Last Update : 02-November-2012, Friday

 
દિલ્હીની વાત
 

ગડકરીની નજર હિમાચલ પર
નવીદિલ્હી, તા.૧
ભાજપના પ્રમુખ નીતિન ગડકરી સ્પષ્ટ કહે છે કે તેમની સામેના આક્ષેપો પાયા વિનાના છે. તેમણે પોતાની સામે તપાસની તૈયારી બતાવી છે. પરંતુ તે કહે છે કે મારી તપાસની સાથે-સાથે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વઢેરાની પણ તપાસ થવી જોઈએ !! દરમ્યાન ભાજપના વર્તુળો કહે છે કે ગડકરીની નજર હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ પર છે. આ રાજ્યની પરંપરા એવી છે કે તે રાજ્ય સરકારને બીજીવાર ચૂંટતા નથી. અર્થાત્ ભાજપને અહીં બીજીવાર નહીં ચૂંટાય !! જો ભાજપ અહીં ફરીવાર ચૂંટાય તો ઈતિહાસ સર્જાય. ગડકરી આ ઈતિહાસ સર્જાવાની રાહ જુવે છે. કેમ કે હિમાચલની જીત ગડકરીને થોડી રાહત આવશે. ગડકરીએ હિમાચલમાં ત્રણ દિવસ પ્રચાર કર્યો હતો પરંતુ તેમના કારણે ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતા વીરભદ્રસિંહ સામે તેજાબી આક્ષેપો કરી શકતા નહોતા એટલે જ ગડકરીને પ્રચારના બીજા રાઉન્ડ માટે બોલાવાયા નહોતા. ભાજપે એવો ખુલાસો કર્યો કે ગડકરી કાયદાના કેસોના કારણે કોર્ટના કામકાજમાં વ્યસ્ત છે. હિમાચલના ચૂંટણી સમિક્ષકો કહે છે કે ગડકરી પ્રચારમાં આવ્યા એટલે ભાજપના પ્રચારની અસર ઓછી થઈ છે બીજીતરફ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારની પણ કોઈ ખાસ અસર થઈ નથી.
રેડ્ડીનો વિવાદ
રવિવારે થયેલા પ્રધાનમંડળના વિસ્તરણમાં જયપાલ રેડ્ડીના હાથમાંથી પેટ્રોલ મંત્રાલય લઈ લેવાયું હતું. જેના કારણે ઉભો થયે તો વિવાદ હજુ અટકવાનું નામ નથી લેતો. કેજરીવાલે રીલાયન્સ સામે આક્ષેપો કરતા રેડ્ડીને પેટ્રોલ મંત્રાલયમાંથી હટાવાયાનો વિવાદ પાછો ભભૂક્યો હતો. પેટ્રોલ મંત્રાલયમાં રેડ્ડીના ૨૦ મહિનાના સમયમાં આરઆઈએલ અંગે મંત્રણાનું ટાળયું હતું. તે મુકેશ અંબાણીને છવાર મળ્યા હતા. રેડ્ડીને સરકારની અંદર અને બહારથી વિવાદ ઉકેલવા સૂચના મળ્યા કરતી હતી. જો કે કે.જી.ના ગેસની કિંમતનો મુદ્દો ઉકેલાયો નહોતો. બીજી તરફ રેડ્ડી એમ કહ્યા કરતાં હતા કે તે આર્થિક સુધારણાના વિરોધી નથી. કોંગ્રેસના નેતા મણીશંકર ઐય્યર પણ આરઆઈએલના ગેસના ભાવોમાં વધારા માટે ખુશ નહોતા. તેઓ જ્યારે પેટ્રોલીયમ મંત્રાલયમાં હતા ત્યારે આ મુદ્દો ચર્ચાયો હતો.
ભટ્ટાચાર્ય અલિપ્ત હતા
કેજરીવાલ અને તેમના સાથીઓએ અટલ બિહારી વાજપેઈના દત્તક જમાઈ રંજન ભટ્ટાચાર્ય સામે જે આક્ષેપો કર્યા છે તે કોઈ રાજકીય સમિક્ષકના ગળે ઉતરે એવા નથી. જે લોકો ભટ્ટાચાર્યને જાણે છે તે કહે છે કે ભટ્ટાચાર્ય જાહેરમાં બહુ આવવા તૈયાર નથી. જ્યારે વાજપેઈ સત્તા પર હતા ત્યારે પણ કોઈએ તેમની સાથે ચર્ચા કરી નહોતી. તે જાહેરમાં ભાગ્યેજ દેખાતા અને તેમના ફોટોગ્રાફ્સ પણ ઘણાં ઓછા છે..
રોબર્ટ જે વટર્માને કટમાં ફરતા હતા તે ગાંધી કુટુંબમાં હોઈ નિશાન પર આવી ગયા હતા. વાજપેઈના દુશ્મનોની યાદીમાં પણ જે લોકો છે તેમની યાદીમાં પણ ભટ્ટાચાર્ય નહોતા!!
આરએસએસના વડા કે.સી. સુદર્શને જ્યારે એક સમયે કહ્યું કે પક્ષની ડામાડોળ સ્થિતિ માટે વાજપેઈ અને ભટ્ટાચાર્ય જવાબદાર છે ત્યારે ખળભળાટ મચ્યો હતો.
ક્રિષ્નાની ગીફ્ટ પરત
વિદેશ પ્રધાન તરીકે રાજીનામું આપનાર એસ.એમ. ક્રિષ્નાએ તેમને ગીફ્ટમાં મળેલી ૨૦૦ જેટલી આઈટમો સરકારમાં જમા કરાવી છે. પરંતુ એક આઈટમ તેમણે કાઢી લીધી હતી !! અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી કલીન્ટને આપેલી ભેટ તેમણે રાખી લીધી હતી. હિલેરીએ તેમને કફલીંક્સ આપ્યા હતા. હિલેરીને ક્રિષ્નાએ તેમની પત્ની વતી સોનાનું ઘરેણું આપ્યું હતું. જાણકારોએ કહ્યું છે કે વડાપ્રધાન અને પ્રધાનો ૫૦૦૦ રૃપિયાની ગીફ્ટ રાખી શકે છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved