Last Update : 03-November-2012, Saturday

 

આઇપીએસમાંથી વકીલ બનેલાં વાય.પી. સિંહનો આક્ષેપ
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે

દસ વર્ષ જૂનો કેસ પોલીસ ચલાવવા માગતી જ નથી

(પી.ટી.આઇ.) મુંબઇ, તા. ૨
મુંબઇ પોલીસ એક્ટર સલમાન ખાન સાથે સાંઠગાંઠ કરીને અત્યંત ચકચારીભર્યા હિટ-એન્ડ-રન કેસ ચલાવવામાં વિલંબ કરી રહી છે તેવો સનસનીખેજ આક્ષેપ આઇપીએસ અધિકારીમાંથી વકીલ બનેલાં વાય.પી. સિંહે કર્યો છે. તેમણે આ કેસ સાથે સંબંધિત તપાસકર્તાઓ સામે ઉચ્ચસ્તરીય તપાસની માગણી કરી છે.
આ કેસમાં 'થોડીક જ પ્રગતિ' થઇ હોવા બદલ તેમણે પોલીસ ડિપાર્ટમેન્ટને જવાબદાર ગણાવ્યો છે. એક પત્રકાર પરિષદ યોજીને ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને લગતાં દસ્તાવજો દર્શાવતાં સિંહે આક્ષેપ કર્યો હતો કે કેસના તપાસકર્તાઓએ તેને એવીરીતે લૂલો બનાવી દીધો છે કે તેની પર કાનૂની કાર્યવાહી ગતિ ન પકડે. જેનો લાભ એેક્ટરને મળી રહ્યો છે અને ફિલ્મો બનાવવાની તેની ગતિ અટકતી નથી.
વકીલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે 'શરૃઆતમાં ટ્રાયલ કોર્ટે તેની સમક્ષ ૩૪ સાક્ષીઓને હાજર કરવા સમન્સ પાઠવ્યા હતા. પરંતુ પોલીસે ૨૪ લોકોને પણ સમન્સ મોકલ્યા નથી. અન્યોની બાબતમાં પોલીસે એમ કહ્યું કે બાકીના લોકો મળતા નથી તો કેટલાક સમન્સ સ્વીકારતા નથી. એ કેસમાં માત્ર એક જ સાક્ષી કોર્ટ સમક્ષ હાજર થયો છે. ખરેખર તો પોલીસે જાણીજોઇને ગંભીરતાપૂર્વક સમન્સ પાઠવ્યા જ નથી.'
આ કેસ સાથે નિસ્બત ન હોય તેવા બે ડૉક્ટરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલે વધુ સમય માગ્યો હતો. પછી સંબંધિત ડૉક્ટરને રજૂ કરવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો તેવો આક્ષેપ કરતાં સિંહે કહ્યું હતું કે ખરેખર તો આ કેસ સાત વર્ષ પહેલાનો છે અને ત્યારથી ૪૭માંથી માત્ર ૧૬ સાક્ષીઓની જ ઉલટતપાસ થઇ છે. સરકારી વકીલ પણ કોર્ટમાં નિયમિત હાજર રહેતા નથી. સાક્ષીઓ ફરી ગયા છે અને કેટલાક તો કોર્ટમાં આવતા જ નથી.
પોતાની વાત આગળ લંબાવતાં સિંહે આક્ષેપ કર્યો છે કે 'પોલીસે એક્ટરના જામીન રદ કરવા માટે એક અરજી પણ કરી નથી. સામાન્યપણે જ્યારે સાક્ષી ફરી જાય ત્યારે પોલીસ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરે છે અને એવો આક્ષેપ કરે છે કે આરોપી સાક્ષીઓને ધમકાવી રહ્યો છે.'
તેમણે કહ્યું હતું કે આ મામલે મહારાષ્ટ્ર સરકારે કેસના તપાસકર્તાઓ સામે ઉચ્ચસ્તરીય તપાસ શરૃ કરવી જોઇએ અને તેમને જ કેસને ધીમી ગતિએ આગળ ધપાવવા બદલ જવાબદાર ઠેરવવા જોઇએ તેવી માગણી તેમણે કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે 'નૂરિયા હિટ-એન્ડ-રન કેસની કાનૂની કાર્યવાહીનો અંત આશરે બે વર્ષમાં જ આવી ગયો હતો જ્યારે તેની સામે એલિસ્ટેર પરેરા કેસ માત્ર એક જ વર્ષ ચાલ્યો હતો. પરંતુ હવે તમામને આશ્ચર્ય થાય છે કે સલમાનનો કેસ દસ વર્ષ જૂનો હોવા છતાં તેનો અંત નજીકના ભવિષ્યમાં દેખાતો નથી.'
અગાઉ એનસીપી પ્રમુખ શરદ પવાર પર આક્ષેપો કરીને ખળભળાટ મચાવનાર વાય.પી. સિંહે વધુ એક ટોચની હસ્તીનો કેસ હાથમાં લીધો છે. તેઓ વધુ એક અરવિંદ કેજરીવાલ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવી ચર્ચાઓ શરૃ થઇ ગઇ છે.
ઘટના શું હતી ?
૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૨એ સલમાન ખાને તેની કારને કથિતરીતે આડેધડ હંકારીને મુંબઇમાં એક બેકરીમાં ઘુસાડી દીધી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ચારને ઇજા પહોંચી હતી. આ કેસમાં સલમાન સામે આઇપીસીની કલમ ૩૦૪ એ (આડેધડ અને બેદરકારીભરી ડ્રાઇવિંગ), ૨૭૯ (આડેધડ ડ્રાઇવિંગ), ૩૩૭ (નજીવી ઇજા પહોંચાડવી) અને ૪૨૭ (બેદરકારી) હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved