Last Update : 02-November-2012, Friday

 

વારાણસીમાં ખાખી વરદીને ડાઘ

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

પોલીસને પ્રજાની સેવામાં રસ છે કે મેવામાં? પોલીસ રક્ષક છે કે ભક્ષક? પોલીસ ગુનાખોરી ડામે છે કે પછી એની નજર નીચે ગુનાખોરી ઔર જામે છે? દરેકે દરેકના મનમાં આ સવાલો થાય એ સ્વાભાવિક છે, કારણ ખાખીની શરમ ન રાખી શકે એની આબરૃ પાંખી થયા વિના ક્યાંથી રહે? દેશ અને દુનિયામાંથી જ્યાં યાત્રાળુઓનાં ધાડાં રોજેરોજ આવે છે એ પુણ્ય નગરી કાશી... વારાણસી... બનારસની પુણ્યભૂમિ પર પણ પોલીસ શું કરે છે? એનો જવાબ કોઈ સામાન્ય નાગરિકે નહીં વારાણસી રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ગોપાલલાલ મીણાએ આપ્યો છે. મીણાએ કહ્યું કે 'યુપી પોલીસ તો લોકો પાસેથી પાંચ-દસ રૃપિયાની ભીખ માગતી રહે છે, કેવું શરમજનક કહેવાય? વારાણસીમાં દેશ-વિદેશના યાત્રાળુઓ આવે, વયોવૃદ્ધ નાગરિકો આવે એમને મદદ કરવાને બદલે પાંચ-દસ રૃપિયાની ભીખ માગે એ કેવું ખરાબ લાગે? મારા નિવેદનથી વિવાદ થશે કે નહીં મને ખબર નથી. હું તો ફક્ત એટલું જાણું છું કે વારાણસીને જવાબદાર પોલીસો આપવાની મારી જવાબદારી છે, એ જવાબદારી હું નિભાવીને રહીશ.' ઉત્તર પ્રદેશની ગંગા નદીના કિનારે વસેલી પુણ્યનગરી વારાણસીમાં આવી દશા હોય તો યુપીનાં અન્ય શહેરો અને ગામોમાં પોલીસની કેવી છાપ હશે? અમિતાભ બચ્ચનના દિલોજાન દોસ્ત મુલાયમસિંહ યાદવના બેટમજીના રાજમાં ગુંડાગીરી પણ ચાલે છે અને પોલીસગીરી પણ ચાલે છે. યુપીમાં તો ભૂલેચૂકેય ગાંધીગીરીની કલ્પના ન થાય. એટલે જ ચાર લાઈનામાં કહેવું પડે કે ઃ
યહાં કહાં સચ્ચી ગાંધીગીરી હૈ

તો બેબસ લોગોં કી

મડદાએ માંગ ભરી
નવવધૂ અને વરરાજા લગ્નના બંધનમાં બંધાય અને પતિ-દેવ પત્નીની સેંથીમાં સિંદૂર પૂરે એ રિવાજ પરાપૂર્વથી ચાલ્યો આવે છે, પણ કોઈ મૃતદેહ નિર્જીવ આંગળીઓથી સોળે શણગાર સજીને બેઠેલી દુલ્હનની સિંદૂરથી માંગ ભરે એ દ્રશ્યની કલ્પના પણ ન કરી શકાય. પણ આ કલ્પના નહીં હકીકત બનેલી છે ઝારખંડના આદિવાસી ઇલાકામાં. કટોરિયા પ્રખંડના એક ગામમાં રહેતા મહાલાલ મરાંડી અને ચુડકી હેંબ્રમ નામની મહિલા વચ્ચે પ્રેમ હતો. આદિવાસી વિસ્તારના રિવાજ મુજબ લગ્ન કરવાં હોય તો ગામવાળાને દાવત આપવી પડે. પણ દાવત આપવાના પૈસા ક્યાંથી કાઢે? ગામવાળાએ એક શરતે સાથે રહેવાની પરવાનગી આપી કે જ્યારે પૈસાની સગવડ થાય ત્યારે ગામને દાવત આપી શાદી પાક્કી કરવી પડશે. આમનામ દિવસે વીતતા ગયા, વર્ષો વીતતાં ગયાં. મહાલાલ અને ચુડકીને એક કે બાદ એક ચાર બાળકો પણ અવતર્યાં. આટલું થયા છતાં ગામને જમાડવાના પૈસાનો જોગ ન થવાથી લિવ-ઇન-રિલેશનમાં આ કપલ રહેતું હતું. ગયા મહિને મહાલાલનું મૃત્યુ થયું. ચુડકીને માથે આભ તૂટી પડયું. ચાર સંતાનોને બાપનું નામ કેવી રીતે મળશે? એની ફિકર લાગી. ગામના ડાહ્યા વડીલોએ રસ્તો કાઢ્યો. ચુડકીને દુલ્હનની જેમ સજાવી. પછી મૃતદેહના હાથે તેની સેંથીમાં સિંદૂર પૂર્યું. આમ તેના લગ્નને ગામવાસીઓએ માન્યતા આપી. પછી તરત જ માથાબોળ નવડાવી દીધી અને સિંદૂર ભૂંસી નાખ્યું. આમ ગણતરીની મિનિટોમાં ચુડકી વિવાહિત થઈ અને વિધવા પણ થઈ. ચટ મંગની પટ શાદીને બદલે એમ કહી શકાય ચટ શાદી ઔર પટ બેવા.
જય જય અમદાવાદી
મુંબઈમાં ટેકસી અને રિક્ષાના હમણાં જ ભાડાં વધી ગયાં છે. એક તો આખર તારીખ અને ખિસ્સામાં કટોકટ પૈસા. આવી રાષ્ટ્રીય આર્થિક દશામાં અમદાવાદથી મુંબઈ આવતા દોસ્તને તેડવા બોમ્બે સેન્ટ્રલ જવાનું થયું. ટ્રેન આવી, દોસ્તને ઉતાર્યો, બહાર નીકળી ટેકસી કરી. વારે વારે હું તો ખિસ્સા પર હાથ ફેરવી લેતો હતો કે પૈસા ઓછા ન પડે તો સારું. નહીંતર અમદાવાદ મિત્ર પાસે આબરૃના કાંકરા થશે. ખરેખર એવું જ થયું. ઘરે પહોંચ્યા. ટેકસીવાળા સરદારજીને મેં બીતાં બીતાં પૂછ્યું કે 'કિતના ભાડા હુઆ?' પેલાએ કાર્ડ અને મીટર જોઈ કહ્યું 'દેઢસો હુઆ'. મેં પાકીટનાં ખાનેખાનાં તપાસ્યાં તોય માંડ ૧૪૫ રૃપિયા નીકળ્યા. અમદાવાદી દોસ્ત મારી મૂંઝવણ પારખી ગયો. પછી હાથ ખેંચી પાછો મને ટેકસીમાં બેસાડયો અને સરદારજીને કહે 'પાપાજી હમારે પાસ પાંચ રૃપિયા કમ હૈ, ઐસા કરો પાંચ રૃપિયે જીતના ટેક્સી રિવર્સ મેં લે લો... અમદાવાદીના ફળદ્રુપ ભેજાને ટેકસીવાળા 'સન ઓફ સરદારે' સલામ કરી.
મને એક જ વિચાર આવે છે કે કેન્દ્રમાં બેઠેલા કોંગ્રેસીઓ દેશને આટલો રિવર્સમાં લઈ જતા હોવા છતાં કેમ આમ જનતાને ફાયદો નહીં થતો હોય?
જૂઠી શાન ઃ પ્રેમી-પ્રેમિકાને રેલવેના ડબામાં સળગાવ્યાં
અયોધ્યાથી કારસેવકોને લઈ આવતી ટ્રેનના ડબ્બાને ગોધરામાં આગ ચાંપવામાં આવી અને કેટલાય લોક જીવતા ભૂંજાઈ ગયા હતા. એ હૃદયદ્રાવક ઘટનાની વસમી યાદ તાજી કરે એવી ઘટના તાજેતરમાં જ ગુલબર્ગામાં બની. જોકે ગુલબર્ગાની ઘટના કોઈ ધાર્મિક કારણસર નહીં ખાનદાનની જૂઠી શાન જાળવવા માટે થઈ. ગુલબર્ગાનો ઓટોરિક્ષાવાળો શેરૃ (નામ બદલ્યું છે) ૧૧મા ધોરણમાં ભણતી હર્ષા (નામ બદલ્યું છે)ના પ્રેમમાં પડયો હતો. પર નાતના આ પ્રેમીઓનો સંબંધ પરિવારને મંજૂર નહોતો. એટલે બન્ને પ્રેમી-પંખીડાં ઘરવાળાની ઐસીતૈસી કરીને ઊડી ગયાં એટલે કે ભાગી ગયાં. કેટલાય દિવસે પાછાં આવ્યાં ત્યારે ફેમિલીનો ગુસ્સો ઠંડો નહોતો પડયો. આથી બન્નેએ ફરી ટ્રેનમાં બેસી ગુલબર્ગાથી બીજે ચાલ્યા જવાનું નક્કી કર્યું. પરિવારવાળાને ખબર પડી. એટલે જેવાં બન્ને ટ્રેનના ડબ્બામાં ચડયાં એટલે જેના માથે મોત સવાર થયું હતું એવા જાલિમો દોડી આવ્યા. બાકીના પેસેન્જરોને ધમકાવી ઉતારી મૂક્યાં અને પછી કહેવાય છે કે ઓટોરિક્ષાવાળા પ્રેમી અને તેની પ્રેમિકાને સીટ સાથે બાંધી પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી. જોત જોતાંમાં આખો ટ્રેનનો ડબ્બો સળગ્યો. લપકારા લેતી આગની જ્વાળા વચ્ચે પ્રેમી-પ્રેમિકાની કારમી ચીસો સંભળાતી રહી પણ બચાવવા કોઈ જાય? ગણતરીની મિનિટોમાં બન્નેની બળીને ભડથું થઈ ગયેલી લાશ મળી. યુપીમાં અને હરિયાણામાં ઓનર કિલિંગના બનાવો અવારનવાર બને છે, પણ ગુલબર્ગાની આ ઘટના જ્યારે એક ટીવી ચેનલે દેખાડી ત્યારે ભલભલાનાં રુંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. આને ઓનર કિલિંગ કહેવાય કે હોરર કિલિંગ?
જો કે પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે બંનેએ સળગી જઈને આત્મહત્યા કરી હતી. આ ભેદી ઘટનામાં પ્રેમીપાત્રોએ જીવ ગુમાવ્યો એની પાછળ પરિવારનો વિરોધ કારણભૂત હતો એ નક્કી.
રાહુલબાબા ક્યારેક બોલે ક્યારેક બાફે
બાર વર્ષે બાવો બોલ્યો... જા અકાલ પડેગા... કોંગ્રેસમાં તોે બાર વર્ષે બોલે એવાં નહીં પણ બાર બાર કલાકે બોલી બદલે એવા કૈંક બાબાઓ છે. આમાંના એક છે રાહુલબાબા. કોંગ્રેસના પાટવીકુંવર તાજેતરમાં પંજાબ ગયા ત્યારે ૪૨ વર્ષના બાબાએ શું બાફ્યું ખબર છે? એમણે કહ્યું 'પંજાબના ૭૦ ટકા યુવકો કેફીદ્રવ્યોના બંધાણી છે. બેકારીનો સામનો કરી બંધાણી બનતા યુવાનોની બદતર સ્થિતિ માટે પંજાબની ભાજપ-અકાલી દળની સરકાર જવાબદાર છે.' કોઈએ પૂછવું જોઈએ કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં યુવાનોની શું સ્થિતિ છે? રાહુલબાબાએ તો પંજાબ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓને રાજકારણમાં જોડાવાની હાકલ કરી અને કહ્યું કે એક દિવસ પંજાબના મુખ્ય પ્રધાન તરીકે કોઈ મહિલા બિરાજમાન થાય એ જોવા માગું છું. પણ અત્યારે તો પાટવી કુંવરે વેધશાળાની આગાહી જ કાને ધરવી પડશે કે 'પંજાબ મેં બાદલ (પ્રકાશસિંહ બાદલ) છાયે રહેંગે.'
પંચ-વાણી
મોઢેથી માખી પણ ન ઉડાડી શકતા હોય એવા મરેલ નેતાઓ ભેગા થયા હોય એ પક્ષને શું નામ આપી શકાય ખબર છે? શ્રાધ્ધ-પક્ષ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 

 

 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved