Last Update : 03-November-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩-૧૧-૨૦૧૨, શનિવાર
આસો વદ ચોથ

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા - લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૧ મિ., સૂર્યાસ્ત ૧૮ ક. ૦૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૫ મિ., (સૂ) ૭ ક. ૩૨ મિ., (મું) ૭ ક. ૨૯ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મૃગશીર્ષ બપોરના ૨ ક. ૩૯ મિ.સુધી પછી આદ્રા
ગોચર ગ્રહ ઃ સૂર્ય - તુલા, મંગળ - વૃશ્વિક, બુધ - વૃશ્વિક, ગુરૃ - વૃષભ, શુક્ર - કન્યા, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન હેમંતઋતુ, રા.દિ. કા. ૧૨
માસ-તિથિ-વાર ઃ આસો વદ ચોથ ને શનિવાર
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૧૮ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૧૯ રોજ રશ્ને.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહાર ગામ જવાનું થાય. ધંધો મેળવવા, ઉઘરાણી મેળવવા પ્રયત્ન કરવો પડે. વધુ પડતો વિશ્વાસ નુકસાન કરી જાય.

 

વૃષભ ઃ આપના આનંદ, ઉત્સાહ, આત્મવિશ્વાસમાં વધારો થાય તેવું કામ થાય. નોકરી-ધંધામાં વધુ સમય ફાળવવો પડે પરંતુ આનંદ રહે.

 

મિથુન ઃ હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય તેવું કામ થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતારહે. આવક આવવાથી રાહત રહે.

 

કર્ક ઃ વિચારોની દ્વિધા-શંકા-અવિશ્વાસના ચક્કરમાં તમે અટવાયા કરો. હરોફરો કામ કરો પરંતુ શાંતિ-રાહત જણાય નહીં.

 

સિંહ ઃ નોકરી-ધંધાના કામમાં આપને ફાયદો-લાભ-પ્રગતિ જણાય. પુત્રપૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. પ્રગતિથી આનંદ.

 

કન્યા ઃ હૃદય-મનને ઉચાટ-ઉદ્વેગ રહે. નોકરી-ધંધાનું યથાવત કામ કરો પરંતુ ચિંતા-બેચેની અનુભવ્યા કરો. ભાગીદારીવાળા ધંધામાં ચિંતા.

 

તુલા ઃ શારીરિક-માનસિક સ્વસ્થતા, હળવાશના કારણે તમારા નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જઈ શકો. કામ કરી શકો.

 

વૃશ્વિક ઃ આરોગ્યની અસ્વસ્થતા તેમજ નોકરી-ધંધાની ચિંતાના કારણે ઊંઘ આવે નહીં. વધુ પડતો શ્રમ-ઉજાગરાથી તમારું કામ વિલંબમાં પડે.

 

ધન ઃ આનંદ-ઉત્સાહથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય.

 

મકર ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. નોકરી-ધંધાના કે અન્ય કામ અંગે ખર્ચખરીદી થાય. અન્યને મદદરૃપ થવુ ંપડે. મિત્રવર્ગની ચિંતા રહે.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. પુત્ર પૌત્રાદિક, સગા-સંબંધી-મિત્રવર્ગથી ખર્ચ થાય, બહાર જવું પડે.

 

મીન ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં, ઘર પરિવારના કામમાં આપે ધ્યાન આપવું પડે. વધારાનો ખર્ચ થાય. વાહન ધીમે ચલાવવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત- તા. ૩-૧૧-૨૦૧૨, શનિવાર

આજની તારીખે શરૃ થતું જન્મવર્ષ પ્રારંભમાં ચિંતા-તકલીફ રખાવે પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ હળવાશ, રાહતની શરૃઆત થાય., વર્ષના મધ્યભાગથી વર્ષના ઉત્તરાર્ધ સુધીનો સમય આપને લાભદાયી રહે. તમારી ચિંતા એક પછી એક દૂર થાય.

 

* વર્ષારંભે સંયુક્ત પરિવારના, સંયુક્ત મીલકત કે સંયુક્ત ધંધાના પ્રશ્ને ચિંતા-સંઘર્ષ-રૃકાવટ, મુશ્કેલી અનુભવો. કાનૂની, સરકારી, ખાતાકીય પ્રશ્નમાં ધીરજ, શાંતિ ને સાવધાની જાગૃતિ રાખી સમય પસાર કરવો.

 

* નોકરી-ધંધામાં નાણાંકીય કે અન્ય જવાબદારીવાળા કામમાં બેધ્યાન રહેવું નહીં તેમજ કોઈના દોરવાયા દોરવાઈ જઈને કે લોભ લાલચમાં ખોટા કામ કરવા નહીં.

 

* પુત્ર-પૌત્રાદિકના વિદ્યાભ્યાસમાં, જીવન ઘડતરમાં તેમજ વિવાહ-લગ્નના પ્રશ્ને વર્ષનો ઉત્તરાર્ધ સાનુકૂળતાવાળો રહે. સારી તક પ્રાપ્ત થાય. ખર્ચ થાય પરંતુ આનંદ રહે. અવિવાહિત સંતાનના વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય.

 

* સ્ત્રી વર્ગને કૌટુંબીક, પારિવારિક પ્રશ્નમાં ચિંતા રહે. જશ મળે નહીં. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ-તેમ સાંસારીક-કૌટુંબીક પ્રશ્ન સાનુકૂળ થતા જાય. માન-સન્માન મળે.

 

* વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. વિદ્યાસંસ્થા-શાખાની ફેરફારી થાય.

 

સુપ્રભાતમ્

- સામ, દામ અને ભેદ -એ ત્રણે ઉપાયોનો અલગ અલગ અથવા એક સાથે ઉપયોગ કરીને શત્રુઓને જીતી લેવાનો પ્રયત્ન કરવો પણ, યુદ્ધથી કદાપિ નહિ.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

બે વાઘ જંગલમાં આરામ કરી રહ્યા હતા. એવામાં ત્યાંથી એક સસલુ નીકળ્યું. સસલું નીકળવાનો અવાજ સાંભળીને એક વાઘે બીજાને પૂછ્યું, ''શું છે?''
''કંઈ નહીં'', બીજો વાઘ બોલ્યો, ''ફાસ્ટ ફુડ છે.''

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved