Last Update : 03-November-2012, Saturday

 

હિમાચલ પ્રદેશના ચૂંટણી જંગમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા

 

-પંજાબની જેમ અહીં પણ ભાજપ સતત બીજા વિજય માટે આશાવાદી ઃ બસપા પણ મેદાનમાં

 

 

-ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો બની રહેશે

 

 

શિમલા, તા. તા.3 નવેમ્બર, 2012

 

 

હિમાચલ પ્રદેશમાં આવતી કાલે યોજાનારાં વિધાનસભાની તમામ ૬૮ બેઠકો માટેનાં મતદાન માટે, રાજ્યના શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા યોજાવાની છે. આ બંને પક્ષોએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો મૂક્યા છે. જ્યારે બસપા પણ અહીં મેદાનમાં છે. જેણે ૬૬ ઉમેદવારો ઊભા રાક્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરેન્દર સિંહ આ ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરતા હતા.

 

આવતીકાલની આ ચૂંટણીમાં ભાજપનું નેતૃત્વ મુખ્યપ્રધાન પ્રેમ કુમાર ધૂમલે સંભાળ્યું છે. જ્યારે સામા પક્ષે કોંગ્રેસનું નેતૃત્વ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહ સંભાળી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને બસપા ઉપરાંત હિમાચલ લોકહિત પાર્ટીએ ૩૬, તૃણમૂલ કોંગ્રેસે ૨૫, સપા- ૧૬, સીપીઆઇ-એમ ૧૫, એનસીપી અને સ્વાભિમાન પાર્ટી બંનેએ બાર-બાર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે સીપીઆઇએ ૭ અને સહ્યાદ્રીની ટૂકો ઉપરથી હિમાલયનાં શિખરો સુધી પહોંચવા માગતી શિવસેનાએ પણ તેના ૪ ઉમેદવારો આ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ૧૦૫ અપક્ષ ઉમેદવારો પણ પોતાનાં નસીબ અહીં અજમાવી રહ્યા છે.

 

અહી ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો બની રહેનાર છે.

 

પ્રેમ કુમાર ધૂમલનાં નેતૃત્વ નીચે ભાજપ પંજાબની જેમ જ, સત્તાસ્થાને રહેલા પક્ષો (અકાલી-ભાજપ યુતિ)ની જેમ, ફરી એકવાર સત્તા હાથ કરવા ઈચ્છે છે. તો બીજી તરફ કોંગ્રેસ જાનની બાજી લગાવી, ઉત્તરાખંડમાં જેમ ભાજપ પાસેથી સત્તા ખૂંચવી લીધી તેમજ, અહીં પણ, તે સત્તા હાથ કરવા માગે છે. વાસ્તવમાં, હિમાચલ પ્રદેશ અને તે પછી ગુજરાતમાં આવતી વિધાનસભાની ચૂંટણીઓના ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ઉપર પણ પડછાયા પડે તેમ હોવાથી આ બંને રાજ્યોમાં ''જંગ'' ખરેખરનો બની રહ્યો છે, બની પણ રહેશે.

 

ભ્રષ્ટાચારના મુદ્દે વાસ્તવમાં તો, કોંગ્રેસે તેમ જ હવે ભાજપના હાથ પણ કાળા છે. કોંગ્રેસ ઉપર, કોમનવેલ્થ ગેઈમ્સ, ૨-જી સ્પેકટ્રમ અને કૉલ બ્લોક ફાળવણીના આક્ષેપો છે. જ્યારે ભાજપ ઉપર તેના પ્રમુખ નીતીન ગડકરીના ભ્રષ્ટાચારના મુદ્દા ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન ધૂમલ ઉપર તેમનાં પ્રધાન મંડળના સાથીઓને, જમીન સોદાઓમાં ખોટી રીતે લાભ અપાવવામાં તથા, ખાનગી બિલ્ડરોને, પાણીના મૂલે જમીનો વેચવાના આક્ષેપો છે. પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા અમરિન્દર સિંહે તો, ધૂમલ-કેબિનેટને 'માફિયા ગેંગ' કહી દીધી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved