Last Update : 02-November-2012, Friday

 
 

પ્રવાસનો પ્રારંભ ૨૫મી ડિસેમ્બરે બેંગ્લોરમાં રમાનારી ટી-૨૦થી
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ત્રણ વન ડેની શ્રેણીનું આયોજન કરાશે
વન ડે ચેન્નઇ,દિલ્હી, કોલકાતામાં રમાશે

મુંબઇ,તા.૧
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બર,૨૦૧૨ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો ખેલાશે.
પાકિસ્તાનની ટીમ બે ટ્વેન્ટી-૨૦ અને ત્રણ વન ડેની શ્રેણી રમવા માટે ભારતના હાઇપ્રોફાઇલ પ્રવાસે આવી રહી છે. પાકિસ્તાનના ભારત પ્રવાસનો પ્રારંભ બેંગ્લોરથી થશે.
જ્યાં ૨૫મી ડિસેમ્બરે શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી-૨૦નું આયોજન થશે. બે ટ્વેન્ટી-૨૦ બાદ ત્રણ વન ડેની શ્રેણી પણ રમાવાની છે, જે માટે યજમાન તરીકે ચેન્નઇ, કોલકાતા અને દિલ્હીની પસંદગી કરવામાં આવી છે.
ભારતીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ભારતના પ્રવાસે આવવાની તેમજ બંને દેશો વચ્ચેના ક્રિકેટ કાર્યક્રમને મંજુરી આપી દીધી હતી.
જે પછી ઉત્સાહમાં આવેલા ભારતીય ક્રિકેટ બોર્ડે તેના કાર્યક્રમની જાહેરાત કરી હતી. પાકિસ્તાનની ટીમ ૨૨મી ડિસેમ્બરે બેંગ્લોર આવી પહોચશે. તેઓ બેંગ્લોરમાં ટ્વેન્ટી-૨૦ની શ્રેણીની પૂર્વતૈયારીઓ કરશે. ત્યાર બાદ ૨૫મીએ એમ. ચિન્ના સ્વામિ સ્ટેડિયમમાં પ્રથમ ટી-૨૦ મુકાબલો યોજાશે.
આ પછી પાકિસ્તાનની ટીમ બીજી ટ્વેન્ટી-૨૦ રમવા માટે અમદાવાદ જશે. કાર્યક્રમને જોતા લાગે છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં બે જ દિવસનું રોકાણ કરશે. ૨૭મી ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-૨૦ શ્રેણીની બીજી અને આખરી મેચ રમાશે. જે પછી બંને ટીમો ચેન્નઇ જવા રવાના થશે. જ્યાં ત્રણ વન ડેની શ્રેણીનો પ્રથમ મુકાબલો ખેલાશે.
વન ડે શ્રેણીની પ્રથમ મેચ ૩૦મી ડિસેમ્બરે ચેન્નઇમાં રમાશે. જ્યારે ત્યાર બાદ ૩જી જાન્યુઆરીએ કોલકાતામાં બીજી વન ડે તેમજ ૬ઠ્ઠી જાન્યુઆરીએ દિલ્હીમાં ત્રીજી અને આખરી વન ડે રમાશે. તેમ ભારતીય ક્રિકેટ બોર્ડની રિલિઝમાં જણાવાયું છે.
ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે વર્ષ ૨૦૦૭ પછી દ્વિપક્ષિય શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું નથી. પાકિસ્તાને ૨૦૦૭માં છેલ્લે ભારતનો પ્રવાસ ખેડયો હતો. વર્ષ ૨૦૦૮માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધો વણસ્યા હતા. જોક ે હવે નવી શરૃઆત થવા જઇ રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની વિશ્વભરના ચાહકો ભારે આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં રમાનારી શ્રેણી ને કારણે બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધોના નવા જ પ્રકરણનો પ્રારંભ થશે

પાકિસ્તાનનો ભારત પ્રવાસ

    તારીખ 

 મેચ                        

સ્થળ

 

૨૫ ડિસેમ્બર

પ્રથમ ટી-૨૦

બેંગ્લોર

 

૨૭ ડિસેમ્બર

બીજી ટી-૨૦

અમદાવાદ

 

૩૦ ડિસેમ્બર

પ્રથમ વન ડે

ચેન્નઇ

 

૩ જાન્યુઆરી

બીજી વન ડે

કોલકાતા

 

૬ જાન્યુઆરી

ત્રીજી વન ડે

દિલ્હી

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved