Last Update : 03-November-2012, Saturday

 

સેબાસ્ટિયન શંકર જયકિસનનો જમણો હાથ હતા

સિનેમેજિક - અજિત પોપટ
 

 

આમ તો ૧૯૪૮-૪૯માં સેબાસ્ટિયન હિન્દી ફિલ્મ સંગીત સાથે સંકળાયા. પરંતુ રાજ કપૂરની ચકોર નજરે એને સમયસર ઝડપી લીધા અને 'આવારા' ફિલ્મ બનતી હતી ત્યારેજ શંકર જયકિસને સેબાસ્ટિયનને પોતાના એરેંજર તરીકે જોડાવા સમજાવી લીધા હતા. સેબાસ્ટિયન પણ રાજ કપૂરમાં રહેલા સંગીતપ્રેમી ફિલ્મ સર્જકને પારખી ચૂક્યા હતા. ૧૯૫૦થી ૧૯૭૦ વચ્ચેના સંગીતનો વિચાર તમે કરો ત્યારે રાજ કપૂરના કેમ્પમાં બેસ્ટ કહેવાય એવી ટીમ હતી એ તમે સમજી શકશો. શૈલેન્દ્ર અને હસરત જેવા ગીતકાર, શંકર જયકિસન જેવા સ્વરનિયોજક તથા રાજ કપૂર જેને પોતાનો આત્મા કહેતા એ ગાયક મૂકેશ અને લતાજી. શંકર જયકિસનનો વિચાર કરીએ ત્યારે એન્થની ગોન્સાલ્વિસ, સેબાસ્ટિયન, ફ્રેન્કી ફરનાન્ડો, દત્તારામ, લાલા સત્તાર, કાવસ લોર્ડ, એમના પુત્રો બરજોર તથા કેરસી લોર્ડ અને એનોક ડેનિયલ જેવા સાજિંદાની સદાબહાર ટીમ. કાઠિયાવાડી બોલચાલની ભાષામાં કહીએ તો બધા એકબીજાનું માથું ભાંગે એવા દાદુ કલાકારો. આપણે એમાંથી સેબાસ્ટિયની વાત આજકાલ કરી રહ્યા છીએ.
આવારાની સાથોસાથ 'ચોરી ચોરી'નાં એક બે ગીતોની વાત કરવી જોઇએ. જો તમે એ કાર્યક્રમ સાંભળ્યો હોય તો મન્ના ડેએ વિવિધ ભારતીના જયમાલા કાર્યક્રમમાં ચોરી ચોરીના પોતે લતાજી સાથે ગાયેલા ગીત 'યહ રાત ભીગી ભીગી યહ મસ્ત હવાયેં...'ના ઓરકેસ્ટ્રેશન માટે સેબાસ્ટિયનનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. 'એની સૂઝબૂઝ ગજબની હતી. ગીતની સાથોસાથ જે રીતે કાઉન્ટર મેલોડી ચાલતી હતી એ અમને ગાયકોને પણ ક્યારેક ગાવાનું ભાન ભૂલાવી દે એવી હતી. પાછળથી મેં જયકિસનને ફરિયાદ કરી હતી કે મને કેમ હવે ગાવા નથી બોલાવતા ત્યારે એણે રાજ કપૂર સાથે વાત કરવાનું સૂચન કર્યું હતું,' એમ મન્ના ડે બોલ્યા હતા. અહીં ઔર એક વાત નોંધવી જોઇએ. પાછળથી સિને મ્યુઝિક એસોસિયેશન સ્થપાયું અને મોટા ભાગના સાજિંદા એક કરતાં વધુ સંગીતકારો સાથે વગાડતાં થયા ત્યારે પણ સેબાસ્ટિયનની લગભગ આખી કારકિર્દી શંકર જયકિસન સાથે થઇ. એનું કારણ એ પણ ખરું કે જયકિસન ખરો કદરદાન કમ્પોઝર હતો. એ પોતાના સાથીઓને જાહેરમાં બિરદાવતાં અચકાતો નહીં.
કદાચ એટલેજ શંકર જયકિસનનાં ઘણાં ગીતોમાં સેબાસ્ટિયનનો મિડાસ ટચ વર્તાય છે. બાસ ચેલો જેવા સાજ દ્વારા કાઉન્ટર મેલોડી તૈયાર કરવી, ચર્ચ ઓર્ગનનો કલાત્મક ઉપયોગ કરવો, ચર્ચની પ્રાર્થનાઓમાં જે કોયર (સમૂહગાન) ગાય એનો બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ખૂબીપૂર્વક ઉપયોગ કરી લેવો, વગેરે સેબાસ્ટિયનની વિશેષતા રહી. એના કસબથી યાદગાર બનેલાં બીજાં કેટલાંક ગીતોનાં મુખડાં આ રહ્યાંઃ 'યહ રાત ભીગી ભીગી...' અને 'આજા સનમ મધુર ચાંદની મેં હમ...' (ફિલ્મ ચોરી ચોરી), 'તેરા જાના, દિલ કે અરમાનોં કા લૂટ જાના...' (અનાડી), 'અય મેરે દિલ કહીં ઔર ચલ...' (દાગ), 'અજીબ દાસ્તાં હૈ યે...' (દિલ અપના ઔર પ્રીત પરાયી),૦'જીના યહાં મરના યહાં...' (મેરા નામ જોકર). શંકર જયકિસનની પૂરેપૂરી સંમતિથી અન્ય સંગીતકારો માટે જે ગીતોમાં એરેંજિગ કર્યું એવા બેચાર મુખડાં પણ રસિક વાચકો માટે પ્રસ્તુત છેઃ 'અય માલિક તેરે બંદે હમ...' (દો આંખેં બારહ હાથ, સંગીત વસંત દેસાઇ), 'ઘર આયા મેરા પરદેશી...' (મધુમતી, સલિલ ચૌધરી. છેલ્લાં બંને ગીતોમાં કોરસનો ઉપયોગ કેવી ખૂબીથી થયો છે એ ધ્યાનથી સાંભળો તો માણી શકાય. )
જે વાચકોને આંકડામાં રસ હોય એમને માટે કહું. શંકર જયકિસનની સવાસોથી વધુ ફિલ્મો અને એક હજારથી વધુ ગીતોેમાં સેબાસ્ટિયને એરેંજરની જવાબદારી સંભાળી હતી. હોલિવૂડની એક પણ ફિલ્મના સંગીતમાં તમને આટલી બધી ફિલ્મોનું એરેંજિંગ નહીં મળે. અમેરિકી સંગીતનો તો ક્લાસ જ નહીં. આમ જોતાં આ એક પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ કહેવાય. પરંતુ બોલિવૂડમાં તો પરદા પાછળ રહીને કામ કરતા કસબીઓ ભાગ્યેજ કદી પ્રસિદ્ધિ પામે છે. શંકર જયકિસન વિશે પુસ્તકો લખનારા લેખકો પણ આવા કસબી પાસેથી યાદગાર ગીતોનાં સંભારણાં લેવાના ચૂકી ગયા છે. આ કસબીઓ હરતા ફરતા એન્સાયક્લોપીડિયા જેવા હતા. બરજોર વિશે આ કોલમમાં લખાયું ત્યારે ખુદ બરજોરે ફોન નંબર મેળવીને આ લેખકને થેંકસ કહ્યા હતા. આ બધા કદી ભૂલી ન શકાય એવા ખરા સો ટચના સોના જેવા કસબીઓ હતા. રાજ કપૂરની હયાતીમાં આર. કે. દ્વારા બનેલી લગભગ બધી ફિલ્મોનાં સંગીતમાં સેબાસ્ટિયન મ્યુઝિક એરેંજર રહ્યા. ૧૯૯૬માં એમનો સ્વર્ગવાસ થયો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 

 

 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved