Last Update : 02-November-2012, Friday

 
મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી

એક વિમાન ૩૮ હજાર ફુટ અને બીજું ૩૪ હજાર ફુટની ઉંચાઈએ હોવાથી ચેતવણીના સિગ્નલ અપાતા સલામતીના ઝડપી પગલાં લેવાયા

મુંબઈ, તા. ૧ ઃ
૨૦૦ મુસાફરો સાથેની મુંબઈ આવતી બે ફ્લાઇટ્સ એકબીજાથી ઘણી નજીક આવી ગઈ હતી અને તેમનો અકસ્માત થતા રહી ગયો હતો. ઇન્ડિગો એરલાઇન્સની બેન્ગલોરથી આવતી ફ્લાઇટ અને ચેન્નાઈથી આવતું સ્પાઇસજેટનું વિમાન ડોમેસ્ટિક એરપોર્ટ પર લેન્ડ થવાના હતા. જોકે એક જ રૃટની બે ફ્લાઇટની ઉંચાઈ માટેનું વર્ટિકલ સેફ્ટી ડિસ્ટન્સ ખૂબ જ ઓછું થઈ ગયું હતું અને સમયસર ચેતવણીના સિગ્નલ આપી દેવામાં આવતા બન્ને ફ્લાઇટ સલામતીથી લેન્ડ થઈ હતી.
બુધવારે ૧૦ વાગ્યાની આસપાસ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ લેન્ડ કરવા માટે પાઇલટે વિમાનની ઉંચાઈ ઘટાડવાનું શરૃ કર્યું હતું. જોકે અથડામણના થોડા પણ અણસાર દેખાય ત્યારે ચેતવણી આપવા માટે ઉપયોગી ટ્રાફિક કોલિઝન અવોઇડન્સ સિસ્ટમ (ટીસીએએસ) દ્વારા પાઇલટને સિગ્નલ પહોંચાડવામાં આવ્યા હતા. આ સિસ્ટમ ત્યારે ચેતવણીના સિગ્નલ બે એરક્રાફ્ટ વચ્ચેના જોખમી અંતરના આધારે મોકલવામાં આવતા હોય છે. જ્યારે કોઈ એરક્રાફ્ટ બીજા વિમાનથી ૨.૧ નોટિકલ માઇલ્સ અથવા ૪૦ સેકન્ડ ઉપર કે નીચે હોય ત્યારે આ ચેતવણી મોકલવામાં આવતી હોય છે. સ્પાઇસ જેટનું વિમાન ૩૪ હજાર ફુટ પર ઉડી રહ્યું હતું અને ઇન્ડિગો એરલાઇન્સનું વિમાન ૩૮ હજાર ફુટ પર. આ કારણે મોકલવામાં આવેલી ચેતવણી બાદ ઇન્ડિગો એરલાઇન્સના પાઇલટે વિમાનનું સ્થાન બદલ્યું હતું અને સલામતી મેળવી હતી.
ઇન્ડિગો એરલાઇન્સના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ આપતા કહ્યું હતું કે 'જોકે મુંબઈ એરપોર્ટ પરના એર ટ્રાફિક કન્ટ્રોલ તરફથી કોઈ ચેતવણી મોકલવામાં નહોતી આવી, પણ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા સલામતી માટે આ ચેતવણી મોકલાઈ હતી.'
સ્પાઇસજેટ અને ઇન્ડિગો બન્ને એરલાઇન્સે આ ઘટના વિશે એરલાઇન્સનું નિયમન કરતી સંસ્થા એર ટ્રાફિક કન્ટ્રોલર અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)માં રિપોર્ટ ફરજિયાત નોંધાવવો પડે. બેમાંથી કોઈએ પણ હજી સુધી એ બાબતે કોઈ અહેવાલ આપ્યો હોય એના અણસાર નથી. ડીજીસીએ આ ઘટનાની તપાસ કરશે, પણ શરૃઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ પ્રતિ મિનિટ ૧૫૦૦ ફીટ ઉતરાણ કરી રહી હતી. જોકે આ ઝડપ ઘણી વધારે છે અને તપાસ પૂરી થશે પછી જો આ બાબત સાબિત થશે તો યોગ્ય કાર્યવાહી લેવામાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved