Last Update : 02-November-2012, Friday

 

વાઢેરાની જમીન તપાસ કરતા
હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

ચૂપ રહેવા ધમકી ઃ ખેમકાએ વાઢેરાના જમીન સોદાની તપાસનો આદેશ આપેલો

ચંડીગઢ, તા.૧
સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના વાંધાજનક જમીન સોદા સંદર્ભે તપાસનો હુકમ આપનારા આઈ.એ.એસ. અધિકારી અશોક ખેમકા પર જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવવાનું ચાલુ થતાં તે સંદર્ભે ફરીયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આ ધમકીભર્યો ફોન ખેમકાની ઓફીસના મહિલા કર્મચારીએ રિસીવ કર્યો હતો. તેમણે આ સંદર્ભે વરીષ્ઠ અધિકારીઓને માહિતી આપી હતી. મહિલા કર્મચારીએ આપેલી માહિતી અનુસાર ફોનમાં ખેમકાને મૌન રહેવા અથવા ગંભીર પરીણામો ભોગવી લેવાની ધમકી આપવામાં આવી હતી.
હરીયાણા સીડઝ કોર્પોરેશનના મુખ્ય મેનેજરે મોડેથી આ સંદર્ભે ઔપચારીક ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધીને ફોન કરનારાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. જો કે ખેમકાને ધમકી આપવામાં આવતી હોય તેવો આ પ્રથમ બનાવ નથી. તેમણે ઉમેર્યું હતું કે તેમના પરીવારને અવાર-નવાર ધમકી આપવામાં આવે છે. કેટલાક અજાણ્યા માણસો ધમકી આપીને તેની 'સુપારી' અપાઈ ગઈ હોવાનું કહેતા રહે છે. તેમનો જીવ જોખમમાં છે.
ખેમકાના એક નજીકના મિત્રે પણ એ બાબત કબુલી હતી કે ખેમકાને ફોન પર ધમકી મળતી રહે છે. ખેમકાની ૧૧મી ઓક્ટોબરે બદલી કરવામાં આવી હતી. તેમને લેન્ડ રેકોર્ડઝ કમ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન ઓફીસમાં ધકેલી દેવાયા હતા. ડી.એલ.એફ. અને રોબર્ટ વાઢેરા વચ્ચે થયેલા સોદાની તપાસ કરાવવા મુદ્દે તેમની બદલી કરાયાનું મનાય છે. જો કે ખેમકાએ ઓફીસ છોડતા પહેલા વાઢેરાની કંપની સ્કાય લાઈટ હોસ્પિટાલીટી એન્ડ કંપનીને આપવામાં આવેલી જમીનનો સોદો રદ્દ કરી દીધો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved