Last Update : 02-November-2012, Friday

 

આર.એસ.એસ. પણ દ્વિધામાં
ગડકરી એપિસોડ ઃ સંઘનો ગણવેશ લજવતા આક્ષેપો

 

- ૨૦૧૪ની ચૂંટણીઓ વખતે છવાઈ જવા માગતા ભાજપ માટે વણજોઈતી મુસીબત

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગણવેશ પહેરેલો માણસ જ્યારે ભ્રષ્ટાચારના આરોપનો ભોગ બને ત્યારે દેશના મધ્યમવર્ગને આઘાત લાગે તે સ્વાભાવિક છે. ભાજપના પ્રમુખ ગડકરીની જીવનશૈલી હાઇ-ફાઇ નહોતી ૨૦૧૪ની ચૂંટણીઓમાં ૨૦૦ બેઠક મેળવવાના સપનાં સાથે આગળ વધતી ભાજપની ગાડીમાં પંચર પડયું છે. ગડકરી નામનો મુદ્દે કોંગ્રેસના પ્રચાર માટે પૂરતું ભાથું પૂરું પાડી રહ્યું છે. બાંગારૃ લક્ષ્મણનો એપિસોડ પ્રજાને યાદ છે તહેલકાના સ્ટિગ ઓપરેશને તેમનો ભોગ લીધો હતો પરંતુ ગડકરીની લોબી પાવરફૂલ છે પક્ષના ટોચના નેતાઓ ગડકરીની સાથે છે પરંતુ ભ્રષ્ટાચાર સામે સતત અવાજ ઉઠાવતું આર.એસ.એસ. મૌન રહ્યું છે. 'ગડકરી બચાવો' ઝુંબેશ ભાજપમાં ચાલી રહી છે લોકસભાની ચૂંટણીઓ આડે એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે ગડકરીના ગોટાળાએ ભાજપને ગોથુ ખવડાવી દીધું છે. ભારતના રાજકારણમાં વારા પછી વારો તારા પછી મારો જેવી સ્થિતિ છે. જે ગડકરી લહેરથી ફરતા હતા અને દરેક પ્રશ્ને બિન્દાસ્ત બોલતા હતા તેમણે ભાજપની લાલી હરી લીધી છે. નીતિન ગડકરીને બીજીવાર પ્રમુખપદે મુકાશે કે કેમ તે સામે મોટો પ્રર્શ્નાથ વાગી ગયો છે.
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીના પરિવારના જમાઈ રોબર્ટ વાઢેરાના ડીએલએફ સાથેના ડીલીંગ જાહેર થતાં જ ભાજપ ગેલમાં હતું પરંતુ નીતિન ગડકરીની તગડી આવકો બહાર આવતાં જ ભાજપની દીવાળી બગડી છે.
ગડકરીએ શરુ કરેલી એનજીઓ પૂર્તિનું વિશાળ બિઝનેસ સામ્રાજય જોઈને પ્રજાની આંખ પહોળી થઈગઈ છે. એલ. કે. અડવાણી, સુષ્મા સ્વરાજ, અરૃણ જેટલી જાહેરમાં ગડકરીને ટેકો આપી રહ્યા છે પરંતુ ગડકરીના કેસમાં ભાજપની થઈ રહેલી બદનામીને રોકી શકતા નથી.
પૂર્તિ પાવર એન્ડ સુગર લિમિટેડમાં આવતા રોકાણો અને તેની સાથે સંકળાયેલી બીજી ૧૮ કંપનીઓ સામે કોર્પોરેટ મંત્રાલય તપાસ કરશે જ્યારે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે તપાસ શરુ કરી દીધી છે. આમ તો આ બધી માન્ય કંપનીઓ છે માટે તપાસમાં એવું કશું નીકળવાનું નથી પરંતુ ગડકરીના કારણે ભાજપની થયેલી બદનામીમાં તાત્કાલીક સાંત્વન મળી શકે એમ નથી.
ગડકરીના કેસમાં જેટલા તેમની સામે આક્ષેપો છે તેનાથી બમણા જવાબો છે. ગડકરી ખુદ આક્ષેપોના જવાબો આપવા મેદાનમાં આવે છે. તે પોતેજ બચાવ કરે છે ત્યારે લોકોમાં તેમના પ્રત્યે થોડો વિશ્વાસ જાગ છે.
સમાચાર માધ્યમોમાં જણાવ્યા અનુસાર ગડકરીની કંપનીઓમાં આઇડીયલ રોડ બિલ્ડર્સ દ્વારા વધુ રોકાણ થયું છે. ગડકરી જ્યારે મહારાષ્ટ્રમાં પ્રધાન હતા ત્યારે ૧૯૯૫થી ૧૯૯૯ દરમ્યાન મોટા રોકાણ થયા હતા. બિઝનેસમાં લેતીદેતી અને રાજકીય વગનો ઉપયોગ બહુ જાણીતી વાત છે.
ગડકરી પાસે જેટલી બિઝનેસની વ્યૂહરચન છે એટલી જ રાજકીય વ્યૂહરચના છે. તેમના ખુલાસા પરથી લાગે છે કે કેટલીક બાબતોમાં તે સ્પષ્ટ છે અને આક્ષેપો ખોટા છે છતાં પ્રજાના ગળે ઉતરે એવી સ્પષ્ટતાઓ માટે અપેક્ષા રખાય છે.
ગત ૧૭ ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકાર સાથેની સાંઠગાંઠનો ઉપયોગ કરીને પોતાની ફેક્ટરીના ઉપયોગ માટે બંધનું પાણી ડાઇવર્ટ કર્યું હતું. જો કે આ જ દિવસે સાંજે ગડકરીએ તેમની સામેના આક્ષેપોના ખુલાસા સાથે કહ્યું હતું કે, હું આવા 'ચિલ્લર' આક્ષેપોના જવાબ નથી આપતો. ત્યારબાદ અરૃણ જેટલી અને સુષ્મા સ્વરાજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આક્ષેપોને પાયાવિનાના ગણાવ્યા હતા. સુષ્મા સ્વરાજે તો અરવિંદ કેજરીવાલ માટે ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર સાથે સરખાવ્યા હતા.
રાજકીય સમીક્ષકો કહે છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારના અનેક આરોપો હેઠળ છે રોબર્ટ વાઢેરા સામેના આક્ષેપો ગંભીર છે. એટલે જ લોકોનું ધ્યાન ભાજપ તરફ દોરવા કોંગ્રેેેસે આ ગેમ રમી છે. ભાજપ માને છે કે ગડકરીની કંપનીઓની તપાસ કરીને કોંગ્રેસ નક્કર પુરાવા મેળવવા મથે છે. મહારાષ્ટ્રના રાજકીય વર્તુળો કહે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસ- એનસીપી સત્તા પર હોવા છતાં ત્યાંં ગડકરીનું વધુ ઉપજે છે.
કોંગ્રેસે અજીત પવાર અને ગડકરી વચ્ચેની સાંઠગાંઠને દબાવી દેવામાં સફળતા મેળવી છે.
ગડકરીના મુદ્દે ભાજપવાળા જેટલો ઢાંકપિછોડો કરવા જાય છે તેટલો રોજ નવો ભડકો થાય છે. ગડકરી પાસે આટલી જંગી સંપત્તિ અને બિઝનેસ સામ્રાજ્ય જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. ભાજપ એ મધ્યમ વર્ગના પક્ષ તરીકે જાણીતો છે પરંતુ અહીં તો આરએસએસની શાખાની જેમ કંપનીઓનું સામ્રાજ્ય હતું.
ગડકરી શરીર ઉતારવાનું ઓપરેશન સફળતાપૂર્વક કરાવી શક્યા પરંતુ તેમની સામેના આક્ષેપોનો ભાર તે આસાનીથી ઉતારી શકે તેમ નથી. ગડકરી સામે રોજ નવો આક્ષેપ થઈ રહ્યો છે. જો કે, અરવિંદ કેજરીવાલ કહે છે કે આવા આક્ષેપ અને કોર્પોરેટ મંત્રાલયની તપાસોમા કંઈ બહાર નીકળવાનું નથી. વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ કહે છે કે, અમારા પક્ષ પ્રમુખને બદનામ કરવાનું કોંગ્રેસે કરેલું આ કાવતરું છે.
ભારતના રાજકારણમાં સમય સમય બલવાન હૈ જેવી સ્થિતિ છે. રોબર્ટ વઢેરાનો શિકાર કરવા નીકળેલા શિકારીઓ ખુદ શિકાર થઈ ગયા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 

 

 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved