Last Update : 03-November-2012, Saturday

 

તેંડુલકર,ઝહીર મુંબઇ તરફથી રેલ્વેસ સામે રમશે
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ

ગંભીર, સેહવાગ અને કોહલી ફ્લોપ

ઉત્તર પ્રદેશ સામે દિલ્હી ૨૩૫માં ખખડયું
મુંબઇ,તા.૨
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ફોર્મ મેળવતા તેંડુલકરે મુંબઇ તરફથી રેલ્વે સામે રમતાં સદી ફટકારી હતી. તેંડુલકરે ૧૩૭ રનની ઇનિંગ રમી હતી. તેની સાથે રહાનેએ પણ નોટઆઉટ ૧૦૫ રન નોંધાવ્યા હતા. આ સાથે મુંબઇએ રેલ્વે સામે સંગીન શરૃઆત કરતાં પ્રથમ દિવસની રમતના અંતે ચાર વિકેટે ૩૪૪ રન ફટકાર્યા હતા. જો કે ભારતના બીજા બેટ્સમેનો તેમના ફોર્મને સુધારી શક્યા નહતા.
તેંડુલકરની શાનદાર સદી
મુંબઇ તરફથી રણજી રમતાં તેંડુલકરે વિસ્ફોટક બેટિંગ કરી હતી. બંને ઓપનરો બાદ રોહિત શર્મા પણ આઉટ થતાં મુંબઇનો સ્કોર ૧૪૩ રનમાં ૩ વિકેટ થઇ ગયો હતો. આ સમયે રહાને સાથે જોડાયેલા તેંડુલકરે આક્રમક બેટિંગ સાથે રનગતિને વધારી હતી. તેણે ૨૧ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૩૬ બોલમાં ૧૩૭ રન નોંધાવ્યા હતા. તેની અને રહાને વચ્ચે ૨૦૦ રનની ભાગીદારી નોધાઇ હતી. રહાને ૧૦૫ રને નોટઆઉટ રહ્યો હતો.
સેહવાગ-ગંભીરનો ફ્લોપ શો જારી
છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મનો શિકાર બનેલી ભારતીય ઓપનીંંગ જોડી રણજી ટ્રોફીમાં પણ કોઇ ખાસ કમાલ કરી શકી નહતી. ઉત્તર પ્રદેશ સામેની મેચમાં સેહવાગ માત્ર ૨૫ રને અને ગંભીર ૩૨ રનને પેવેલિયનમાં પરત ફર્યા હતા. ભારતીય ટીમનો ઇનફોર્મ બેટ્સમેન કોહલી પણ ૧૪ જ રન કરી શક્યો હતો. જ્યારે ઉનમુક્ત ચંદ ૨૮ રને આઉટ થતાં દિલ્હી ઉત્તરપ્રદેશ સામે ૨૩૫ રનમાં ખખડયું હતુ.જવાબમાં ઉત્તર પ્રદેશે એક વિકેટે ૪૦ રન કર્યા હતા.
ઉમેશ યાદવની પાંચ વિકેટ
ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પાંચ વિકેટ ઝડપતાં વિદર્ભ સામે હરિયાણાં માત્ર ૫૫ રનમાં ખખડયું હતુ. સંદિપ સિંઘે ચાર વિકેટ ઝડપી હતી. હરિયાણાં તરફથી પ્રિયાંક તહેલાને સૌથી વધુ ૧૮ રન નોંધાવ્યા હતા. તેના સિવાય કોઇ બેટ્સમેન ડબલ ફિગરમાં સ્કોર કરી શક્યો નહતો.
હરભજનને એક પણ વિકેટ ના મળી
પંજાબની ટીમના કેપ્ટન અને ભારતના અનુભવી ઓફ સ્પિનર હરભજનને આજે હૈદરાબાદ સામેની રણજી મેચમાં એક પણ વિકેટ મળી શકી નહતી. હૈદરાબાદે પંજાબ સામે પ્રથમ દિવસની રમતના અંતે સાત વિકેટે ૨૪૪ રન ફટકાર્યા હતા. પંજાબ તરફથી મનપ્રીત ગોની અને અમિતોઝ સિંઘે ૩-૩ વિકેટ ઝડપી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved