Last Update : 02-November-2012, Friday

 
ભાજપને ભાજપીઓ જ ડૂબાડવા બેઠા છે
- ગડકરીની વહારે આડવાણી અને સુષમા કેમ ?
- ગડકરીના ભ્રષ્ટાચારનો રેલો અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન સુધી !
- કોંગ્રેસ જ્યારે ઓક્સીજન ઉપર છે ત્યારે ભાજપ આપઘાત કરવા ભણી જઈ રહ્યો છે
- ગડકરીની કંપનીઓની તપાસ સીબીઆઈને કેમ નથી સોંપાઈ ?

રોબર્ટ વાઢેરા અને સલમાન ખુરશીદ ઉપર ભ્રષ્ટાચારના આરોપો થયા પછી કોંગ્રેસ અને સોનિયા ગાંધી એક અર્થમાં ઓક્સીજન ઉપર આવી ગયા હતા એમાં ભાજપના પ્રમુખ નિતિન ગડકરીના ભ્રષ્ટાચારના પુરાવાઓ સામે આવતા ભાજપ જાતે જ આપઘાતના રસ્તે જઈ રહ્યો હોવાનું દેખાવા લાગ્યું.
કોંગ્રેસ તો સડેલી છે જ, ભ્રષ્ટ છે જ પણ ભાજપ? પોતાનો ચાલ, ચરિત્ર અને ચહેરો અલગ હોવાની ડંફાસો મારનાર ભાજપ? કોઈ સતી હોવાની છાપ ઊભી કરનાર મહિલા વેશ્યા વાડે જતી જોવામાં આવે તો કેવું થાય? જે વેશ્યાવાડે છે એ તો છે જ પણ એક સતી હોવાથી છાપ ઊભી કરનાર વેશ્યાવાડે જતી હોય એ કોઈનાથી સહન ન થાય. ઉલટાનું આઘાતજનક થાય.
ગડકરી અને ભાજપે એવો આઘાત આપ્યો છે. ભાજપ સામે આશાની નજરે જોનાર આપણા દેશની કરોડોની જનતા ભાજપને એટલે કે એના પ્રમુખને આ રીતે ભ્રષ્ટાચારી જોઈને આઘાત ન પામે તો જ નવાઈ!
નેતા તો જરા પણ નહીં પરંતુ પગથી માથા સુધી વેપારી જ લાગતા ગડકરીને સંઘે શું જોઈને ભાજપના પ્રમુખ બનાવ્યા હશે એ જ નથી સમજાય એવું ! બે જ કારણ હોય શકે... (૧) એ નાગપુરના એટલે સંઘના વડા ભાગવતના પડોશી અને (૨) વેપારી હોવાના કારણે અને વિદર્ભ તથા મુંબઈ ઘણા કૌભાંડોના કારણે ભેગા કરેલા અબજો ખર્વો રૃપિયામાંથી સંઘને પણ લાભ કરી આપવાનો બદલો ચુકવવો.
જે હોય તે!
બાકી ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવ્યા પછી એમની શરૃઆત વિવાદોથી થએલી. હવે તેઓ એ બધા વિવાદોને સાથે લઈને પોતાના અંત ભણી આગળ વધી રહ્યા છે. પોતાના સમય દરમ્યાન એ પોતાની કારકીર્દિની ટોચ ઉપર હતા. વડાપ્રધાનપદના દાવેદારોમાં એમનું નામ પણ ચડેલું. પણ હવે બધું ધોવાઈ ગયું છે. વડાપ્રધાનની ખુરશી તો દૂર રહી પણ પક્ષના પ્રમુખ તરીકે રહેશે કે નહીં એ જ પ્રશ્ન ઊભો થયો છે. (એવું ન થાય તો સંઘને કાળા ડાઘા ઉડે તેમ છે.)
હમણાં છ મહિના પહેલાં વિધાનસભાઓની ચૂંટણીઓ થઈ એમાં પણ ભાજપના દેખાવથી સંઘમાં એમના માટે નારાજગી હતી. (ભાગવત જ એમને ટકાવી રાખતા હતા) એ ચુંટણીઓમાં ભાજપની સ્થિતિ કોઈપણ દ્રષ્ટિએ કોંગ્રેસથી અલગ નહોતી. દા.ત. ઉત્તરાખંડમાં ભાજપની સરકાર હતી એ ચાલી ગઈ અને પછી ગડકરીએ ત્યાંના વિરોધ પક્ષ તરીકે પક્ષના એવી વ્યક્તિને નેતા બનાવ્યો જેનો ત્યાંના ભાજપના બે તૃતિયાંશ ધારાસભ્યો વિરોધ કરતા હતા. જ્યારે ઉત્તરપ્રદેશમાં ભાજપ પોતાની અગાઉની સીટો પણ જાળવી શકેલો નહીં. ત્યાં ઉમા ભારતીને ચૂંટણીનું સંચાલન સોંપીને ગડકરીએ મોટામાં મોટી ભૂલ કરેલી. એ ઉમા ભારતી મધ્યપ્રદેશમાં નહીં ચાલેલા એમને ઉત્તરપ્રદેશ કઈ રીતે સોંપાય?... એટલો સામાન્ય વિચાર પણ આ વેપારી નેતાએ નહીં કરેલો! એમાં પાછું ઉમાભારતીને ઉ.પ્ર.ના ભાવિ મુખ્યપ્રધાન તરીકે રજૂ કરેલા! એ ઓછું હોય એમ ગડકરીએ ઉમા ભારતીને ચૂંટણી પણ લડાવી જે એ હાર્યા.
એ પાંચ રાજ્યોમાં ગોવા સિવાયનામાં ભાજપે કે ગડકરીએ કશું ઉકાળ્યું નહીં પછી મહારાષ્ટ્રનું જોઈએ તો ત્યાં પણ એમણે પોતાની રાજકીય હેસીયત દેખાડેલી નહીં. મહારાષ્ટ્રની નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપ કે ગડકરીએ કશું ઉકાળેલું નહીં.
દક્ષિણ ભારતમાં ભાજપનો રથ સફળતાપૂર્વક લઈ જનાર કર્ણાટકના યેદુરપ્પાના પ્રકરણમાં પણ ગડકરી એવો માર ખાય ગયા કે યેદુરપ્પા હવે ભાજપ છોડીને નવો પક્ષ કરવા આગળ વધી રહ્યા છે.
સંઘની અને ખાસ કરીને ભાગવતની કૃપાથી ગડકરીને બીજા ડઝન જેટલા દાવેદાર હોવા છતાં ભાજપની જવાબદારી સોંપવામાં આવેલી. સંઘને એમની ઉપર ઘણી આશાઓ હતી. ભાજપમાં ચમત્કાર સર્જીને એ ભાજપને ઊંચે લાવશે એવું માનીને સંઘે એમને જવાબદારી સોંપેલી.
જોકે, માકર્સવાદી પક્ષના સુરજીતથી માંડી પ્રકાશ કારાત જેવી એમનામાં સિદ્ધાંત પ્રિયતા નહોતી. તો બહુજન સમાજ પક્ષના કાંશીરામ કે માયાવતી જેવી પક્ષમાં એમની કોઈ સ્વીકાર્યતા નહોતી. એમણે માયાવતી કે બાજપેયી જેવા સંઘર્ષના દિવસો પણ નથી કાઢયા. રાહુલ ગાંધીની જેમ પક્ષનું મુખડું પણ એ બની શકેલા નહીં.
સંઘમાં પણ એમની સર્વસ્વીકાર્યતા નહોતી. તેઓ એક પણ રાજ્યમાં પ્રભાવ પાડી શક્યા નથી. છતાં માત્ર અને માત્ર મોહન ભાગવતના કારણે જ એ ભાજપના પ્રમુખ બન્યા. પોતાના પક્ષના જ નેતાઓનો વિરોધ એમને જોવો પડયો.
અત્યાર સુધી આડવાણી, સુષમા સ્વરાજ, અરૃણ જેટલી જેવા એમના વિરોધમાં હતા. મુંબઈમાં ભાજપ કારોબારીની મીટીંગ મળી ત્યારે તેઓ અધવચ્ચેથી ત્યાંથી નીકળી ગયા હતા. છતાં ગડકરી ઉપર અત્યારે આરોપો થયા ત્યારે એમણે જાહેર કર્યું કે, ''અમે અને પક્ષ એમની પડખે છીએ.'' (ખરેખર તો, આડવાણીની આ મોટી ભૂલ કહેવાય કારણ કે ગડકરી ઉપર એવા આક્ષેપો અને પુરાવા છે કે એ બચી શકે તેમ નથી. પરંતુ આડવાણીનો વડાપ્રધાન બનવાનો જીવડો હજી શાંત થયો લાગતો નથી એટલે એમણે વડાપ્રધાન બનવાની તૃષ્ણા છીપાવવા ગડકરીના બચાવમાં ઊભા રહેવાની જાહેરાત કરી. સુષમા અને જેટલી આડવાણીના ચમચા છે એટલે એ એમની સાથે હોય જ.)
આમ, એક બાજુ ભ્રષ્ટાચારના પહાડો ઉપર બેઠેલી કોંગ્રેસ છે તો, બીજી બાજુ જેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપો પુરાવા સાથે સાબિત થઈ રહ્યા છે એવા પક્ષના પ્રમુખ નિતિન ગડકરીના ગંદવાડને માથા ઉપર મૂકીને ભાજપ ગૌરવ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે!
જે ભાજપના રાજ્યમાં રસ્તા પરના ખાડા મહિનાઓ નહીં પણ વર્ષો સુધી પુરાયા વિનાના ખાડાના ખાડા જ રહે એ જ ભાજપના રાજયમાં અદાણી જેવાની ગેસ પાઇપ લાઇનો, ગેસ પંપો, બીઆરટીએસના રસ્તા વગેરે જે ઝડપથી પૂરા કરવામાં આવતા હોય ત્યારે જ વિચારવાન વ્યકિતને દાળમાં કંઇક કાળુ હોવાની શંકા જાય. ઊંડા ઉતરતા એ શંકાને પાયો મળી જાય છે. દા. ત. અદાણી સાથે ભાજપના કોઇ નેતાની ભાગીદારી અને બીઆરટીએસનો જેને કોન્ટ્રાકટ આપ્યો છે એ આઇ આર બી એટલે િઆડીયલ રોડ બિલ્ડર્સ નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની એટલે ગડકરી કંપની.
અમદાવાદ મ્યુનિ.માં ભાજપ સત્તામાં આવ્યા પછી આ આઇ આર બીને રસ્તાઓ બાંધવાનું કામ અપાવા લાગ્યું. એ જ રીતે ભાજપ અમદાવાદ અને સરકારમાં સત્તામાં આવ્યા પછી એલિસબ્રીજના સમાંતર જે બંને બાજુ પૂલ બાંધવામાં આવ્યો છે એનો કોન્ટ્રાકટ ઉત્તર પ્રદેશના ભાજપના નેતાને આપવામાં આવ્યો હતો.
અમદાવાદમાં કોઈ પણ રસ્તા ઉપરનો નાનો મોટો ખાડો વર્ષો સુધી પુરાઇ નહીં પણ બી આર ટી એસ માટેના ાર્ગની જગ્યા ન હોવા છતાં, જનતાને હાલાકી પડે છતાં ચાર રસ્તાના વળાંક ઉપર માર્ગ વગર, પૂલ ઉપર બી આર ટી એસના નારોલથી નરોડાનો માર્ગ રૃપિયા ૧,૩૩,૦,૦૦,૦૦૦ નો કોન્ટ્રાકટ ગડકરીની આ કંપનીને આપવામાં આવ્યો છે ! એ રીતે આખા અમદાવાદમાં બીઆરટીએસને પાથરી દેવાનો કોન્ટ્રાકટ આઇઆરબીને ભાજપે આપ્યો છે. બીઆરટીએસના માર્ગને જરૃરી ન હોવા છતાં ચાર-પાંચ ફૂટ ખોદીને પરાણ કરીને બનાવવામાં આવે છે તેમજ બીઆરટીએસના એક એક બસ સ્ટેન્ડનો ખર્ચ રૃપિયા ૮૦,૦૦,૦૦૦ થી રૃપિયા ૧,૦૦,૦૦,૦૦૦ નો છે જે ભાજપની મ્યુનિ.એ મંજુર કરેલો છે. (કોના.. ?) કોંગ્રેસને પણ આ બાબતે બોલતી બંધ કરી દેવાની ભાજપમાં આવડત છે.
આ નારોલ- નરોડાનો માર્ગ ૧૩૩ કરોડ રૃપિયાનો ૨૦૦૭ના ઓગસ્ટમાં ગડકરીની કંપનીને આપવામાં આવેલો. એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦માં પૂરો કરવાનો હતો પણ કંપનીએ એ પૂરો ન કર્યો એટલે શરત પ્રમાણે કંપની ઉપર રૃપિયા ૧૦ કરોડ ૧૯ લાખની પેનલ્ટી લેવાની થએલી પણ ભાજપની મ્યુનિ.એ એ ૧૦ કરોડ રૃપિયાના બદલે ૮૫ લાખ જ લેવાનો હુકમ કર્યો. એટલે બાકીની રકમમાંથી ભાજપના સભ્યોને લાંચ આપવાની તેમજ બચેલી પછીની રકમ માંડવાળ કરવાની !
અમદાવાદ ઉપરાંત, વડોદરા, સુરત, રાજકોટ જયાં જયાં ભાજપની મ્યુનિ. છે ત્યાં બધે જ બી આર ટી એસ ઝડપથી કામ કરવા લાગી છે કારણ કે ભાજપની સત્તા છે એટલા સમયમાં ગડકરી અને સત્તાધારી ભાજપ જમી શકાય એટલું જમી લેવા ઉતાવળ કરવામાં છે.
ભલભલા ભેજબાજ વેપારીઓને છક્કડ ખવરાવે એવી આંટીઘુંટીવાળા હિસાબો કરીને લગભગ ૧૫૦ જેટલી બનાવટી કંપનીઓ અને બનાવટી સરનામા, બનાવટી માલિકોના નામે કરોડો નહીં, અબજો નહીં પણ ખર્વો રૃપિયા ઊભા કરનાર ભ્રષ્ટાચારી ગડકરીને ટેકો આપીને ભાજપ ખુલ્લો પડી ગયો છે.
એ ઉપરાંત ભાજપના નેતાઓ આડવાણી, સુષ્મા વગેરેએ મીડીયા અને અખબારોને ખોટા પાડવા ખોટી સલાહ આપે છે.
સંઘે પણ ગડકરીને ટેકો આપ્યો છે.
જો કે ભાજપ અને સંઘમાં આ બાબતમાં ભાગલા પડી ગયા છે. એ રીતે ભાજપના કોઈ દુશ્મન જે ન કરી શકે એ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીએ કરી દેખાડયું છે.
જેમ વેપાર-હિસાબમાં ગડકરી ગડથોલું ખવરાવવામાં હોંશિયાર છે એમ ગુનાખોરી કરવામાં પણ ગડથોલું ખવરાવવામાં હોંશિયાર છે. એ કારણે સી બી આઈ ગડકરીને સીધી રીતે સકંજામાં લઇ શકે તેમ નથી. આથી કંપનીઓના મંત્રાલયે અને ઇન્કમ ટેકસે ગડકરીની કંપનીઓની તપાસ શરૃ કરી છે. પૈસાના જોરે ગડકરી જો આર એસ એસ અને ભાજપના નેતાઓને નચાવી શકતા હોય તો આ બંને સરકારી ખાતાને પણ નચાવવાની એનામાં આવડત હોય જ.
- ગુણવંત છો. શાહ

 

ચૂંટણીનો ચકરાવો
૨૦૦૯માં સૌથી વધુ મતોએ અને સૌથી
ઓછા મતે જીતનારાઓ
ગઈ એટલે ૨૦૦૯ની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ મતોએ નરોત્તમ પટેલ ચૂંટાયેલા... ૩,૪૬,૯૪૦. (માર્જીન)
બીજા નંબરે અમૃત શાહ હતા... સરખેજથી ૨,૩૫,૮૨૩ મતોએ ચૂંટાયેલા. (માર્જીન)
ત્રીજા નંબરે નરોડામાંથી ડૉ. માયાબેન કોડનાની હતા... ૧,૮૦,૪૪૨ મતે. (માર્જીન)
ઓલપાડમાંથી કીરીટ પટેલ ૮૮,૧૬૧ મતે ચૂંટાયેલા (માર્જીન)
નરેન્દ્ર મોદી મણિનગરમાંથી ૮૭,૧૬૧ મતોના માર્જીનથી ચૂંટાયેલા.
સૌથી ઓછા મતોએ એટલે ફક્ત ૧૭ મતો જ વધુ લઈને વ્રજરાજસિંહ જાડેજા જામજોધપુરમાંથી ચૂંટાયેલા. એ પછી લુણાવાડામાંથી હરિભાઈ પટેલ ૮૪ વધુ મતે, ગોંડલમાંથી ચંદુ વઘાસીયા ૪૮૮ મતે, રાજપીપળામાંથી હર્ષદ વસાવા ૬૩૧ મતે અને માંડલમાંથી પ્રાગજી પટેલ ૬૭૭ મતે ચૂંટાયેલા.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved