Last Update : 02-November-2012, Friday

 

યુદ્ધકથાઓની અછત

 

ચીન સામે ભારતના લશ્કરી ધબડકાના પચાસમા વર્ષ નિમિત્તે એ યુદ્ધની ઘણી યાદો તાજી થઇ રહી છે. ત્યાર પહેલાં, ભારત આઝાદ થયું ત્યારથી જ તેના લમણે યુદ્ધ લખાયેલાં છે- ચાહે તે ૧૯૬૫ અને ૧૯૭૧ જેવાં પૂરા કદનાં હોય કે પછી ૧૯૪૮ ને ૧૯૯૯ જેવાં અર્ધા કદનાં છતાં ભારે મહત્ત્વનાં હોય. એ સિવાય સિઆચીન ગ્લેસિઅર કબજે કરવા જેવાં પરાક્રમી ઓપરેશન પણ ખરાં.
સાડા છ દાયકામાં પાંચ યુદ્ધની સરેરાશ, 'યુદ્ધસ્ય કથા રમ્યાઃ' ન્યાયે, રોમાંચક કથાઓના સર્જન માટે ઘણી કહેવાય. પરંતુ અંગ્રેજી ફિલ્મોની જેમ હિંદી ફિલ્મોમાં 'વૉર મુવીઝ'- યુદ્ધફિલ્મોનો પ્રકાર બહુ સફળતાપૂર્વક ખેડાયો નથી. ૧૯૬૨ના ચીન યુદ્ધની મનોરંજન સાથે સંકળાયેલી સૌથી જાણીતી છતાં બિનફિલ્મી યાદ 'એ મેરે વતનકે લોગોં' ગીતની છે. કવિ 'પ્રદીપ' લિખિત અને સી.રામચંદ્રે સંગીતબદ્ધ કરેલા આ ગીતની રજૂઆત લતા મંગેશકરે લાલ કિલ્લા પરથી કરી ત્યારે પંડિત નેહરુની આંખમાં આંસુ આવ્યાં હતાં, એવી દંતકથા છે. અલબત્ત, ૧૯૬૨માં મુખ્યત્વે નિષ્ફળ રાજકીય નેતાગીરીને કારણે ભારતની હાલત એવી કરુણ થઇ હતી કે એ મુદ્દે પંડિત નેહરુને સહેલાઇથી આંસુ આવી જાય.
ભૂતપૂર્વ અધ્યાપક અને નામી નિર્દેશક ચેતન આનંદે ભારત-ચીન યુદ્ધ પરથી 'હકીકત' બનાવી. હવે એ ફિલ્મ મુખ્યત્વે'અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં' જેવાં હૃદયસ્પર્શી ગીતો થકી યાદ કરવામાં આવે છે. એ જ ચેતન આનંદે દૂરદર્શનના સુવર્ણયુગ વખતે 'પરમવીર ચક્ર' નામે ટીવી શ્રેણી બનાવી હતી. પરંતુ કળાત્મકતા, અસરકારકતા અને નિર્માણની દૃષ્ટિએ તેમનો પ્રયાસ ઘણો ઉણો ઉતર્યો અને ભૂલાઇ પણ ગયો. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા મહત્ત્વના સંગ્રામ ફિલ્મના પડદે કેમ ન આવ્યા એવો વિચાર હંમેશાં આવે. પશ્ચિમી દેશોએ અને ખાસ કરીને હોલિવુડે બીજા વિશ્વયુદ્ધની કંઇકેટલીયે કથાઓ પરથી અસંખ્ય ઉત્તમ ફિલ્મો બનાવી, જે આજે પણ ફિલ્મોના ઇતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધની ભૂતાવળો ઇતિહાસ બની હોવા છતાં, તેના કિસ્સાપ્રસંગો પરથી બનેલી ઘણી ફિલ્મો કેવળ ધડાધડીની ન બની રહેતાં, માનવીય પ્રકૃતિનાં વિવિધ પાસાંને ઉજાગર કરનારી પણ નીવડી.
ભારતની યુદ્ધફિલ્મો અને હોલિવુડનાં વૉર મુવિઝ વચ્ચેનો મોટો તફાવત તેના નિર્માણની ગુણવત્તાનો પણ રહ્યો છે. મહાયુદ્ધના વિશાળ ફલકને સિનેમાના પડદે સાકાર કરવાનું કામ સહેલું નથી. તેના માટે કે.આસિફે 'મુગલે આઝમ'માં પ્રયોજી હતી એ જાતની કલ્પનાશક્તિ અને એટલું નાણાંભંડોળ વાપરવું પડે. યુદ્ધનાં દૃશ્યો બને એટલાં વાસ્તવિક લાગે એ માટે સંશોધનથી માંડીને સાધનસામગ્રી સુધીની બાબતો પર કામ કરવું પડે. ઘણા દાયકા સુધી ભારતીય ફિલ્મો માટે એ શક્ય બન્યું નહીં. સારા નિર્દેશકોની કે રૃપિયાપૈસાની કમી હતી એવું તો ન કહી શકાય, પણ ફિલ્મ નિષ્ફળ જવાની બીક દરેક નિર્માતા-નિર્દેશકના માથે ઝળુંબતી હતી. એટલે મોટા ભાગના લોકો સફળતાની ફોર્મ્યુલાની શોધમાં અને તેનો ક્યાંય પણ અણસાર મળે તો તેની નકલ ઉતારવામાં વધારે સલામતી સમજતા હતા.
પરિણામ એ આવ્યું કે ભારતીય દર્શકોની બે-ત્રણ પેઢીના મુખ્યત્વે શહેરી દર્શકોએ ઉત્કૃષ્ટિ વિદેશી વૉર ફિલ્મ્સ જોઇ, પણ ઘરઆંગણે તેમને યુદ્ધફિલ્મોના નામે ઘણાં સમાધાન ધરાવતી અને ટેકનિકલી નબળી ફિલ્મો જોવાનો વારો આવ્યો. વૈશ્વિકીકરણ પછી થયેલા કારગીલ યુદ્ધના પગલે થોડી ફિલ્મો બની, જે ટેકનિકલી ચઢિયાતી હતી. 'બેટલ ઓફ લોંગેવાલા' જેવા ૧૯૭૧ના યુદ્ધના પ્રસંગ ફિલ્મસ્વરૃપે રજૂ થયા. પરંતુ આ ફિલ્મોમાં મસાલાનું તત્ત્વ મૂળ ઘટનાને મોળી પાડી દે એટલી હદે પ્રભાવી રહ્યું. એટલે એ ફિલ્મો ઉત્તમ કક્ષાની વૉર ફિલ્મ્સ બનવાથી દૂર જ રહી. હવે હિંદી ફિલ્મો ટેકનોલોજીની દૃષ્ટિએ ઘણી આગળ નીકળી છે. વૈવિધ્યપૂર્ણ કથાવસ્તુ તેમાં આવતાં થયાં છે. બદલાયેલાં ગણિતને લીધે નિષ્ફળતાની કે ખુવાર થઇ જવાની બીક લગભગ નીકળી ગઇ છે. અને ભારતની પોતીકી યુદ્ધકથાઓની ખોટ નથી. એવી સ્થિતિમાં નવા તેજસ્વી નિર્દેશકોમાંથી કોઇ યુદ્ધને સિનેમાના પડદે લઇ આવે, તો વૈવિધ્ય અને પરંપરાના મિશ્રણ તરીકે તે ઉત્તમ કથાવસ્તુ પુરવાર થઇ શકે છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved