Last Update : 03-November-2012, Saturday

 
છૂટાછેડા વધતાં અને લગ્નો ઘટતાં
બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

આધેડ મહિલા પોતાનાથી ઓછું કમાવનારામાં ઓછો રસ દાખવે છે

ટેક્સ બેનિફિટ્સ મેળવવા સહિતના કારણો જવાબદારઃ સર્વે
લંડન, તા. ૨
બ્રિટનમાં લગ્નસંબંધો તૂટવા હોવાને કારણે એકલવાયું જીવન જીવતાં આધેડ વયના લોકોની સંખ્યામાં નાટકીયરીતે વધારો થયો છે. તેની સાથે મોટી વય સુધી અપરિણીત રહેવાને કારણે પણ આવા સ્ત્રી અને પુરૃષોની સંખ્યા વધી રહી છે.
૪૫ અને ૬૪ની વયના લગભગ ૨૫ લાખ લોકોને પોતાના ઘરો છે. પરંતુ તેમની સાથે રહેવા માટે જીવનસાથી, પાર્ટનર કે બાળક નથી. ૯૦ના દાયકાથી આ સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે આ આંકડો માત્ર આઠ લાખની આસપાસનો હતો તેમ એક સત્તાવાર વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે.
એમાં પણ એકલા રહેતાં પુરૃષોની સંખ્યા મહિલાઓ કરતાં ઘણી વધુ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લાંબાગાળા સુધી લગ્નસંબંધો નહિ જાળવી શકનારા પુરૃષોને આધેડ વયમાં જીવનસાથી મળવામાં ઘણી મુશ્કેલી પડે છે. એ માટેનું એક કારણ એ છે કે આધેડ વયની સારું શિક્ષણ અને નોકરી ધરાવતી મહિલાઓને તેમનાથી ઓછું કમાતા અને ઓછું શિક્ષણવાળા પુરૃષોમાં ઓછો રસ હોય છે.
જોકે આધેડવયના લોકોએ ઘર ખરીદવામાં ભારે રસ દર્શાવે છે. જેના કારણે દેશમાં ઘરોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. બેનિફિટ્સ સિસ્ટમને કારણે પણ એકલા રહેતાં આધેડોની સંખ્યા આંશિકપણે જવાબદાર છે. જે મુજબ દંપતિઓને દંડ ફટકારવામાં આવે છે અને મહિલાઓને મોટાપાયે ચુકવણી કરવામાં આવે છે.
ઉંચામાં ઉચું સંભવિત ટેક્સ ક્રેડિટ્સ અને બેનિફિટ્સ મેળવવા માટે ૧૦ લાખથી વધુ દંપત્તિઓ અલગ રહેતાં હોવાનું કહેવાય છે. ફેમિલી રિસર્ચર પેટ્રિસિયા મોર્ગને જણાવ્યું હતું કે આ એક ચિંતાજનક અને ધ્યાન માગી લે તેવી બાબત છે. સરકાર આની કેમ અવગણના કરે છે તે જોવાની બાબત છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે એકલા રહેતાં લોકોની સંખ્યા વધુ હોવાને કારણે રાજ્યના લાભોના સંદર્ભમાં પણ તે વધુ ખર્ચાળ થઇ રહી છે. આવા લોકોને આરોગ્ય અને સામાજિક સંભાળની સેવાઓની વધુ જરૃર હોય છે. આમ સરકારને આવા લોકો પાછળ વધુ ખર્ચ કરવો પડે છે.
૭૬ લાખ ઘરોમાં માત્ર એક જ માણસ રહે છે. છેલ્લાં ૧૬ વર્ષમાં આ આંકડામાં ૧૦ લાખથી વધુનો વધારો થયો છે. લેબર ફોર્સ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ૪૫થી ૬૪ વર્ષની વયના એકલા રહેતા પુરૃષોની સંખ્યા ૮,૩૩,૦૦૦ જેટલી વધીને ૨૦૧૨માં ૨૪.૨ લાખ જેટલી થઇ છે. મહિલાઓમાં આ પ્રમાણ ત્રણ લાખની આસપાસ વધીને ૧૧.૪ લાખે પહોંચી છે.
જો લોકો એમ કહે કે તેઓ એકસાથે રહે છે તો તેમને ટેક્સ ક્રેડિટ્સ અને અન્ય બેનિફિટ્સ ગુમાવવા પડે તેમ છે. આને કારણે પણ લોકો એકસાથે રહેવાનું પસંદ કરતા નથી. ઓએનએસના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ૪૫ અને ૬૪ની વયના ૨૪.૨ લાખ લોકો એકલા રહે છે અને ૬૫ અને ૭૪ની વયના ૧૩.૮ લાખ લોકો એકલવાયું જીવન જીવે છે તો ૨૦ લાખથી વધુ લોકો ૭૫ની વયના છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved