Last Update : 03-November-2012, Saturday

 

મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?

- સ્ત્રીઓ વાહન હંકારવામાં ટૂંકી પડે એ સાબિત કરવા માટે કોઈ સર્વે તો નથી, પણ પુરુષ ઉપરાંત મહિલાઓએ પણ આ અનુભવ કર્યો જ હશે.

સાદગી ના મિલેગી દોબારા'માં સ્પેનમાં કલ્કી કોચલિનના ડ્રાઇવિંગથી અકળાયેલા હૃતિક રોશન, અભય દેઓલ અને ફરહાન અખ્તરનો દ્રશ્ય તોે યાદ જ હશે. આપણે ત્યાં પણ આવા અનુભવ કરનારા લગભગ તમામ લોકો હશે. ફરક ખાલી એટલો કે ત્યાં સુમસામ રસ્તા પર પણ અકસ્માત થતા-થતા રહી ગયો હતો અને અહીંયા ભરચક રસ્તાઓ પર પણ નાના ઘસરકા સિવાય અકસ્માત થતા નથી જોવા મળતા. અમદાવાદમાં ભલે હજી દસ પ્રકારના રિંગ રોડ અને લાંબા રસ્તા બને, પણ અમુક પ્રકારની ટ્રાફિક સમસ્યાનો સામનો કરવા માટે કોઈ ઉકેલ જ નથી. સિગ્નલ પાસે લેન સિસ્ટમનું અનુકરણ કરવામાં હજી આપણે પાછળ પડીએ છીએ. એમાં પણ સૌથી આશ્ચર્યજનક બાબત ત્યારે જોવા મળે કે લાલ લાઇટ હોય ત્યારે જમણી બાજુએ જે કાર કે બાઇક ઊભી હોય એ લીલી લાઇટ થયા પછી સીધો ૯૦ ડિગ્રીનો વળાંક લે. એવું નથી કે પુરુષોને ડ્રાઇવિંગ કરતા વધુ ફાવે અથવા ક્ષમતા વધુ સારી છે, પણ મહિલાઓ વાહન હંકારવામાં જે ભૂલો કરે છે એને સુધારવાની કોઈ દરકાર ભાગ્યે જ રાખે છે. ફાસ્ટ લેનમાં ધીમે ચલાવવું, ટ્રાફિકમાં એક-એક સેન્ટિમિટર માટે લડી લેવું, ઓવરટેક કરવાની અસંખ્ય તક મળે તો પણ હિમ્મત ન કરે અને પાછળ વાહનોની કતાર કરી નાખે, કાર રિવર્સ કરવામાં અથવા પાર્ક કરવામાં તો તેમના મહારથને નવી વ્યાખ્યા જ આપવી પડે.
દરેક વ્યક્તિએ જીવનમાં ક્યારેક તો મહિલાઓની આ નાદાન ભૂલોનો સામનો કર્યો જ હશે. એમાં પણ ભૂલ કોઈની હોય, બૂમાબૂમ કરવાનો અધિકાર તો તેમને જ મળતો હોય છે. યુકેની એક સંસ્થાએ કરેલા અભ્યાસ મુજબ પુરુષો પણ ભૂલ કરતા હશે અને તેમની ભૂલ વધુ ગંભીર પણ હશે. જોકે ટકાવારી તરફ જોવા જઈએ તો મહિલાઓ એમાં વધુ જોવા મળે છે.
મહિલાઓની અમુક ટેવ એવી હોય છે કે જેને કારણે તેમનાથી અવાર-નવાર એક જ પ્રકારની ભૂલ થતી હોય છે. સ્ત્રીઓ જ્યારે કાર ચલાવે ત્યારે તેમની બેગ તો ખુલ્લી જ હોય છે. એમાંથી અમુક ચીજવસ્તુઓનો ઉપયોગ પણ ચાલુ હોય છે. કારમાં સ્પીકર ઉપરાંત સીટની પાછળ અસંખ્ય વસ્તુઓથી સુશોભન થયું હોય છે અને સેફ્ટી માટે રિઅર-વ્યુ મિરરનો ઉપયોગ એને કારણે ભાગ્યે જ થતો હોય છે. મોબાઇલનો સતત ઉપયોગ પણ ચાલુ હોય અને એમાં કાર હોય કે ટુ-વ્હીલર, ટ્રાફિક હોય કે ન હોય એનાથી કોઈ ફરક નથી પડતો.
ક્યારેક મહિલાઓનું ધ્યાન પૂરેપૂરું રસ્તા પર નથી હોતું. એની પાછળના અનેક કારણો છે, પરંતુ તો પણ તેઓ ડ્રાઇવિંગનો આગ્રહ રાખતી હોય છે. એને લીધે સ્પીડબ્રેકર કે ખાડો ન દેખાય અથવા છેલ્લી ઘડીએ દેખાય તો જોવાજેવી થતી હોય છે. બ્રેક-લીવર બન્ને પર એકસરખું ધ્યાન આપવું તેમના માટે અઘરું છે. હિલ્સ પહેરી હોય એટલે તો સંચાલનમાં વધુ મુશ્કેલી થવાની. આ ઉપરાંત મહિલાઓની ઉંચાઈ ઓછી હોય તો રસ્તા પર પૂરતું ધ્યાન રાખી શકાય એ માટેના પગલાં તેઓ લેતી નથી અને એને કારણે સમસ્યાઓ ઊભી થતી હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved