Last Update : 05-November-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૪-૧૧-૨૦૧૨, રવિવાર
આસોવદ પાંચમ- સારંગપુર કષ્ટભંજન હનુમાનજીનો પાટોત્સવ
''ગુજરાત સમાચાર''ના વાત્સલ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૩ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૩૫ મિ. (સૂ) ૭ ક. ૩૨ મિ. (મું) ૭ ક. ૨૯ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ) રાશિ આવશે.
નક્ષત્રઃ- આદ્રા સાંજના ૫ ક. ૩૨ મિ. સુધી પછી પુનર્વસુ
ગોચર ગ્રહઃ- સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૃ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મિથુન.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ. કા. ૧૩
માસ-તિથિ-વારઃ આસોવદ પાંચમને રવિવાર
''ગુજરાત સમાચાર''ના વાત્સ્લ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ.
- સારંગપુર કષ્ટભજન હનુમાનજીનો પાટોત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૧૯ રોજ ફરવરદીન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં વધારાના કામ માટે વ્યસ્ત રહેવું પડે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સીઝનલ ધંધો-આવક થઈ શકે.

 

વૃષભ ઃ પરિવાર માટે ખર્ચ ખરીદી થાય. બહાર જવાનું થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. તમે જેમને યાદ કરતા હોય તેમને મળવાનું થાય.

 

મિથુન ઃ કાર્ય સફળતાથી હળવાશ, રાહત અનુભવો. સીઝનલ નોકરી, સીઝનલ ધંધો આજે સાનુકૂળતાવાળો રહે. વધારાનું કામ ઉકેલાય.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામ અંગે, નાણાંકીય વ્યવહાર અંગે તેમજ સગા સંબંધી-મિત્રવર્ગના પ્રશ્ને આપને શાંતિ-રાહત જણાય નહીં.

 

સિંહ ઃ સીઝનલ નોકરી, સીઝનલ ધંધો કામની વ્યસ્તતામાં વધારો કરે. પુત્ર પૌત્રાદિક માટે, પરિવાર માટે વધારાની ખર્ચ ખરીદી થાય.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામ અંગે, પરિવારના કામ અંગે આપને બેચેની-વ્યગ્રતા અનુભવાય. મૌન રાખવું, ઉતાવળ-ગુસ્સો કરવો નહીં.

 

તુલા ઃ આપના રોજીંદા કામ સિવાય નોકરી-ધંધામાં તેમજ પરિવારના કામ માટે વ્યસ્ત રહેવું પડે. પરંતુ રસ્તામાં, બજારમાં, ખરીદીમાં જાગૃતિ રાખવી.

 

વૃશ્ચિક ઃ આજે પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. આરોગ્યની કાળજી રાખવી, વાહન ધીમે ચલાવવું, પૈસા પાકીટનું ધ્યાન રાખવું.

 

ધન ઃ પત્ની-સંતાન-પરિવારના કામમાં ચિંતા-વ્યસ્તતા રહે. વધારાના કામમાં, નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે.

 

મકર ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. આવક થાય.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં, ઘર પરિવારના કામમાં ચિંતા-ઉચાટ રહે. શું કરવું ? તેની ચિંતા-મુંઝવણ અનુભવો. શાંતિ રાખવી પડે.

 

મીન ઃ આપના અંગત કામમાં, ઘર પરિવારના, સંતાનના કામમાં ચિંતા-ઉચાટ-ખર્ચ અનુભવાય. નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૪-૧૧-૨૦૧૨, રવિવાર

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષારંભે પત્ની-સંતાન-પરિવારના પ્રશ્ને ચિંતા-ખર્ચ રહે. જાહેર સંસ્થાકીય કામકાજમાં, આક્ષેપ અપયશ-વિવાદથી સંભાળવું પડે. નોકરી-ધંધામાં કામકાજ કરો પરંતુ આનંદ-ઉત્સાહ-સંતોષ જણાય નહીં.

 

* વર્ષારંભે નોકરીમાં, ધંધામાં તમારી પ્રગતિ, લાભ-ફાયદો અવરોધાય. હરિફવર્ગ ખટપટ ઈર્ષા કરનારના કારણે તમે પરેશાની ભોગવો. સરકારી, ખાતાકીય, કાનૂની પ્રશ્નમાં ફસામણી થાય નહીં તેની તકેદારી, સાવધાની રાખવી.

 

* વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે રાહતવાળો શરૃ થશે. પુત્ર પૌત્રાદિકના- પરિવારના કામમાં, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા શરૃ થાય. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પ્રેમ-મિત્રતા-લાગણીના સંબંધમાં નિકટતા જણાય.

 

* સ્ત્રીવર્ગને અવારનવાર શારીરિક-માનસિક તકલીફ છતાં વર્ષનો ઉત્તરાર્ધ સાનુકૂળતાનો રહે. પરિવારની પ્રગતિથી આનંદ રહે.

 

* વિદ્યાર્થીવર્ગને વર્ષ દરમ્યાન ખર્ચ વધે પરંતુ વિદ્યાભ્યાસની મહેનત સાર્થક થાય.

 

સુપ્રભાતમ્

- પૂરો વિશ્વાસ રાખનારને છેતરવામાં શી હોંશિયારી છે? ખોળામાં આવીને સૂનારાને હણવામાં શી બહાદુરી ?

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

બે વાઘ જંગલમાં આરામ કરી રહ્યા હતા. એવામાં ત્યાંથી એક સસલુ નીકળ્યું. સસલું નીકળવાનો અવાજ સાંભળીને એક વાઘે બીજાને પૂછ્યું, ''શું છે?''
''કંઈ નહીં'', બીજો વાઘ બોલ્યો, ''ફાસ્ટ ફુડ છે.''

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved