Last Update : 05-November-2012, Monday

 

દિવાળી પૂર્વે ઝવેરીબજારમાં મંદીનો મોટો આંચકો લાગ્યો
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા

સોનાના બિસ્કીટ બે દિવસમાં રૃ.૫૫૦૦ તૂટયાઃ વિશ્વબજારમાં કડાકોઃ ઔદિલ્હીમાં ચાંદીની વિકલી ડિલીવરી ઘટી રૃ.૫૮૦૦૦ની અંદર જતી રહી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે મંદીનો તીવ્ર આંચકો લાગતાં ભાવોમાં મોટા ગાબડાં પડયા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના જે શુક્રવારે રૃ.૩૦૭૪૫ બંધ રહ્યા હતા તે શુક્રવારે મોડી સાંજે તૂટીને રૃ.૩૦૫૦૦ બોલાયા પછી આજે વધુ ઘટી રૃ.૩૦૩૮૦ બંધ રહ્યા હતા. આમ આજે ભાવો વધુ રૃ.૩૬૫ તૂટયા હતા. આજ રીતે સોનાના ૯૯.૯૦ના ભાવો જે શુક્રવારે રૃ.૩૦૮૮૫ બંધ રહ્યા પછી શુક્રવારે મોડી સાંજે ઘટીને રૃ.૩૦૬૫૦ બોલાઈ આજે વધુ ઘટી રૃ.૩૦૫૦૦ બંધ રહ્યા હતા જે રૃ.૩૮૫નો નવો ભાવ ઘટાડો દર્શાવતા હતા. આજ રીતે ચાંદીના ભાવો ૯૯૯ના કિલોના જે શુક્રવારે રૃ.૬૦૧૯૦ બંધ રહ્યા હતા તે શુક્રવારે મોડી સાંજે તૂટીને રૃ.૫૯૫૦૦ બોલાયા પછી આજે વધુ તૂટી રૃ.૫૯૦૦૦ની અંદર જતા રહી આજે બંધ રૃ.૫૮૭૮૦ બંધ રહ્યા હતા. જે રૃ.૧૪૧૦નો નવો કડાકો બતાવતા હતા.
વિશ્વબજારની ઝડપી મંદીના પગલે મુંબઈમાં બે દિવસમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૫૬૦થી ૫૭૫ તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવો કિલોના બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટયા છે. સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો બે દિવસમાં આશરે રૃ.૫૫૦૦ જેટલા તૂટયા છે. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના જે તાજેતરમાં અમેરિકામાં આવેલા સેન્ડી સ્ટોર્મને પગલે વધીને ઉંચામાં ૧૭૨૬થી ૧૭૨૭ ડોલર થઈ ગયા હતા તે ત્યાર પછી ઝડપી તૂટી રૃ.૧૭૦૦ ડોલરની અંદર જતા રહી છેલ્લે ૧૬૭૭.૫૦થી ૧૬૭૮ ડોલર રહ્યાના સમાચારો હતા. અમેરીકામાં રોજગારીની તકોનું વધુ સર્જન થતાં વિશ્વબજારમાં હવે ડોલર મજબૂત બનવાની આશાએ વિશ્વબજારમાં સોનામાં ઉંચા ભાવે હેજફંડોની વ્યાપક વેચવાલી નિકળ્યાના સમાચારો હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવો પણ ઝડપી ઘટી ઔંશના પ્રથમ તબક્કે ૩૨ ડોલરની અને ત્યાર પછી ૩૧ ડોલરની સપાટી તોડી સપ્તાહના અંતે રૃ.૩૦.૯૭થી ૩૦.૯૮ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજાર તૂટી જતાં ઘરઆંગણે સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થતાં હાજર બજારમાં દિવાળી ટાંકણે આવકો વધતાં માનસ વેંચવાનું રહ્યું હતું. ભાવો નીચા આવતાં દિવાળી પૂર્વે સોના-ચાંદીમાં મોસમી માંગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. મુંબઈમાં આજે મોડી સાંજે ચાંદીના ભાવો રૃ.૫૮૮૦૦થી રૃ.૫૮૯૦૦ રહ્યા હતા જ્યારે કેશમાં ભાવો રૃ.૫૮૩૦૦ બોલાયા હતા. સોનાના ભાવો છેલ્લે ૯૯.૫૦ના રૃ.૩૦૪૦૦, ૯૯.૯૦ના રૃ.૩૦૫૫૦ તથા ૧૦ તોલાના બિસ્કીટના રૃ.૩૫૭૦૦૦ બોલાઈ રહ્યા હતા. દિલ્હીબજારમાં આજે ચાંદીના હાજર ભાવો રૃ.૧૫૦૦ ઘટી રૃ.૫૮૦૦૦ રહ્યા હતા જ્યારે ત્યાં ચાંદી વિકલી ડિલીવરીના ભાવો રૃ.૧૬૬૫ તૂટી રૃ.૫૮૦૦૦ની અંદર જતા રહી રૃ.૫૭૬૩૫ બોલાયાના સમાચારો હતા. વિશ્વબજારમાં મહિના પૂર્વે સોનાના ભાવો ઉંચામાં ૧૭૯૭થી ૧૭૯૮ ડોલર આસપાસ બોલાયા હતા તે એક મહિનામાં ૧૨૦થી ૧૨૫ ડોલર તૂટી ગયા છે. વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટી ૧૬૭૭થી ૧૬૭૮ ડોલર બોલાયા છે અને હવે ૧૬૫૦ ડોલરની સપાટી નીચામાં મહત્ત્વની મનાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved