Last Update : 03-November-2012, Saturday

 
દિલ્હીની વાત
 

હિમાચલની ચૂંટણી ગેસના ભાવોને નડી
રાંધણ ગેસમાં રૃ. ૨૬.૫૦નો ભાવ વધારનાર ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ ફટકો ખાવાનો વારો આવ્યો છે. ભાવ વધારાની જાહેરાતના ગણત્રીના કલાકોમાં જ તે પાછો ખેંચવો પડયો હતો. જાણકારો કહે છે કે સરકારે 'યુ ટર્ન' એટલા માટે માર્યો કે સામે હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ આવી રહી છે. નવા વરાયેલા ઓઈલ પ્રધાનને ઉપરથી આદેશ આવ્યો હતો કે હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ બે દિવસ દુર છે માટે ભાવ વધારો પાછો ખેંચો. જો કોંગ્રેસ જીતશે તો હિમાચલમાં મુખ્ય પ્રધાન પદે વિરભદ્રસિંહ આવશે, વરિષ્ઠ કોંગી નેતા દિગ્વિજયસિંહે પણ ભાવ વધારાનો વિરોધ કર્યો છે. હવે એવું લાગે છે કે હિમાચલ અને ગુજરાતની ચૂંટણીઓ પતશે પછી જ એલપીજીમાં ભાવ વધારો થશે. એલપીજી સિલિન્ડરની મર્યાદા કોંગ્રેસ ૬ થી ૯ની કરવા માગે છે.
વૈશ્વિક સ્તરે ઓઈલ નરમ પણ પેટ્રોલના ભાવ જૈસે-થે
ઓઈલ કંપનીઓ ભાવ વધારા અંગે પ્રજાને અન્યાય કરે છે, પેટ્રોલના ભાવમાં વધારો થયા પછી તેમાં ઘટાડો કરાતો નથી. સૂત્રો જણાવે છે કે વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવોમાં ઘટાડો થયો હોવા છતાં દેશની ત્રણ ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો નથી. પેટ્રોલના ભાવો ઓઈલના વૈશ્વિક સ્તરના ભાવો પર આધારીત છે. આ અંગે સરકારે એક સિસ્ટમ ઉભી કરી હોવા છતાં ગ્રાહકોને મળતા પેટ્રોલના ભાવમાં કોઈ ઘટાડો કરાયો નથી.
આરટીઆઈ - એમેન્ડમેન્ટ
નેશનલ એડ્વાઈઝરી કાઉન્સીલના સભ્ય અને આરટીઆઈ ચળવળકાર અરૃણા રોયે ૨૦૦૬માં કેન્દ્રીય કેબીનેટે મંજૂર કરેલા આરટીઆઈ એમેન્ડમેન્ટને પાછા ખેંચવાના મુદ્દાને મોટી જીત બતાવી છે. એનએસીનું વડપણ કરતાં સોનિયા ગાંધી પણ આ મુદ્દે સક્રિય હતા. જો કે આરટીઆઈ ચળવળકારો એમેન્ડમેન્ટને લાગુ નહીં કરવા રજૂઆતો કરતા હતા.
વાઘેલાથી કોંગી મોવડીઓ નારાજ
કોંગ્રેસની અંદરના વર્તુળોનું સાચું માનીએ તો કોંગ્રેસની નેતાગીરી શંકરસિંહ વાઘેલાથી નારાજ છે. તેમણે ગુજરાત ચૂંટણીઓ માટે કોંગ્રેસનો વણ લખેલો સિધ્ધાંત તોડયો છે. કોંગ્રેસે અંદરખાને એમ નક્કી કર્યું હતું કે ૨૦૦૨ના તોફાનોનો ઉલ્લેખ કરવા નહિ કેમકે ગઈ ચૂંટણીઓમાં તેનું બેક-ફાયર થયું હતું. પરંતુ શંકરસિંહે સુરતની એક સભામાં અતિ સંવેદનશીલ એવો ૨૦૦૨ના હુલ્લડોનો વિષય ઉલ્લેખીને કહ્યું હતું કે ૨૦૦૨ના હુલ્લડોનો હાથો બનાવીને મોદી અને ભાજપ સત્તા પર આવ્યા છે.
'લેકસીટી' એટલે શું?
ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી વાય.પી. સિંહે એનસીપીના નેતા શરદ પવાર સામે આક્ષેપો કર્યા ત્યારે 'લાવાસા' નામ ચમકતું થયું હતું. જેને લેકસીટી કહે છે જેમાં પવારની પુત્રી સુપ્રિયા સુલે ભાગીદાર છે. મહારાષ્ટ્રના નેતાઓ કહે છે કે, મરાઠી ભાષામાં 'લેક' એટલે પુત્રી (ડોટર)!! લોકો હળવાશ સાથે કહે છે કે લાવાસા એ હકીકતે પવારની પુત્રીનું શહેર બની ગયું છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved