Last Update : 02-November-2012, Friday

 

કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય

- સુપરસ્ટાર પતિ, સફળ પ્રોડક્શન હાઉસ અને ડિઝાઇનિંગ કેરિયર સાથે મરજી મુજબ વાપરવા મળતી અબજોની સંપત્તિ 'ગૌરીના જીવનને ઈર્ષ્યાપ્રેરક બનાવે.

 

 

બોલીવુડના 'કિંગ ખાન'ની પત્ની હોય એ આપોઆપ ક્વીન બની જાય એવો કોઈ નિયમ નથી. બોલીવુડમાં કોઈ પણ બેકગ્રાઉન્ડ ન ધરાવતા પતિએ જ્યારે સ્ટારડમની એ ઉંચાઈઓ જોઈ કે જેની સરખામણી એક કે બે બીજા કલાકારો સાથે થઈ શકે ત્યારે સ્ટારડમ પહેલાંથી સાથે હોય એ પત્નીના જીવનમાં પણ ધરખમ ફેરફારો આવવાના જ છે. ભલે ગૌરી ખાન એક્ટિંગમાં કે ક્રીએટિવ ભાગોમાં બોલીવુડ સાથે સંકળાયેલી ન હોય, પણ પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને મિત્ર સુઝેન રોશન સાથેના ફેશન ડિઝાઇનિંગ સ્ટોરમાં તેનું યોગદાન સક્રિય છે. માનવામાં આવે છે કે શાહરુખ અને ગૌરી ખાનની કુલ સંપત્તિ ૨૫૦૦ કરોડ રૃપિયાની છે. ક્વીન ખાનની લાઇફસ્ટાઇલ કઈ પ્રકારની છે એના પર કરીએ એક નજર ઃ
ઘર ઃ
બાંદરાના સૌથી આકર્ષક વિસ્તારમાં શાહરુખ-ગૌરીનું ઘર 'મન્નત' આવેલું છે. માનવામાં આવે છે કે આ ઘરની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૃપિયા છે. દુબઈના પામ જુમેરિયામાં બે માળ અને છ બેડરૃમ ધરાવતો એક બંગલો બોલીવુડના આ સુપરકપલ પાસે છે. લંડનના પોશ વિસ્તાર પાર્ક લેન એરિયામાં લગભગ ૧૬૦ કરોડ રૃપિયાનો પાંચ રૃમનો અપાર્ટમેન્ટ પણ તેમના નામે છે.
ફેશન સ્ટેટમેન્ટ ઃ
ગૌરીને ખૂબ જ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ડોલ્શ એન્ડ ગબાના સૌથી પ્રિય છે. આ બ્રાન્ડની નવી ફેશનના કપડાં પહેરીને તે ઘણી વખત ઇવેન્ટ કે પાર્ટીમાં જોવા મળી છે. વાયએસએલ પમ્પ્સ, જિમી ચૂસ અને મનોલો બ્લાનિક્સના શૂઝ ગૌરીની નબળાઈ ગણાય છે. આ ઉપરાંત એલવી અને બોટેગા વેનેટાની ઓવરસાઇઝ બેગ ગૌરીના સ્ટાઇલ સ્ટેટમેન્ટનો ભાગ છે. ડિઝાઇનર મનિષ મલ્હોત્રા તેનો વર્ષો જૂનો મિત્ર છે અને તેની ડિઝાઇનર સાડી સાથે ગૌરી ઘણી વખત તહેવાર કે સામાજિક પ્રસંગમાં જોવા મળી છે.
બિઝનેસ ઃ
ગૌરી ખાન અને સુઝેન રોશનનો પાર્ટનરશિપ હેઠળ મુંબઈમાં એક સ્ટોર છે અને એને તેઓ વધુ સ્થળોએ શરૃ કરશે એવું માનવામાં આવે છે. આ ઉપરાંત રેડ ચિલિઝ એન્ટરટેઇનમેન્ટ અત્યારે બોલીવુડના ઘણા મોટા પ્રોડક્શન હાઉસમાંનું એક છે. 'રા.વન', 'ડોન ટુ' અને હવે 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ની સફળતાથી આ બિઝનેસમાં ઘણો નફો થઈ રહ્યો છે. આ ઉપરાંત આઇપીએલમાં ચેમ્પિયન થયેલી ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ પણ બ્રાન્ડ સાથેની ભાગીદારીથી કમાણી કરાવી રહી છે.
કાર ઃ
ગૌરી પાસે ૨.૪ કરોડ રૃપિયાની રોલ્સ રોય્સ ફેન્ટમ ડ્રોપહેડ કુપ છે. આ ઉપરાંત તેની પાસે ૩૮ લાખ રૃપિયાની ટોયોટા લેન્ડક્રુઝર, બીએમડબલ્યુ ૬ અને ૭ સિરિઝ તથા ઔડી એ-૬ કાર પણ છે. બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓના જીવનમાં એક જલક કરવામાં આવે તો અનેક રહસ્યમય કથાઓ પ્રકાશમાં આવે છે. જેમાં તેના કરિયરથી માંડીને તેની સફળત અને નિષ્ફળતાના રાઝ છુપાયેલા હોય છે. શાહરૃખની ખરી સફળતનો ફાયદો તો તેની પત્ની ઉઠાવે છે. જેમાં તેની જાહોજલાલી જોવા મળે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved