Last Update : 03-November-2012, Saturday

 

સોનિયા-રાહુલે ૧૬૦૦ કરોડની મિલ્કતો પચાવી હોવાના
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રાહુલ મને કોર્ટમાં ઢસેડવાની હિંમત બતાવેઃ સ્વામી કોંગ્રેસ સ્વામીના આક્ષેપો અંગે યોગ્ય ખુલાસો કરેઃ ભાજપ

નવી દિલ્હી, તા. ૨
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર રૃ. ૧,૬૦૦ કરોડની મિલ્કતો પચાવી પાડયાના જનતા પાર્ટીના વડા સુબ્રમણ્યસ્વામીના આક્ષેપોના સંદર્ભમાં કોંગ્રેસ આજે સંપૂર્ણ બચાવમાં ઉતરી હતી અને આ આરોપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા ગણાવી સ્વામીની ટીકા પણ કરી હતી.
આ મામલે સ્વામીને કોર્ટમાં લઇ જવાની રાહુલની ધમકીનો આજે જવાબ આપતાં સ્વામીએ કહ્યું હતું કે તેઓ મને કોર્ટમાં ઢસેડવાની હિંમત બતાવે.
આ મામલ મુખ્ય વિરોધ પક્ષ ભાજપે પણ ઉઠાવ્યો હતો અને તેણે સ્વામીના આક્ષેપો અંગે કોંગ્રેસને સ્પષ્ટતા કરવાની માગણી કરી હતી. આ વિવાદને આગળ ધપાવતાં સ્વામીએ કહ્યું હતું કે 'રાહુલ ગાંધી કે તેમનો વકીલ મને કોઇ પત્ર મોકલે તો હું એ તમામ કાગળોને વાંચ્યા વગર કચરાટોપલીમાં નાખી દઇશ. રાહુલને મારી સલાહ છે કે તેઓ સાહસ બતાવીને કેોર્ટમાં જાય અને માનહાનિનો કેસ દાખલ કરે. હું ત્યાં તેમની સામે લડીશ.'
ગઇકાલે સ્વામીએ સોનિયા અને રાહુલને નિશાન બનાવીને આક્ષેપ કર્યો હતો કે નેશનલ હેરાલ્ડ (હવે બંધ થઇ ગયું) નામના અખબારને પ્રકાશિત કરતી કંપનીની પ્રાપ્તિ તેમણે ગેરકાયદેસરરીતે કરી હતી અને આ કંપનીને કોંગ્રેસે રૃ. ૯૦ કરોડની લોન આપી હતી. તેના પ્રતિસાદમાં રાહુલની ઓફિસમાંથી સ્વામીને એક પત્ર મોકલીને તેમની સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપવામાં આવી હતી.
આ મામલામાં ભાજપે સવાલ કર્યો હતો કે તેણે એસોસિએટેડ જર્નલ્સને રૃ.૯૦ કરોડની લોન આપી હતી કે કેમ તે અંગે ખુલાસો કરે અને જો તે સાચું છે તો તે કરવેરાના નિયમો અને ચૂંટણીના કાયદાની વિરૃધ્ધમાં છે. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરૃણ જેટલીએ આ મુદાને ઉઠાવતાં કહ્યું હતું કે આ મામલે મને પાયાવિહોણાં જેવા વિશેષણો જોઇતા નથી. ચોક્કસ જવાબ જોઇએ છે.
કોંગ્રેસના નેતા પીસી ચાકોનો દાવો છે કે પાયાવિહોણાં આક્ષેપો ઊભા કરવામાં આવ્યા છે. અમે સ્વામીને એમ કહ્યું છે કે આ યોગ્ય નથી. આ વખતે આવા આક્ષેપોનો જવાબ મળશે જ. રાહુલ ગાંધીની ઓફિસમાંથી સ્વામીને કાનૂની નોટિસ મોકલી દેવામાં આવી છે. સ્વામીએ આક્ષેપો પૂરવાર કરવા પડશે અને અમે કાનૂની પડકારનો સામનો કરવા તૈયાર છીએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved