Last Update : 05-November-2012, Monday

 

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે

શ્રી રાયલસીમા આલ્કલીઝ ચોખ્ખા નફામાં ૭૭ ટકા વધારો, પ્રમોટર્સ દ્વારા ૯ ટકા ઇક્વિટી ૧.૧૨ કરોડ શેરો શેરદીઠ રૃા. ૧૦ ભાવે મેળવી હોલ્ડિંગ ૫૦ ટકા કરવાનો નિર્ણય, અપેક્ષીત ઇપીએસ રૃા. ૫.૨૬ અને બુક વેલ્યુ રૃા. ૩૫.૨૩ની સામે માત્ર રૃા. ૧૧.૬૮ ભાવે બીએસઇ પર ઉપલબ્ધ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત મંગળવારે ધિરાણ નીતિની સમીક્ષામાં સમતુલન બતાવી સીઆરઆરમાં અપેક્ષીત ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને આર્થિક વિકાસને આંચ ન આવે એ માટે ટોકનરૃપ પગલું તો લીધું, પરંતુ અન્ય પ્રમુખ દરોને જાળવી રાખીને તહેવારો સમયે મોંઘવારી વધુ ન ભડકે અને ગુજરાત- હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ સમયે પ્રજા વધુ ન વિફરે એ માટે ફુગાવાનું જોખમ દર્શાવી ફુગાવાનો ચાલુ વર્ષ માટેનો અંદાજ વધારવા સાથે આર્થિક વિકાસ- જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડીને મૂકી દર્શાવેલી સાવચેતી પ્રથમ નજરે અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમે બતાવેલી નારાજગીને જોતાં સેન્ટીમેન્ટને ખરડાવનાર નીવડશે એવું દેખાતું હતું. પરંતુ આ સમીક્ષાના એક દિવસ પૂરતા પ્રત્યાઘાતી આંચકા બાદ સરકારના એકલા આર્થિક વિકાસ માટે આગળ વધારવાના નાણા પ્રધાને દર્શાવેલા નિર્ધાર તેમજ કોર્પોરેટ પરિણામો ધારણાથી સારા નીવડતા અને ઓટોમોબાઇલ કંપનીઓએ ઓક્ટોબરના તહેવારની સીઝનની શરૃઆતના મહિનામાં વાહનોના વેચાણમાં અપેક્ષાથી ઉંચી વૃદ્ધિએ ફરી તેજીનો પવન ફૂંકાઇ જઇ ફંડો, ઇન્વેસ્ટરોને નવું જોમ પૂરુ પાડી સપ્તાહના અંતે બજારને ફરી તેજીના પંથે લાવી દીધું છે.
FMનંુ એફઆઇઆઇ સાથે વધુ ફાઇન ટયુનીંગ ઃ રીટેલ ક્ષેત્રે RBI દ્વારા FDI સંબંધિ અપેક્ષીત ફેરફારો, 'ગાર'નો અંતિમ ડ્રાફ્ટ બજારમાં તેજીનો વ્યાપક ઝગમગાટ લાવશે!
રિઝર્વ બેંકે નાણા પ્રવાહિતામાં કરેલા વધારા સાથે બેંકો, નાણા સંસ્થાઓએ પણ ફરી બિઝનેસ પ્રવૃત્તિ વધારવા પાછલા દિવસોમાં વ્યાજ દરોને હળવા કર્યા બાદ હવે તહેવારોની સીઝનમાં ડિસ્કાઉન્ટો ઓફર કરતા રહી રીયલ એસ્ટેટ, ઓટો, કન્ઝ્યુમર ડયુરેબલ્સ બજારોને ફરી ધમધમતા કરવાના પોઝિટીવ પગલાં લઇ આર્થિક વૃદ્ધિના એન્જિનને ફરી ફાસ્ટ ટ્રેક ફર લાવવા નાણા પ્રધાન પી. ચિદમ્બરમ અને વડા પ્રધાન મનમોહન સિંહના તાજેતરના આર્થિક સુધારાના અનેક પગલાંને જરૃરી સપોર્ટ આપ્યો છે. નાણા પ્રધાને પણ એફઆઇઆઇને 'ગાર' જનરલ એન્ટિ- અવોઇડન્સ રૃલ્સ મુદ્દે ધરપત કરાવ્યા બાદ હવે સુપ્રિમ કોર્ટના આદેશથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મુદ્દે જરૃરી ફેરફારો ટૂંક સમયમાં જાહેર કરીને બજારના સેન્ટીમેન્ટને વધુ સુધારી સંવત ૨૦૬૮ના અંતિમ સપ્તાહમાં તેજીનો વ્યાપક ઝગમગાટ ફેલાવતા પગલાં જાહેર થાય તો નવાઇ ન પામશો.
ભારતીય બજારો ઐતિહાસિક મોટી તેજીના ઉંબરે ઃ રાકેશ ઝુનઝુનવાલા, શંકર શર્મા, મધુસુદન કેલાનું મોટી તેજીનું ધ્યાન
નાણા પ્રધાન પી. ચિદમ્બરમના પુનરાગમન બાદ દેશના સુસ્ત અર્થતંત્રને ફરી ધમધમતું કરવાના સરાહનીય આર્થિક સુધારાના પગલાં સાથે દેશની આર્થિક ગ્રોથ સ્ટોરીમાં પુનઃ વિશ્વાસ મૂકનાર એફઆઇઆઇની શેરોમાં ખરીદી વધી છે. વધુ એફઆઇઆઇઝને વિશ્વાસ વધે એ માટે એફએમના ફાઇન ટયુનીંગ બાદ હવે વિખ્યાત ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા અને મોટા ખેલાડી ફર્સ્ટ ગ્લોબલના શંકર શર્માએ પણ અત્યાર સુધી નહીં જોવાયેલી મોટી તેજીની કગાર પર આપણે હોવાનું તેમજ રિલાયન્સ કેપિટલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ મધુસુદન કેલાએ પણ ભારતીય બજારો તેજીના પથ પર જ હોવાનું અને ૫૦ ટકા તેજીના માઇલસ્ટોને હોવાના આપેલા મતને ધ્યાનમાં લેતા ફરી શેરબજારમાં મોટી તેજીનો તખ્તો ગોઠવાઇ ગયાના સંકેત મળી રહ્યા છે.
સંસદના ૨૨, નવેમ્બરથી શીયાળું સત્રમાં કંપનીઝ બિલ, પેન્શન બિલ, બેંકિંગ સુધારા બિલ પસાર થવાની અપેક્ષો
બજાર માટે મહાખેલાડીઓના બદલાયેલા મોટી તેજીના ધ્યાન સાથે રાજકીય મોરચે પણ સતા પક્ષ અને વિરોધ પક્ષોએ કૌભાંડો-ભ્રષ્ટાચાર મુદ્દે કાંચના ઘરમાં રહી એક બીજા પર પથ્થરમારો કર્યા બાદ હવે સંસદના ૨૨, નવેમ્બરથી શરૃ થનારા શીયાળું સત્રમાં દેશના આર્થિક વિકાસ હિતમાં સાથે મળીને અટવાઇ પડેલા જરૃરી આર્થિક સુધારા પસાર કરી શીયાળું સત્ર વેડફશે નહીં એવી અપેક્ષા રાખી શકાય. સંસદના ૨૦, ડિસેમ્બર સુધી અપેક્ષીત ચાલુ રહેનાર શીયાળું સત્રમાં કંપનીઝ બિલ, પેન્શન ફંડ મુદ્દે પીએફઆરડીએ બિલ અને બેંકિંગ લો (અમેન્ડમેન્ટ) બિલ પસાર થઇ શકશે એવી અપેક્ષા છે.
ડાર્ક હોર્સ ઃ શ્રી રાયલસીમા આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ
રૃા. ૧૦ પેઇડ અપ, માત્ર બીએસઇ લિસ્ટેડ (૫૦૭૭૫૩) શ્રી રાયલસીમા આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, જે TGV GROUP ની ફ્લેગશીપ કંપની છે, એ ક્લોર-આલ્ક્લીઝ પ્રોડક્ટસ, કેસ્ટર-એરંડા ડેરીવેટીવ્ઝ, ફેટ્ટી એસીડસના મેન્યુફેક્ચરીંગ અને ૨૮ મેગાવોટ કર્મશીયલ પાવર પ્રોજેક્ટ ધરાવતી કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને સીઇઓ શ્રી કે. કરૃનાકર રાવે શુક્રવારે ૨, નવેમ્બર, ૨૦૧૨ના સાંજે ગુજરાત સમાચાર સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે, કંપની ચાલુ સંપૂર્ણ નાણાકીય વર્ષમાં ચોખ્ખા નફામાં ઓછામાં ઓછી ૫૦ ટકાની વૃદ્ધિ નોંધાવી શકશે. કંપનીએ ડેફર્ડ ટેક્ષની જોગવાઇ હજુ કરવાની બાકી છે, જે વર્ષના અંતે રૃા. ૭.૮૯ કરોડ કરવાની હોવાથી વર્ષાંતે કંપનીના પરિણામોમાં નફાશક્તિમાં અસર જોવાશે. કંપની સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં ટર્નઓવર રૃા. ૯૫૦ કરોડથી રૃા. ૧૦૦૦ કરોડ નોંધાવી શકશે. નિકાસ ક્ષેત્રે કંપનીને ચાલુ સંપૂર્ણ વર્ષમાં રૃા. ૧૦૦ કરોડની આવકનો અંદાજ છે. બજાર ભાવ સ્થિતિ કોસ્ટિક સોડાની વર્તમાન સ્તરે જળવાઇ રહેવાના અંદાજોએ ઉપરોક્ત આવક અનુમાન છે, જેમાં સુધારાના સંજોગોમાં કંપનીની આવક- નફાશક્તિમાં વધારો થઇ શકશે. કંપનીની અત્યારે કોસ્ટિક સોડાની ઉત્પાદન ક્ષમતા ૧,૫૭,૦૦૦ ટન, ક્લોરીનની ૧,૪૦,૦૦૦ ટન અને હાઇડ્રોક્લોરીક એસીડની ૧,૧૦,૦૦૦ ટનની છે.
કંપની ISO : 9001, ISO 14001, OSHAS 18001 સર્ટીફાઇડ હોવાથી સ્થાનિક અને નિકાસ બજારોમાં વેચાણ સરળતાથી કરી રહી છે. આ સિવાય કંપની Bipolar member cell Technology- Italy અને Costozionni Mecconiche Bennardini (CMB) Technology- Italy ની ટેક્નોલોજી ધરાવતી હોઇ ગુણવતા પ્રતિષ્ઠામાં ઉમેરો કરે છે. કંપની વિવિધ નેશનલ એવોર્ડસ યુનીટી, સેફ્ટી, સાઇન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ, એનર્જી કર્ન્ઝવેશન, એન્વાયર મેન્ટલ પ્રોડક્શન સહિતના ૧૬ એવોર્ડ મેળવેલ છે. કંપની TGV Group ની અન્ય કંપનીઓ શ્રી રાયલસીમા હાઇ-સ્ટ્રેન્થ હાઇપો લિમિટેડ અને એસઆરએચઆઇએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઇક્વિટી હિસ્સો ધરાવે છે. આ સ વિાય ગુ્રપની અનલિસ્ટેડ કંપનીઓ શ્રી રાયલસીમા ગેલેક્સી પ્રોજેક્ટસ લિ, શ્રી મારૃતી મરીન ઇન્ડસ્ટ્રીઝ લિ. અને ટીજીવી સિક્યુરિટીઝ લિમિટેડ કંપનીઓ સાથે ટીજીવી પ્રોજેક્ટસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા.લિ. બ્રિલીયન્ટ બાયો ફાર્મા પ્રા.લિ., ટીજીવી ફાર્મા પ્રા.લિ., ગૌરી ગોપાલ હોસ્પિટલ પ્રા.લિ. ધ મૌર્ય ઇન હોટલ્સ, લક્ષ્મી વેંક્ટેશ ટીજી કોલેજ ઓફ ફિઝીયોથેરપી, લક્ષ્મી વેંક્ટેશ ટીજી કોલેજ ઓફ નર્સિંગ ધરાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં રૃા. ૬૬.૫૫ કરોડના ખર્ચ થકી વિસ્તરણ કર્યું છે. ચાલુ વર્ષમાં કંપનીની મૂડી ખર્ચની કોઇ યોજના નહીં હોવાનું એક્ઝિક્યુટીવ ડિરેક્ટરે જણાવ્યું હતું.
ફિનિશ્ડ પ્રોડક્ટસ બજાર ભાવ ઃ કોસ્ટિક સોડા લાયના ભાવ પ્રથમ ત્રિમાસિકમાં સરેરાશ ૨૫ ટકા, બીજા ત્રિમાસિકમાં ૩૩.૦૬ ટકા વધ્યા છે. છ મહિનામાં સરેરાશ ૨૯ ટકા વધ્યા છે. જ્યારે કોસ્ટિક સોડા કેકના ભાવ પ્રથમ ત્રિમાસિકમાં સરેરાશ ૩૫.૪૨ ટકા વધ્યા છે. આમ કોસ્ટિક સોડાના સરેરાશ ભાવ પ્રથમ છ મહિનામાં ઉપર રહેવાથી કંપની શ્રેષ્ઠ નફો નોંધાવી શકી છે. મુંબઇમાં કોસ્ટિક સોડાના કીલોગ્રામ દીઠ ભાવોની સ્થિતિ ૩, જાન્યુઆરી ૨૦૧૧ના રૃા. ૨૩.૭, ૧, એપ્રિલ ૨૦૧૧ના રૃા. ૨૫.૮, ૩૧, ઓક્ટોબર ૨૦૧૧ના રૃા. ૨૯.૯, ૨ જાન્યુઆરી ૨૦૧૨ના રૃા. ૩૩.૩, ૨ એપ્રિલ ૨૦૧૨ના રૃા. ૩૫.૩, ૩૧ ઓક્ટોબર ૨૦૧૨ના રૃા. ૩૯.૩ રહ્યા છે.
પ્રમોટર્સ ઇક્વિટી ઇન્ક્રીમેન્ટ ઃ ૪, ઓક્ટોબર ૨૦૧૨ના એક મહિના અગાઉ એજીએમમાં રીઝોલ્યુશન થકી કંપનીમાં પ્રમોટર્સને ૧,૧૨,૨૭,૫૬૦ કર્ન્વટીબલ શેર વોરંટસ એક કરોડ બાર લાખ સત્યાવીશ હજાર પાંચસો સાઇઠ જેમાંથી દર નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩, વર્ષ ૨૦૧૩-૧૪, વર્ષ ૨૦૧૪-૧૫માં દર વર્ષે ૩૭,૪૨,૫૨૦ શેરો ભાવ રૃા. ૧૦થી કન્વર્ટ કરવાના આવશે. ટૂંકમાં પ્રમોટર્સ દ્વારા ૧૬.૬૩ ટકા ઇક્વિટી રૃા. ૧૦ના ભાવે એક મહિના અગાઉ જ મેળવવાનો નિર્ણય લીધો છે. જેથી પ્રમોટર્સ હોલ્ડિંગ ૪૧.૫૮ ટકાથી ૯ ટકા વધીને ૫૦ ટકા થઇ જશે.
વર્તમાન ઇક્વિટી હોલ્ડિંગ ઃ હાલ પ્રમોટર્સ પાસે ૪૧.૫૮ ટકા, આઇએફસીઆઇ પાસે ૨૦.૩૦ ટકા, આઇડીબીઆઇ બેંક હસ્તક ૯.૭૯ ટકા, એચએનઆઇ, કોર્પોરેટ બોડી વગેરે પાસે ૧૪.૮૯ ટકા અને બાકી ૧૩.૪૪ ટકા આમ જનતા પાસે ઉપલબ્ધ છે.
બુક વેલ્યુ ઃ વર્ષ ૨૦૦૮માં રૃા. ૧૯.૭૭, વર્ષ ૨૦૦૯માં રૃા. ૨૩.૮૧, વર્ષ ૨૦૧૦માં રૃા. ૨૫.૮૯, વર્ષ ૨૦૧૧માં રૃા. ૨૭.૯૧, વર્ષ ૨૦૧૨માં રૃા. ૨૯.૯૭ અને વર્ષ ૨૦૧૩માં અપેક્ષીત રૃા. ૩૫.૨૩.
નાણાકીય પરિણામ ઃ (૧) માર્ચ ૨૦૧૨ના પૂર્ણ થયેલા વર્ષમાં વેચાણ રૃા. ૮૫૨.૩૨ કરોડ મેળવી ચોખ્ખો નફો રૃા. ૧૩.૮૮ કરોડ નોંધાવી શેરદીઠ આવક (ઇપીએસ) રૃા. ૨.૦૩ હાંસલ કરી હતી. (૨) ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક જૂન, ૨૦૧૨ અંતે વેચાણ રૃા. ૨૧૯ કરોડ, ચોખ્ખો નફો રૃા. ૯.૬૫ કરોડ થકી ઇપીએસ રૃા. ૧.૪૩ (૪.૪૦ ટકા નેટ પ્રોફીટ માર્જીન-એનપીએમ) નોંધાવી હતી. (૩) બીજા ત્રિમાસિક સપ્ટેમ્બર ૨૦૧૨ના વેચાણ ૨૪.૮૦ ટકા વૃદ્ધિએ રૃા. ૨૩૯.૫૯ કરોડ, ઓપરેટીંગ નફો ૫૨.૫૩ ટકા ઉછાળાએ રૃા. ૨૧.૦૧ કરોડ અને ૪.૩ ટકા એનપીએમ થકી ચોખ્ખો નફો ૭૭.૭૨ ટકા ઉછાળાએ રૃા. ૧૦.૨૯ કરોડ (૪.૩ ટકા એનપીએમ) મેળવી ઇપીએસ રૃા. ૧.૫૧ (૪) પ્રથમ છ મહિનામાં વેચાણ સરેરાશ ૧૧ ટકા વૃદ્ધિએ રૃા. ૪૫૮.૫૯ કરોડ, ઓપરેટીંગ નફો સરેરાશ ૩૧.૮૦ ટકા વૃદધિએ રૃા. ૪૦.૮૨ કરોડ અને ચોખ્ખો નફો ૪.૩૫ ટકા એનપીએમ થકી રૃા. ૧૯.૯૪ કરોડ મેળવી ઇપીએસ ગત વર્ષની પૂર્ણ વર્ષની રૃા. ૨.૦૩ સામે પ્રથમ છ મ હિનામાં જ રૃા. ૨.૯૪ની નોંધાવી દીધી છે. (૫) કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટરના કહ્યાનુસાર રૃા. ૧૦૦૦ કરોડનું અપેક્ષીત વેચાણને ૪.૩૫ ટકા એનપીએમ થકી રૃા. ૪૩.૫૦ કરોડ અને ઇપીએસ રૃા. ૬.૪૪ની અપેક્ષીત, જેમાંથી ડેફર્ડ ટેક્ષ જવાબદારી અદાયગી રૃા. ૭.૯૮ કરોડની બાદ કરતાં ચોખ્ખો નફો રૃા. ૩૫.૫૨ કરોડ થકી ઇપીએસ રૃા. ૫.૨૬ની અપેક્ષીત છે. જેથી બુકવેલ્યુ રૃા. ૩૫.૨૩ની નોંધાવી શકશે.
સારાંશ ઃ (૧) TGV ગુ્રપની, ઇટાલીની ટેક્નોલોજી ધરાવતી, આઇએસઓ ૧૪૦૦૧, ઓએસએચએએસ ૧૮૦૦૧ અને આઇએસઓ ૯૦૦૧ સર્ટીફાઇડ તથા ૧૬ નેશનલ એવોર્ડ વિજેતા (૨) પ્રમોટર્સ પોતે એક મહિના અગાઉ ૧.૧૨ કરોડ શેરો રૃા. ૧૦ ભાવે દર વર્ષે ૩૩ ટકા ફાળવણી મેળવવાનો નિર્ણય થકી પ્રમોટર્સ શેર હોલ્ડિંગ ૪૧.૬૮ ટકાથી ૯ ટકા વધારી ૫૦ ટકા ધરાવશે. (૩) ફિનિશ્ડ પ્રોડક્ટસની બજાર સરેરાશ ૩૨.૨૧ ટકા વધવી (૪) અપેક્ષીત બુક વેલ્યુ રૃા. ૩૫.૨૩ અને (૫) અપેક્ષીત ઇપીએસ ગયા વર્ષના ડેફર્ડ ટેક્ષની રૃા. ૭.૮૯ કરોડની જોગવાઇ ન ગણીએ તો ઇપીએસ- શેર દીઠ આવક રૃા. ૬.૪૪ની અને ડેફર્ડ ટેક્ષ ગણતરીમાં લીધા બાદ રૃા. ૫.૨૬ની ઇપીએસ અપેક્ષીત છે. જે રૃા. ૬.૪૪ પ્રમાણે ૧.૮૧ના પી/ઇએ અને રૃા. ૫.૨૬ પ્રમાણે માત્ર ૨.૨૨ના પી/ઇએ ઉપલબ્ધ છે. જેને માત્ર પાંચનો પી/ઇ આપીએ તો પણ ભાવ રૃા. ૩૨, નીચામાં રૃા. ૨૬ને પહોંચી શકનાર હાલ બીએસઇ પર માત્ર રૃા. ૧૧.૬૮ ભાવે ઉપલબ્ધ છે. જેના પ્રમોટર્સ પોતે ૯ ટકા ઇક્વિટી ખરીદતા હોય તે માટે બીજુ શું કહેવું?
મહત્વના કોર્પોરેટ પરિણામોએ સેન્સેક્ષ ૧૮૯૬૬થી ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીનો વ્યાપક ઝગમગાટ જોવાશે
સંવત ૨૦૬૮ લગભગ આગામી સપ્તાહ પૂરુ થનાર હોઇ મહત્વના કોર્પોરેટ પરિણામોના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬થી ૧૮૫૧૧ વચ્ચે અને નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમતા જોવાશે. જ્યારે રીટેલ રોકાણકારોનો બજાર પ્રત્યે વિશ્વાસ પુનઃ કાયમ થાય એ દિશામાં અપેક્ષીત પગલાં સાથે સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીનો વ્યાપક ઝગમગાટ જોવાઇ શકશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved