Last Update : 02-November-2012, Friday

 

ફરૃખાબાદના મત વિસ્તારમાં
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

ખુર્શીદે કેજરીવાલને ફરુખાબાદ આવે તો જોઈ લેવા ધમકી આપી હતી

(પી.ટી.આઇ.) ફરુખાબાદ, તા. ૧
વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ સામેનું આંદોલન તેમના હોમગ્રાઉન્ડ ફરુખાબાદ લઈ જતા અરવિંદ કેજરીવાલે ખુર્શીદના જ મતક્ષેત્રમાં વિશાળ રેલી યોજી હતી અને ખુર્શીદ દ્વારા ચલાવાતા ટ્રસ્ટમાં કથિત નાણાંકીય ગેરરીતિઓ આચરાયા બદલ તેમને ફરીથી ન ચૂંટવા મતદારોને અપીલ કરી હતી.
રેલીના સ્થળે આશરે ચાર કલાક મોડા આવેલા કેજરીવાલે ખુર્શીદ અને તેમના પત્ની લુઈસ દ્વારા ચલાવાતા ટ્રસ્ટ દ્વારા લાભ મેળવ્યો હોવાનું કહેવાતા કેટલાક અપંગ લોકોને રજૂ કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, સલમાન ખુર્શીદે મને અહીંયા આવીને પાછા જવાનો પડકાર ફેંક્યો હતો અને તેમના પડકારને સ્વીકારીને જ હું અહીંયા આવ્યો છું અને થોડાક જ કલાકોમાં હેમખેમ પાછો જઈશ. તેમણે કહ્યું હતું કે ખુર્શીદને બરખાસ્ત કરવાની તેમની માગણી સાંભળવામાં ન આવી હોવાથી હું તેમના મતક્ષેત્રના લોકોને તેમને ફરીથી સાંસદ તરીકે ન ચૂંટવાની અપીલ કરવા આવ્યો છું. કેજરીવાલે લોકોને સવાલ કર્યો હતો કે, ચૂંટણીને હજી બે વર્ષની વાર છે તો તેઓ આ બાબત ભૂલી તો નહિ જાય ને ?
કેજરીવાલે વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર પ્રહારો કર્યા હતા કે, ખુર્શીદનું રાજીનામું ન માગવા બદલ તેમણે પદ છોડી દેવું જોઈએ. અપંગો માટેના ભંડોળના દુરૃપયોગને ભ્રષ્ટાચારનું સૌથી વરવું સ્વરૃપ જણાવતા કેજરીવાલે કહ્યું હતું કે, અહીંયાથી ખુર્શીદ સામે ચૂંટણી લડવા કોઈ અપંગ વ્યક્તિને ઉભી રાખવી જોઈએ. ખુર્શીદની એનજીઓ સામે તપાસ થઈ ચૂકી છે તેવું જાહેર કરવા બદલ કેજરીવાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે અલીબાબા ૪૦ ચોરની વાર્તા યાદ અપાવીને કહ્યું હતું કે, મુલાયમસિંહ યાદવ, સલમાન ખુર્શીદ અને ચિદમ્બરમ બધા એક છે. યાદવ સામે સર્વોચ્ચ અદાલતમાં કેસ ચાલે છે, અખિલેશ સલમાન ખુર્શીદને બચાવશે અને બદલામાં કેન્દ્ર મુલાયમસિંહને બચાવશે.
કેજરીવાલે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને મહામંત્રી રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે, ખુર્શીદ, રોબર્ટ વાઢેરા અને મુકેશ અંબાણીને સંડોવતા ભ્રષ્ટાચાર ઉઘાડા પાડવામાં આવ્યા છે ત્યારે તેઓ ચૂપ કેમ છે ? કેજરીવાલે કહ્યું હતું કે, રાજકારણીઓના ભ્રષ્ટાચારને ઉઘાડા પાડવાનું તેમજ સામાન્ય પ્રજાજનોના મનમાંથી તેમનો ડર દૂર કરવાનું કામ તેઓ ૨૦૧૪ સુધી ચાલુ રાખશે કારણ કે રાજકારણ ભ્રષ્ટાચાર કરવા માટે નથી પરંતુ લોકોની સેવા કરવા માટે છે.

કોંગ્રેસી કાર્યકરો અને કેજરીવાલના સમર્થકો વચ્ચે ધર્ષણ
(પીટીઆઈ) ફરુખાબાદ, તા. ૧
ફરુખાબાદમાં અરવિંદ કેજરીવાલની રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને કેજરીવાલના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી.
અત્રેના આવાસ વિકાસ ત્રિવિભાગ પાસે બ્લોક ઓફિસ સામે કોંગ્રેસના કાર્યકરોએ હવન-પૂજા યોજી હતી અને કેજરીવાલના પોસ્ટર બાળ્યા હતાં. કોંગ્રેસના કાર્યકરો અને કેજરીવાલની સુરક્ષાની જવાબદારી લેનાર ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના સભ્યો આવાસવિકાસ સાથે સામસામે આવી ગયા હતા.
બ્લોક ઓફિસ બહાર કાળા વાવટા ફરકાવતા સોથી દોઢસો જેટલા કોંગ્રેસી કાર્યકરો અને બીકેયુના સભ્યો સામસામે આવી ગયા હતા. એવું પોલીસે જણાવ્યું હતું. બંને જૂથો વચ્ચે સામાન્ય ધર્ષણ થયું હતું અને સામસામા સૂત્રોચ્ચાર કર્યા બાદ બંને જૂથો તેમના માર્ગે આગળ વધી ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલના લખનઉથી ફરુખાબાદના માર્ગમાં કનૌજ જિલ્લાના માલિકપુર ખાતે કોંગ્રેસી કાર્યકરોએ કાળા વાવટા ફરકાવતા તેમનો માર્ગ બદલી નાખવામાં આવ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved