Last Update : 03-November-2012, Saturday

 

છ નવેમ્બરે યોજાનારી અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં
સેન્ડી વાવાઝોડાએ ઓબામાની જીતની શક્યતાઓ વધારી

ઓક્ટોબરમાં નોકરીઓની સંખ્યામાં વધારો અને વાવાઝોડા સમયે ઓબામાએ કરેલી કામગીરીથી લોકપ્રિયતા વધી

વોશિંગ્ટન, તા. ૨
આગામી ૬ નવેમ્બરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે તાજેતરમાં જ અમેરિકા પર ત્રાટકેલા 'સેન્ડી' વાવાઝોડા દરમિયાન પ્રમુખ બરાક ઓબામાએ બજાવેલી પ્રશંસનીય કામગીરીથી તેમની ફરીથી પ્રમુખપદે ચૂંટાવાની શકયતાઓ પ્રબળ બની છે તેવું એક નવા સર્વેક્ષણમાં જણાવાયું છે. તો બીજી તરફ શુક્રવારે બહાર પડેલા આંકડાઓ અનુસાર બેરોજગારીનો દર પણ ઘટી રહ્યો છે જે દર્શાવે છે કે અમેરિકા ધીમી પરંતુ મક્કમ ગતિએ મંદીમાંથી બહાર આવી રહ્યું છે જે બાબત પણ ઓબામાને ફાયદો કરાવે તેમ છે. ઉપરાંત ભારતીય અમેરિકનો ઉપરાંત દુનિયાભરના લોકોનું ઓબામાને સમર્થન છે તે જોતાં ઓબામા ફરી વખત પ્રમુખપદે ચૂંટાવાની શકયતાઓ વધી ગઈ છે.
'સેન્ડી' વાવાઝોડા બાદ પોતપોતાના પ્રચારકાર્યમાં પાછા ફરેલા ઓબામા અને તેમના રિપબ્લીકન પ્રતિસ્પર્ધી મિટ રોમ્ની વચ્ચેની રસાકસીભરી લડતમાં ઓબામાનું પલ્લું થોડું ભારે હોવાનું સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. જોકે જુદા જુદા સર્વેક્ષણોમાં ઓબામા અને રોમ્નીના મતોની ટકાવારીમાં એક ટકા જેટલું અંતર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ૧૧ માંથી ૭ સર્વેક્ષણોમાં તો બંને ઉમેદવારો વચ્ચે એક ટકા કરતાંય ઓછું અંતર જણાયું હતું. પરંતુ આર્થિક મુદ્દાઓને જોતા ઓબામાને રોમ્ની ઉપર ધીમી પરંતુ મક્કમ સરસાઈ પ્રાપ્ત થઇ રહી છે. ૫૧ ટકા મતદારો એવું માને છે કે અમેરિકાની આર્થિક સમસ્યાઓ માટે ઓબામા કરતા ભૂતપૂર્વ રિપબ્લીકન પ્રમુખ જયોર્જ ડબલ્યૂ બૂશ વધારે જવાબદાર છે.
બીજી બાજુ ન્યૂયોર્કના મેયર માઇકલ બ્લૂમબર્ગે પણ ઓબામાને સમર્થન જાહેર કર્યું છે. પર્યાવરણમાં થઇ રહેલા ફેરપારોથી સર્જાઇ રહેલી કુદરતી હોનારતોને પહોંચી વળવામાં સબળ નેતૃત્વની જરૃરિયાત જણાવીને બ્લૂમબર્ગે ઓબામાને તેમના અસરકારક નેતૃત્વ માટે બિરદાવ્યા છે. બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે પ્રદૂષણને ઘટાડવા ઓબામાએ છેલ્લા ચાર વર્ષમાં પ્રશંસનીય કામગીરી બજાવી છે. તો સ્ટાર બક્સના સીઇઓ હાવર્ડ શૂલ્ઝે પણ આર્થિક અને વૈશ્વિક મુદ્દાઓમાં અસરકારક નિર્ણયો લેવા બદલ ઓબામાની પ્રશંસા કરી હતી.
ઉપરાંત યૂએસ બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટીકસે શુક્રવારે રજૂ કરેલા અહેવાલ અનુસાર અમેરિકામાં ઓકટોબર મહિનામાં ૧ લાખ અને ૭૧ હજાર નવી નોકરીઓ ઊભી થતા બેરોજગારીનો દર ઘટીને ૭.૯ ટકા થયો છે. અહેવાલમાં જણાવાયું છે કે વ્યાવસાયિક અને વેપારી સેવાઓ, આરોગ્ય અને રિટેલ ક્ષેત્રમાં રોજગારી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે આર્થિક અને બેરોજગારીના ઊંચા દરના મુદ્દાઓ બંને ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં મહત્વના બની રહ્યાં છે ત્યારે અમેરિકા આર્થિક મંદીમાંથી ધીમી પરંતુ મક્કમ ગતિએ બહાર આવી રહ્યું હોવાના અહેવાલોથી બરાક ઓબામાને ચોક્કસ પ્રમુખપદની ચૂંટણીમાં સરસાઇ મળી શકે છે. વળી અમેરિકામાં વસતા ઘણાં ખરાં ભારતીયોનું સમર્થન ઓબામાના પક્ષે છે. ઉપરાંત અન્ય એશિયન- અમેરિકનો પણ ઓબામાના ફરી વખત પ્રમુખ પદે ચૂંટાવાને આવકારે છે. એક સર્વેક્ષણ અનુસાર એશિયન-અમેરિકનોના ૪૩ ટકા મતદારોએ ઓબામાને પસંદ કર્યા હતા જયારે રોમ્નીને માત્ર ૨૪ ટકા લોકોનું સમર્થન મળ્યું હતું. ઓબામા-રોમ્ની વચ્ચેની ડિબેટ દરમિયાન રોમ્નીનું એશિયા પ્રત્યેનું વલણ થોડું કડક જણાવાના કારણે એશિયનો ઓબામાને પસંદ કરી રહ્યા હોવાનું તારણ છે. વળી જાપાન, ઓસ્ટ્રેલિયા, ચીન જેવા દેશોમાં થયેલા સર્વેક્ષણમાં પણ લોકોએ રોમ્ની કરતા ઓબામાની વધારે તરફેણ ઔકરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved