Last Update : 03-November-2012, Saturday

 
 

૨૦૧૧માં ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલ અગાઉ સખ્ત ગરમીથી પરેશાન હતો
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

તેંડુલકરને જાપાનીઝ ફૂડ સૌથી વધુ ભાવે છે પત્ની અને બાળકો માટે કૂકિંગ પણ કરૃ છું

મુંબઇ,તા.૨
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે દાયકાથી લાંબો પ્રવાસ ખેડનારા તેંડુલકરે તેની ફિટનેસ સંબંધી રહસ્યોનો સ્ફોટ કરતાં કહ્યું હતુ કે, હું કોઇ મેજર મેચ પહેલા મોટાભાગે તીખી અને મસાલાથી ભરપૂર ચીજોથી દૂર રહું છું અને માત્ર શરીરને બહુ ભારે ના પડે તેવો સૌમ્ય આહાર જ આરોગું છું. ગત વર્ષે વર્લ્ડ કપમાં અમારી ક્વાર્ટર ફાઇનલ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં રમાઇ હતી ત્યારે ત્યાંનું વાતાવરણ ખુબ જ ગરમ હતું.
ત્યાં ત્રણ દિવસના રોકાણમાંથી બે દિવસ તો હું વેજિટેરિયન બની ગયો હતો. મેં ત્યાં મોટાભાગે દહી-ભાત જેવી જ આઇટમો ખાધી હતી અને પેટ ભરીને નારિયેળનું પાણી પીધું હતુ. દરેક પરિસ્થિતીમાં તમારે તેને અનુકૂળ થઇને ભોજન આરોગવાનું હોય છે. તે પરિસ્થિતીમાં મને તીખો-મસાલાવાળો આહાર માફક નહિં આવે તેમ લાગતું હતુ. તેંડુલકરે બોરિયા મજમુદારના પુસ્તક 'કુકિંગ ઓન ધ રન'ના લોન્ચિંગ કાર્યક્રમમાં તેની અત્યાર સુધીની ક્રિકેટ કારકિર્દીના ફૂડ અંગેના કિસ્સાઓને વાગોળ્યા હતા.
મને જાપાનીઝ ફૂડ ભાવે છે
તેંડુલકરે કહ્યું કે, હું આટલા વર્ષોમાં ઘણાં દેશોમાં ફર્યો છું. મેં થાઇ, ચાઇનીઝ, મલેશિયન, ઇટાલીયન, ઇથોપીયન વિગેરે જેવી ડિશ આરોગી છે પણ મને તેમાં જાપાનીઝ ફૂડ સૌથી વધુ ભાવે છે. મેં સૌપ્રથમ વખત જાપાનીઝ ફૂડ ખાધું ત્યારે હું ૧૦ કે ૧૨ વર્ષનો હોઇશ. જો કે ત્યાર બાદ હું તેને નિયમિતપણે આરોગતો નહતો. જો કે હવે તો હું જાપાનીશ ફૂડનો શોખીન બની ગયો છું. એક વખત ઓસ્ટ્રેલિયામાં તો હું સતત પાંચ જાપાનીઝ મીલ ખાઇ ગયો હતો. હું એક વખત રૈનાને પણ જાપાનીઝ ફૂડ ખવડાવવા લઇ ગયો હતો અને તે તેને ખૂબ જ ભાવ્યું હતુ. મને જાપાનીઝ ફૂડમાં સાશીમી અને સુશી બહુ ભાવે છે.
પત્ની અને બાળકો માટે કુકિંગ કરૃ છું
ભારતના લેજન્ડરી બેટ્સમેન તેંડુલકરે કહ્યું હતુ કેે,તે ઘણી વખત તેની પત્ની અંજલી અને પુત્ર અર્જુન તેમજ પુત્રી સારા માટે વાનગીઓ પણ બનાવે છે. અંજલીને તેના હાથની બનેલી ફિશ કરી બહુ જ ભાવે છે. હું ઘણી વખત તેમના માટે નાસ્તો બનાવું છું. પહેલા આ મારૃ રોજનું કામ હતું પણ હવે તે ક્યારેક જ કરૃ છું. હું મારી માતા પાસેથી એકાદ-બે રેસિપી પણ શીખ્યો હતો. મારીદિકરી સારાને વરન ભાત અને પુત્ર અર્જુનને ઘરે બનાવેલું ફૂડ વધુ પસંદ છે.
આખી ટીમ માટે રિંગણાનું ભડથુ બનાવ્યું
સંસ્મરણો વાગોળતા તેંડુલકરે કહ્યું કે, જ્યારે હું કોઇ વાનગી બનાવું છું ત્યારે હું રિલેક્સ થતો હોઉં છું.
એક વખત તો મેેં આખી ટીમ માટે વાનગી બનાવી હતી. આ વાત ૧૯૯૭-૯૮ની છે ત્યારેઅમે દિલ્હીમાં હતા અને આખી ટીમ અજય જાડેજાના ઘરે ગઇ હતી ત્યાં હું અડધો કલાક વહેલો પહોંચી ગયો હતો અને મેં બધા માટે રિંગણનું ભડથું બનાવ્યું હતુ.
પાકિસ્તાનના ભોજનથી મારૃ વજન વધી ગયું હતુ
પાકિસ્તાનના પ્રથમ પ્રવાસને યાદ કરતાં તેંડુલકરે કહ્યું કે, ત્યાંનું ભોજન ખરેખર યાદ રહી જાય તેવું હતુ. હું બ્રેકફાસ્ટમાં ખિમા પરાઠા અને લસ્સી લેતો હતો.
જે પછી બપોરના ભોજન માટે જગ્યા જ રહેતી નહતી એટલે સીધું રાતના જમવાનો જ ઓર્ડરઆપવાનો આવતો. હું ત્યારે માત્ર ૧૬ વર્ષનો હતો. અમે જ્યારે મુંબઇ પાછા આવ્યા ત્યારે મારૃ વજન વધી ગયું હતુ.
અમે જ્યારે પણ પાકિસ્તાન ગયા છીએ ત્યાંનું ભોજન ખરેખર મજેદાર રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved