Last Update : 03-November-2012, Saturday

 

ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા
ગડકરી માટે સંઘને કોઇ સોફ્ટ કોર્નર નથી ઃ હોસબેલે

યોગ્ય તપાસ થવી જોઇએ અને દોષીત હોય તો સજા કરવી જોઇએ ઃ સંઘ

(પી.ટી.આઇ.) ચેન્નાઇ, તા. ૨
ભાજપના પ્રમુખ નીતિન ગડકરીના વેપારી વ્યવહારો અંગે વિવાદથી પોતે અળગા રહેવાનું કહીને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)એ જણાવ્યું છે કે આ મામલામાં કાયદો તેનું કામ કરશે અને તેને કોઇની પ્રત્યે સોફ્ટ કોર્નર નથી.
આરએસએસના નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મીટના ઉદ્ધાટન પછી પત્રકારો સાથેની વાતચીતમાં આરએસએસના જોઇન્ટ જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબેલેએ જણાવ્યું હતું કે 'જે દોષિત જણાશે તેમને કાયદા મુજબ સજા કરવામાં આવશે.'
કોઇ વ્યક્તિ કે સંગઠન કોઇપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય તો તેની સામે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ અને જે કોઇ પણ દોષી જણાય તેને સજા થવી જોઇએ તેવા આરએસએસના જનરલ સેક્રેટરી સુરેશ જોશીના નિવેદનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે અમારું આ જ વલણ ચાલુ રહેશે.
ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં આરએસએસના વડા મોહન ભાગવત સહિત દેશભરમાંથી ૪૦૦ જેટલા પ્રતિનિધિઓ હાજર રહેશે. તેઓ બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર ઇમીગ્રેશન અને સૂચિત લેન્ડ એક્વિઝીશન બિલ જેવા વિવિધ મુદાઓ પર ચર્ચા કરશે.
કથિત જમીન પ્રાપ્તિના મુદે મીડિયા દ્વારા ગડકરી પર ચલાવવામાં આવતાં મારા સામે વાંધો ઉઠાવતાં તેમણે કહ્યું હતું કે ૧૦૦થી વધુ લોકો સામે આવા મામલા ચાલી રહ્યા છે. અમે કેસવાર કે વ્યક્તિદીઠ ચર્ચા કરવાના નથી. અમે તેને જમીન પ્રાપ્તિની પોલિસી તરીકે તેની ચર્ચા કરવાના છીએ. જે કોઇપણ તેની અંદર આવશે તેને પહેલાં કાયદાની સમક્ષ આવવું પડશે. અમે કોઇના અંગે સોફ્ટ કોર્નર ધરાવતા નથી. અમે નીતિથી આગળ વધવા માગીએ છીએ અને તેના પર જ ભાર મુકીએ છીએ.
હોસેબેલેએ કહ્યું હતું કે આરએસએસ માટે જમીન પ્રાપ્તિ કે ભ્રષ્ટાચાર કે અન્ય કોઇ પણ મામલો હોય અમને કોઇ અવરોધ નડતો નથી કે અમારો કોઇ અલગ વિચાર નથી. આરએસએસ દેશના હિત સાથે સંકળાયેલી છે. અમારા માટે લોકોની નૈતિકતા સર્વોપરિ છે અને તે મુજબ જ અમે અમારા અભિપ્રાયો વ્યક્ત કરીએ છીએ.
ગડકરી પણ કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયરપ્પાની જેમ હોદ્દો છોડી દેશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેમના (યેદી)ના કેસમાં ભાજપની નેતાગિરીએ નક્કી કરવાનું હતુ કેમ કે યેદી સામે લોકાયુક્તના આરોપો હતા. અહીં તો પહેલા તપાસ થવી જોઇએ. આ જ બાબતની અમે માગ કરી છે. યેદીની જેમ ગડકરી સામે પણ એ પ્રકારની તપાસ થવી જોઇએ. પછી પાર્ટી (ભાજપ) નિર્ણય લેશે. યેદીના કેસમાં પણ ભાજપે જ નિર્ણય લીધો હતો, આરએસએસે નહિ.
આરએસએસ ગડકરી પાસેથી ખુલાસો માગશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ભાજપ પ્રમુખ નીતિન ગડકરી સંઘના સ્વયંસેવક છે અને તેમની સામેના આક્ષેપોનો યોગ્ય જવાબ મળવો જ જોઇએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved