Last Update : 03-November-2012, Saturday

 

ટિકિટોના કાળાબજારને ડામવા
રેલવેમાં પ્રવાસીઓએ ૧ ડિસે.થી ઓળખકાર્ડ રજૂ કરવું પડશે

લાંબાગાળે અમદાવાદ-મુંબઈ વચ્ચે સુપર ફાસ્ટ બુલેટ ટ્રેન પણ શરૃ થશે

મુંબઈ, તા. ૨
ઈન્ટરનેટ મારફતે એટલે કે પેસેન્જર રીઝર્વેશન સીસ્ટમ (પીઆરએસ) દ્વારા લાંબા પ્રવાસની રેલવે ટિકિટ બૂક કરનાવનારા તમામ પ્રવાસીઓને હવે ૧ ડિસેમ્બરથી મુસાફરી દરમિયાન ઓરિજનલ ફોટો આઈકાર્ડ સાથે રાખવાનું ફરજીયાત બનાવાયું છે. આ નિયમ તમામ રીઝર્વ્ડ અને સ્લીપર ક્લાસને લાગુ પડે છે. અત્યાર સુધી આ નિયમ માત્ર ઈ-ટિકીટ, તત્કાલ અને એસી ક્લાસમાં પ્રવાસ કરનારાઓ માટે જ અમલી હતો. રેલવે ટિકિટોના કાળા બજાર બંધ કરવા અને દલાલોને નાબૂદ કરવા માટે આ નવો નિયમ ઘણો મદદરૃપ થશે. આ ઉપરાંત લાંબાગાળે અમદાવાદથી મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ બુલેટ ટ્રેન પણ શરૃ કરાશે.
પત્રકારો સાથે વાત કરતાં કેન્દ્રીય રેલવે પ્રધાન પવનકુમાર બંસલે જણાવ્યું હતું કે દલાલો રેલવેની ટિકીટ ચાર મહિના અગાઉ ખરીદે છે અને પછી તેનું કાળાબજાર ચાલુ કરે છે. જેના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય છે. આ દૂષણ બંધ કરવાની તાતી જરૃરીયાત છે.
રેલવેએ માન્ય ઓળખપત્રોમાં રાજ્ય કે કેન્દ્ર સરકારના જાહેર સાહસો, જીલ્લા વહિવટી તંત્ર, મ્યુનિસિપલ તંત્ર અને પંચાયતે બહાર પાડેલા સીરિયલ નંબરવાળા ફોટો આઈકાર્ડનો સમાવેશ કરવાનું પણ નક્કી કર્યું છે.
બંસલે વધુમાં જણાવ્યું હતું કે સુવિધાઓની જરૃર હશે ત્યાં ભાવમાં પણ વધારો જરૃરી બનશે. રેલવે લોકોની યોગ્ય સુવિધા સુનિશ્ચિત કરશે. અને ખાદ્ય સામગ્રી જેવી બાબતોમાં કોસ્ટકટિંગ કરવામાં આવશે. ભોજનમાં બહુબધી વસ્તુઓ પીરસાય તે લોકોને સામાન્ય રીતે પસંદ પડતું નથી. તેથી તેઓ ઘટાડો કરશે અને તેનાથી રેલવે તેમજ જનતા બન્નેને ફાયદો થશે. રેલવેમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સુધારાશે અને લોકોની પસંદગી મુજબ જથ્થો ઘટાડાશે.
આર્થિક પાસા અંગે રેલવે પ્રધાને જણાવ્યું હતું કે વર્તમાન નાણાંકીય વર્ષમાં રેલવેને સરકાર પાસેથી રૃા. ૪૦ હજાર કરોડ લેવાના થાય છે. ગયા વર્ષે રેલવેએ રૃા. ૨૫ હજાર કરોડ મેળવ્યા હતાં. રેલવેને યોગ્ય દિશામાં લઈ જવા માટે રેલવે વિભાગને અંદાજે રૃા. એક લાખ કરોડની જરૃર છે. દેશમાં હાલ કોઈ નવી ટ્રેન કે પ્રોજેક્ટ શરૃ થશે કે કેમ તેવું પૂછાતાં બંસલે જણાવ્યું હતું કે સમગ્ર પ્રણાલીને સુધારવા માટે તાત્કાલિક ઘણું કામ જરૃરી છે. ભાવિ યોજનાઓ અંગે પી.કે. બંસલે કહ્યું હતું કે લાંબાગાળે પાંચ જેટલી સુપર ફાસ્ટ બુલેટ ટ્રેન શરૃ કરવાની રેલવે મંત્રાલયની યોજના છે. જેમાં અમદાવાદથી મુંબઈ અમે ચંડીગઢથી દિલ્હીની ટ્રેનોનો સમાવેશ થાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved