Last Update : 02-November-2012, Friday

 
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા

આ કાર તેણે અમેરિકાના પ્રથમ પ્રવાસ વખતે ઉપયોગમાં લીધી હતી

લંડન, તા. ૧
શિકાગો ખાતે યોજાનાર એક હરાજીમાં પ્રિન્સ ડાયેનાની બુલેટપ્રુફ રોલ્સરોઇસના ૧.૨ મિલિયન પાઉન્ડ (આશરે ૧૦ કરોડ ૪૨ લાખ રૃપિયા)થી યે વધુ રકમ ઉપજવાની શક્યતા છે. આ કારમાં પ્રિન્સેસ ડાયેનાએ અમેરિકાની પ્રથમ મુલાકાત વખતે સવારી કરી હતી.
રોલ્સરોયસ સિલ્વર શેડો ૧૯૭૯માં બ્રિટીશ એમ્બેસીએ ખરીદી હતી. બાદમાં ૨ લાખ ડોલર (એક કરોડ રૃપિયાથી વધુ)નો ખર્ચ કરીને આ કારને બુલેટપ્રુફ બનાવવામાં આવ્યા બાદ ૧૯૮૨થી ઉપયોગમાં લેવાની શરુઆત કરાઈ હતી. આ સિલ્વર લિમોઝીન વૉશિંગ્ટન ખાતેની બ્રિટીશ એમ્બેસીમાં વપરાતી હતી અને નવેમ્બર ૧૯૮૫માં પ્રિન્સેસ ડાયેના અને પ્રિન્સ ચાર્લ્સે અમેરિકાની મુલાકાત લીધી ત્યારે તેમણે આ કારની સફર માણી હતી. બ્રિટનના શાહી દંપતીએ આ મુલાકાત દરમિયાન આ જ કારમાં ઘણી વખત તત્કાલીન અમેરિકી પ્રમુખ રોનાલ્ડ રેગન અને તેમના પત્ની નાન્સીની મુલાકાત લીધી હતી.
એ સમયે ૨૪ વર્ષની વયના રહેલા પ્રિન્સેસ ડાયેનાએ ખ્યાતનામ હોલિવુડ અભિનેતા જ્હોન ટ્રાવેલ્ટા સાથે એક સમારોહમાં ડાન્સ પણ કર્યો હતો. બ્રિટનના આ શાહી દંપતીની અમેરિકા યાત્રાનો એ સમયે બ્રિટીશ વિરોધી આઇરિશ રિપબ્લીકન આર્મી (આઇ.આર.એ.)ના ટેકેદારોએ વિરોધ કર્ય હતો જેને અનુલક્ષીને તેમની સુરક્ષા વ્યવસ્થામાં ભારે ચોકસાઈ રાખવામા આવતી હતી. આ રોલ્સરોઇસમાં ૨૭૨ કિલોનો વિન્ડસ્ક્રીન અને એટલા જ વજનની રીઅર વિન્ડો ફીટ કરવામાં આવી હતી. કારની સાઇડ વિન્ડો પણ બુલેટપ્રુફ હતી અને ઝેરી ગેસ સામે પણ રક્ષણ આપતી હતી. આ કાર સીધી સાદી બુલેટ્સ ઉપરાંત ગ્રેનેડ અને નાના બોમ્બથી પણ રક્ષણ આપે તેવી મજબૂત હતી.
પ્રિન્સેસ ડાયેનાએ અમેરિકાની મુલાકાત લીધી હતી એના બરાબર ૨૭ વર્ષ પછી ૯ નવેમ્બરે આ કારનીહરાજી યોજાવાની છે. રોલ્સરોયસના દસ્તાવેજો ચકાસ્યા પછી માલુમ પડયું છે કે તેમાં સિલ્વર રેથ તરીકે ઓળખાતું આવરણ ચડાવવામાં આવ્યું છે જેનો ખર્ચ ૨ લાખ ડોલર જેટલો થાય છે. નિષ્ણાતોએ આ કારની અંદાજિત કિંમત ૧.૨૫ મિલિયન પાઉન્ડ (આશરે ૧૦ કરોડ ૮૫ લાખ રૃપિયા)ની આંકી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved