Last Update : 05-November-2012, Monday

 

અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ

રાજકોષીય ખાદ્ય ઘટાડવા તમામ પ્રકારના પગલા ભરવા અતિ આવશ્યક ઃ વડાપ્રધાન

નવી દિલ્હી, તા. ૨
વડાપ્રધાન ડો. મનમોહનસિંહ તેમની નવી કેબિનેટની મીટીંગમાં કેટલીક સ્પષ્ટ વાતો કરવા સાથે તે હકીકત પણ સ્વીકારી હતી કે, રાષ્ટ્રનાં અર્થતંત્રની ગતિ ધીમી પડી ગઈ છે. આ સાથે તેઓએ તેમ પણ જણાવ્યું હતું કે રાજકોષથી ખાદ્ય અને અર્થતંત્રની ધીમી પ્રગતિ બંને આંતરિક તેમજ વિદેશી રોકાણો માટે અવરોધકરૃપ બની રહ્યાં છે.
વિશ્વના વ્યાપક વિસ્તારો મંદીમાં સપડાયા હોવા છતાં આપણે જે કંઈ પ્રગતિ કરી શકયાં છીએ તે પણ સરાહના યોગ્ય છે તેમ કહી વડાપ્રધાને તેમનાં પ્રધાન મંડળના સભ્યોને થોડો સહયારો પણ આપ્યો હતો સાથે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા કરતાં તેઓએ કહ્યું હતું કે, વૈશ્વિક પરિસ્થિતિને લીધે આપણી નિકાસો ઘટી છે સાથે રાજકોષીય ખાદ્ય પણ વધી છે. આ ખાદ્ય દૂર કરવી જ પડે કારણ કે તે એટલી ઊંચી ગઈ છે કે તેથી આંતરિક તેમજ વિદેશી રોકાણોમાં અવરોધ આવી રહ્યો છે.
આ બધી બાબતોની આપણાં અર્થતંત્ર ઉપર બહુવિધ્ ઋણાત્મક અસર પણ થઈ રહી છે. અને તેથી સરકારનાં વિવિધ વિભાગોની કાર્યવાહી ઉપર પણ અસર પડી જ છે. તેમ પણ તેમણે કહ્યું હતું.
આમ છતાં નીરાશ થવાની જરૃર નથી, તેમ હિંમતપૂર્વક જણાવતાં મનમોહનસિંહ તેમના પ્રધાન મંડળના સાથીઓને રાષ્ટ્ર સમક્ષ ઉપસ્થિત થયેલા પડકારોનો સામનો કરી તેને પહોંચી વળવાનું આહ્વન આવતાં પડકારોનો સામનો કરવા માટે બમણા પ્રયત્નો હાથ ધરી શાસન સુધારવા માટે પણ અનુરોધ કર્યો હતો.
સામાજિક અને આર્થિક નીતિઓમાં પરિવર્તવ કરવામાં રાષ્ટ્ર ગણનાપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેમ કહેતાં તેઓ પાયાનાં અર્થતંત્ર (ઈન્ફાસ્ટ્રક્ચર) ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો.
ઈન્ફાસ્ટ્રક્ચર (પાયાનું અર્થતંત્ર) આપણી કાર્યસૂચિમાં ટોચના સ્થાને રહેવું જોઈએ અને આ માટે બહુવિધ સ્તરે ધ્યાન કેન્દ્રિત કરવું પણ અનિવાર્ય છે. આથી જ, ૧૨મી પંચવર્ષીય યોજનામાં સરકારે આ ક્ષેત્રે ૧ ખર્વ ડોલર જેટલું મૂડી રોકાણ કરવું પડે તેમ છે. અને આ કારણસર જ આપણે મૂડી રોકાણમાં અવરોધ ઊભાં કરતાં પરિબળોને પહોંચી વળવા પણ અનિવાર્ય છે. તેમ પણ તેઓએ આ કેબિનેટ મીટીંગમાં જણાવ્યું હતું.
ેદેશની આર્થિક પ્રગતિમાં ઊભાં થતાં અવરોધક પરિબળો વિષે સ્પષ્ટતા કરતાં આ ખ્યાતનામ અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે ઊર્જા પૂરવઠાની વ્યવસ્થા, સલામતી પર્યાવરણીય મંજૂરી તથા નાણાંકીય મુશ્કેલીઓ પ્રગતિમાં અવરોધક બની રહ્યાં છે. તે ઉપરાંત માંગ અને પૂરવઠા વચ્ચે સતત વધી રહેલો તફાવત પણ આપણા વિકાસમાં અવરોધ ઊભો કરે છે. કરન્ટ એકાઉન્ટમાં વધી રહેલ ફીસ્કલ ડેફીસટ (રાજકોષીય ખાદ્ય) પાછળનું મહત્વનું કારણ ખોરવાયેલી વ્યાપાર-તુલા (બેલેન્સ ઓફ પેમેન્ટ) પણ છે.
આ સાથે મનમોહનસિંહે કહ્યું હતું કે, આ તમામ મુદ્દાઓ અંગે આપણે સમાન મંતવ્યો તૈયાર કરી એવી પદ્ધતિ સાથે મળીને શોધી કાઢવી પડશે કે જેથી તેનો ઉકેલ આવે. વિશેષ, આપણે આ બધી ગંભીર ઉણપોને પ્રાથમિક્તાનાં ધોરણે જ હલ કરવી પડશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved