Last Update : 03-November-2012, Saturday

 

બ્રિટનમાં કરાયેલું સર્વેક્ષણ
પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે

આ વયે પુરુષો સંબંધો અને કારકિર્દીની રીતે ઠરીઠામ થવાથી આનંદ અનુભવતા હોય છે

લંડન, તા. ૨
પુરુષો કદાચ એવું વિચારતા હશે કે પૂરપાટ ઝડપે કાર ચલાવવી, અવનવા સાહસો અને કુંવારાપણું જ સુખી જીવનનું રહસ્ય છે. પરંતુ હકીકત એ છે કે સ્થિરતા, નિયમિતતા અને લાંબાગાળાની પ્રતિબદ્ધતા ખરેખર માણસને સંતોષ આપે છે. પુરુષની જિંદગીમાં એકદમ ખુશીભર્યો સમય ૩૭ વર્ષની વય આસપાસ આવે છે. ૩૭ વર્ષની આસપાસની વયે મોટા ભાગના પુરુષો સુખદ સંબંધોમાં ઠરીઠામ થયા હોય છે, અને પોતાના કહી શકાય તેવા અત્યંત નજીકના મિત્રોનું સામાન્ય વર્તુળ બની ગયું હોય છે.
આધેડ વયની પરેશાનીઓ હજુ દાયકો દૂર હોય છે અને પોતાના સંતાનોથી પિતૃત્વનો જીવનમાં આનંદ માણતા હોય છે. લગભગ ૪૩ ટકા પુરુષોએ એક સર્વેક્ષણમાં જણાવ્યું હતું કે, તેમને તેઓ જ્યારે પિતા બન્યા તે દિવસ તેમની જિંદગીનો સૌથી ખુશીનો દિવસ હતો.
પુરુષોના વસ્ત્રોની એક બ્રાન્ડ દ્વારા બ્રિટનમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ બધી વાત બહાર આવી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, ૩૫ ટકા લોકો માટે લગ્ન પછી તેમના જીવનમાં ત્રણ ક્ષણો અત્યંત મહત્ત્વની અને આનંદદાયક રહી છે. એક તો તેમની પસંદની ફૂટબોલ ટીમ મેચ જીતે ત્યારે ખુશ થાય છે. ૧૮ ટકા લોકોનું કહેવું છે કે, મકાન કે ગાડી ખરીદે તે વખતની ક્ષણ તેમના માટે યાદગાર અને આનંદદાયક રહી છે. આ ઉપરાંત તેમના સાથીને પ્રપોઝ કરવા અને યુનિવર્સિટીમાંથી સ્નાતક બનવાની ક્ષણ તેમના માટે યાદગાર બની રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, ૩૭ વર્ષની વયનો પડાવ આવતા આવતા પુરુષો ઘણાં સોપાન સર કરી ચૂક્યા હોય છે અને તેથી તેઓ પોતાના જીવનમાં આવેલી ખુશીની ક્ષણો વિશે કહી શકે છે, તેથી ૩૭ આસપાસની ઉંમરને 'ખુશીની વય' કહી શકાય.
બ્રિટીશ એસોસીએશનના માનસશાસ્ત્રી ફિલીપ હોડસને જણાવ્યું હતું કે, તંદુરસ્તી અને જીવનના અનુભવોનો આનંદ લેવાની આ વયે તક હોય છે.
આ વયે તમે એકદમ યુવાન પણ નથી કે તમે ભ્રમણામાં પણ નથી હોતા પરંતુ તમારામાં ભરપુર આત્મવિશ્વાસ હોય છે. સારી એવી કમાણી હોય છે અને ઘણું બધું હાંસલ કર્યું હોય છે. તમારી મનગમતી વાનગી ખાઈ શકો છો. ડીવીડી, કપડા, ગેજેટ્સથી તમે આ આનંદમા ઉમેરો કરી શકો છો. ૨૮ ટકા લોકોનું કહેવું છે કે તેમને ગર્લફ્રેન્ડ સાથે બહાર ફરવામાં, શોપિંગ કરવામાં મજા આવે છે ૨૬ ટકાને ફલર્ટ કરવામાં, ૨૨ ટકાને ચા-કોફી અને ગપ્પા મારવામાં અને ૨૦ ટકાને સરપ્રાઇઝ ડીનરમાં મજા આવે છે. રોમેન્ટિક પુરુષોને તેમના પાર્ટનર સાથે સમય વીતાવવમાં આનંદ આવે છે. માત્ર પાંચ ટકા પુરુષોએ એવું કહ્યું કે, તેઓ સહકર્મચારી સાથે હોય ત્યારે તેમને આનંદ આવે છે. પરંતુ મોટા ભાગના પુરુષોનું કહેવું છે કે, લગ્ન કરવાની અને પિતા બનવાની ક્ષણ તેમના માટે સર્વશ્રેષ્ઠ ખુશી આપનારી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved