Last Update : 02-November-2012, Friday

 
વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

૧૫૧ વર્ષ જૂના 'લો ઝેર્વટોર' મુખપત્રે નવી 'સ્કાયફોલ'ને શ્રેષ્ઠ બોન્ડ ફિલ્મ ગણાવી

રોમ, તા. ૧
હોલિવુડની ફિલ્મના વિવિધ પાત્રોમાં જેમ્સ બોન્ડનું સ્થાન હંમેશા જરા હટ કે રહ્યું છે બોન્ડની ફિલ્મો તેના સેક્સી અને મારધાડવાળા દ્રશ્યો સહિતની બાબતોના કારણે કેથલિક ચર્ચની ટીકાનો ભોગ બને એ સામાન્ય વાત છે પરંતુ બોન્ડની નવી ફિલ્મ 'સ્કાયફોલ' વેટિકનના છાપાએ પ્રસિદ્ધ કરેલા તેના રીવ્યૂથી 'હોલી સી'ની શુભેચ્છા મેળવતી થઈ છે. લા ઝોર્વેટર ૧૫૧ વર્ષ જૂનું વેટિકનનું મુખપત્ર છે તેમાં સ્કાયફોલને બોન્ડ ફિલ્મના ઇતિહાસની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણવામાં આવી છે.
આ અખબારમાં બોન્ડની નવી ફિલ્મની પ્રશંસા કરતા પાંચ લેખો છપાયા છે જેમાં બોન્ડનું પાત્ર ભજવનારા અભિનેતા ડેનિયલ કેગનો ઇન્ટરવ્યૂ પણ સામેલ છે. ખાસ કરીને સ્કાય ફોલના કલાકારોમાં 'અતિશય સુંદર છોકરીઓ'નો સમાવેશ કરાવાના મુદ્દે ફિલ્મ સરાહના મેળવી રહી છે. ફિલ્મમાં એમ.આઇ.-૬ ગુપ્તચર સંસ્થાના વડા 'એમ'ના પાત્રમાં ડેમ જુડી ડેન્ચનો અભિનય પણ વખણાયો છે.
લેખમાં જેમ્સ બોન્ડની ફિલ્મોની જાણીતી તમામ બાબતોને 'સ્કાયફોલ'માં સમાવેશ કરાયાનું લખાયું છે તેમાં જણાવાયું છે કે, આ ફિલ્મનું ટાઇટલ સોન્ગ, અતિશય સુંદર બોન્ડ ગર્લ્સ, હિરોને હંફાવતો વિલન, કુદરતી દ્રશ્યો અને રોમાંચથી ભરેલા એક્શન દ્રશ્યો સહિતની બાબતો ઉડીને આંખે વળગે તેવી છે. લેખમાં જેમ્સ બોન્ડનું પાત્ર ભજવી ચૂકેલા સીન કોનેરીથી માંડીને વર્તમાન બોન્ડ ડેનિયલ કેગ સુધીના અભિનેતાઓની સરખામણી પણ કરવામાં આવી છે.
આ અખબારમાં બોન્ડની ફિલ્મ વિશે આટલી માહિતી પ્રસિદ્ધ થવી એ બાબત જ આ રૃઢિચુસ્ત મુખપત્રમાં થયેલા પરિવર્તનનો સંકેત આપે છે. પોપ બેનડિક્ટ-૧૬માએ ૨૦૦૭માં ગ્લાન મારિયા વિયાનને આ મુખપત્રના એડિટર ઇન ચીફ બનાવ્યા હતા સાથે તેમણે ૧૫૧ વર્ષ જૂના મુખપત્રની કાયાપલટ કરવાની મહત્ત્વની જવાબદારી પણ તેમને સોંપી હતી. જેના પગલે આ અખબારમાં હવે સાંપ્રત ઘટનાઓને લગતા લેખો, ટ્રેન્ડ, શૉ બિઝનેસની સાથે ચર્ચને લગતી બાબતો પણ પ્રકાશિત થાય છે. તંત્રીએ મહિલા લેખકોના લેખો પણ હવે વધુ સમાવેશ કરવા માંડયો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved