last Update : 05-November-2012, Monday

 

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

કંપનીઓ દ્વારા મૂડી ખર્ચમાં પણ નોંાૃધપાત્ર ઘટાડો

ઊંચા વ્યાજ દરો અને વધતી જતી નોન-પરફોર્મીંગ એસેટ (એનપીએ)ને પરિણામે બેન્કો માટે નવા પ્રોજેકટો ઓળખી કાઢવાનું મુશ્કેલ બની રહ્યું હોવાથી વર્તમાન નાણાંકીય વર્ષમાં લોનનો વિકાસ દર ઘટીને ૧૪ ટકા રહેવાની ધારણાં રખાઈ રહી છે એટલું જ નહીં નેટ ઈન્ટરેસ્ટ માર્જીન પરનું દબાણ પણ ચાલુ રહેશે.
૨૦૧૨-૧૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાનગી ક્ષેત્રોને મૂડી ખર્ચ માટે ૩૨ બેન્કો દ્વારા લોનની મંજુરી વાર્ષિક ધોરણે ૬૦ ટકા ઘટીને ૮૦ પ્રોજેકટો માટે રૃપિયા ૨૬૮૦૦ કરોડ રહી હતી. ગયા વર્ષના આ સમયગાળામાં બેન્કોએ ૧૩૧ પ્રોજેકટો માટે રૃપિયા ૬૭૭૦૦ કરોડની લોન છૂટી કરી હતી.
જો કે આગલા ત્રિમાસિક ગાળા એટલે કે નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨ના અંતિમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વીસ ટકા વધુ લોન મંજુર કરાઈ હતી. જો કે પ્રોજેકટસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. એક ખાનગી નાણાં સંસ્થા દ્વારા કરાયેલા વિશ્લેષણમાં જણાયું હતું કે આ લોન્સ મોટા કદની હતી. સપ્ટેમ્બર ૨૦૧૨માં નોન-ફૂડ બેન્ક ક્રેડિટમાં વાર્ષિક ધોરણે ૧૫.૯૦ ટકા વધારો થયો હતો જ્યારે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં નોન-ફૂડ બેન્ક ક્રેડિટમાં ૧૮.૭૦ ટકા વૃદ્ધિ થઈ હતી. આજરીતે ઉદ્યોગોના ધિરાણમાં સપ્ટેમ્બર ૨૦૧૨માં ૧૫.૬૦ ટકા વધારો થયો હતો જે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ૨૨.૯૦ ટકા રહ્યો હતો એમ વિશ્લેષણમાં જણાયુ છે.
રસાયણ, સિમેન્ટ તથા પેપર ઉદ્યોગને બાદ કરતા મોટાભાગના ઉદ્યોગોની ધિરાણ વૃદ્ધિ ઘટી છે. નોન-ફૂડ બેન્ક ક્રેડિટનો ધિરાણ વિકાસ દર ૨૦૧૧-૧૨માં ૧૭ ટકા ઘટયો હતો ૨૦૧૦-૧૧માં આ આંક ૨૦.૬૦ ટકા હતો.
મૂડી ખર્ચમાં વધારો કરવા સામે કંપનીઓએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વીજળી, રોડ તથા ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓ મૂડીખર્ચમાં વધારો કરવામાં અનેક પડકારોનો સામનો કરી રહી હોવાનું પણ જણાયું છે. મૂડીખર્ચમાં મંદી છતાં આયોજન પંચે ૧૨મી પંચવર્ષિય યોજનામાં માળખાકીય ક્ષેત્રે ૧ ટ્રિલિયન ડોલરના ઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રાખ્યો છે જે વધુ પડતો જણાય છે કારણ કે વીજળી, સ્ટીલ તથા માર્ગ બાંધકામ ક્ષેત્રે મંદીને જોતા તે સિદ્ધ થાય તેવી શકયતા ઓછી છે. આ ઉપરાંત સરકાર દ્વારા લેવાયેલા વિવિધ સુધારા પગલાં છતાં કંપનીઓના સંચાલકો આર્થિક ક્ષેત્રે સ્થિતિમાં સુધારો થવાની આશા ઓછી રાખે છે. ઈક્વિટી બજાર પણ જોઈએ એટલું સુધર્યું નથી જેનાથી રોકાણકારોનું માનસ બદલાય. આ હકીકતને ધ્યાનમાં રાખતા ચાલુ નાણાંકીય વર્ષમાં ખાનગી બેન્કો ધિરાણમાં ૧૫.૬૦ ટકા અને જાહેર ક્ષેત્રની બેન્કોના ધિરાણમાં ૧૩.૬૦ ટકા વૃદ્ધિ થવાની ધારણાં મુકાઈ રહી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved