Last Update : 03-November-2012, Saturday

 

પાર્થિવ પટેલે ૨૦૫ બોલમાં ૧૬૨ રન ફટકાર્યા
રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

કર્ણાટક સામે વડોદરા તરફથી વાઘમોડેના ૧૨૧* તેમજ ઇરફાન પઠાણના ૧૦૫*

ઇંદોર, તા. ૨
કેપ્ટન પાર્થિવ પટેલે ૨૦૫ બોલમાં ૨૬ ચોગ્ગા સાથે ૧૬૨ રનની ધરખમ ઇનિંગ રમતા ગુજરાતે અહીં મધ્ય પ્રદેશ સામેની રણજી ટ્રોફીના પ્રથમ દિવસની રમતના અંતે પાંચ વિકેટે ૩૨૭ રનનો સન્માનજનક સ્કોર કર્યો હતો. પાર્થિવ પટેલે ધોની ઉપરાંત ભારતીય ટીમમાં બીજા વિકેટકિપરની વધતી જતી સ્પર્ધાનો જવાબ આપતા આ સદી નોંધાવી હતી.
અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ તરફતી જોરદાર દેખાવ કરનાર સ્મીત પટેલે ઓપનિંગમાં આવીને ૧૯ રન જ નોંધાવ્યા હતા. પ્રિયાંક પંચાલ (૫) જોડે તેઓએ ૨૪ રનની ભાગીદારી નોંધાવી હતી. નિરજ પટેલ -૩૧) અને પાર્થિવે ૩૦ રને બે વિકેટ પડી ગઈ તે પછી ૧૩૩ રનની ત્રીજી વિકેટની ભાગીદારી નોંધાવી હતી.
ગુજરાત તરફથી રમવા કરારબદ્ધ થયેલ વેણુ ગોપાલ રાવે (૪૫), પાર્થિવને સાથ આપીને ચોથી વિકેટની ૮૭ રનની ભાગીદારી સાથે મોટા સ્કોર ભણી ટીમને આગેકૂચ કરાવી હતી. રમતના અંતે જૂનેજા ૪૨ અને અક્ષર પટેલ ૧૨ રને રમતમાં છે.
મધ્ય પ્રદેશ તરફથી રાજને બે અને પાંડે, યાદવ અને સેમ્સને એ ૧-૧ વિકેટ ઝડપી હતી. અમીત સિંઘ, મેહુલ પટેલ, રાકેશ ધુ્રવ અને રૃષ કાલરિયા ગુજરાતના અન્ય ખેલાડીઓ છે.
વડોદરામાં રમાઇ રહેલી અન્ય એક રણજી ટ્રોફીમાં કર્ણાટક સામે વડોદરાએ પ્રથમ દિવસની રમતના અંતે ૪ વિકેટે ૩૦૮ રન નોંધાવ્યા હતા. ઇરફાન પઠાણ ૧૫૦ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૧૦૫ રને રમતમાં છે. ઓપનર વાઘમોડે ૧૨૧ રને રમતમાં છે. તે ૩૮૯ મિનિટથી ક્રીઝ પર છે.
બંનેએ પાંચમી વિકેટની ૨૨૦ની અણનમ ભાગીદારી નોંધાવી છે. વડોદરાની ૪ વિકેટો ૮૮ રનમાં પડી ગઇ હતી. દેવધર ૧, ચૌહાણ ૬, રાયડુ ૧૪ અને કેપ્ટન યુસુફ પઠાણ ૨૪ રને આઉટ થઇ ગયા હતા. બિન્નીએ ૨, વિનય કુમાર અને અયન્નાએ ૧-૧ વિકેટ ઝડપી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved