Last Update : 02-November-2012, Friday

 

જનજીવન ધીમે-ધીમે કાર્યરત થઇ રહ્યું છે
અમેરિકાના સેન્ડી વાવાઝોડામાં મૃત્યાંક વધીને ૭૦ઃ ૪૦ લાખ લોકો અંધારપટમાં

મૃત્યાંક વધવાની સંભાવનાઃ નુકસાનનો સાચો અંદાજ હાલપૂરતો લગાવવો મુશ્કેલ

(પી.ટી.આઇ.) ન્યૂ યોર્ક, તા. ૧
સુપરસ્ટોર્મ સેન્ડી વાવાઝોડું અમેરિકાના માથેથી નીકળી ગયું અન વિનાશ વેરતું ગયું. હવે તેની અસર દેખાવા માંડી છે. અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે ભરાયેલું પાણી હવે ઓસરવા માંડયું છે તો બીજી બાજુ અનેક સ્થળે ધ્વંસ થયેલાં મકાનોના કાટમાળને ખસેડવાની પ્રક્રિયા ઝડપથી શરૃ થઇ છે. જેમાં અનક મૃતદેહો મળી આવતા હવે મૃત્યાંક વધીને ૭૦એ પહોંચ્યો છે. અનેક સ્થળોએ વીજળીનો પ્રવાહ હજુ પણ ખોરવાયેલો છે અને જેના કારણે ૪૦ લાખ લોકો હજુ પણ અંધારપટ હેઠળ છે. હાલપૂરતો નુકસાનનો અંદાજ ૫૦ અબજ ડોલર જેટલો અંદાજવામાં આવ્યો છે. જેનો સાચો ખ્યાલ તો હવે થોડાક દિવસ પછી પડશે.
ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સી જેવા શહેરોમાં હજુ પણ પાણી ભરાયેલાં છે. રાહતકર્મીઓ મોટાપાયે બચાવ અને કાટમાળ ખસેડવાની કામગીરીમાં લાગેલા છે. વાવાઝોડામાં સૌથી વધુ મોત ન્યૂ યોર્કમાં થયું છે અને માત્ર ત્યાં જ ૨૪ લોકોના મોતના અહેવાલ છે. ન્યૂયોર્કમાં ૩૭.૫ લાખ લોકો અંધારપટ હેઠળ છે. માત્ર ન્યૂયોર્કમાં જ નુકસાનનો પ્રાથમિક અંદાજ છ અબજ ડોલર જેટલો છે તેમ શહેરના ગવર્નર એન્ડ્ર્યુ એમ. ક્યુઓમોએ જણાવ્યું હતું.
પૂર અને તીવ્ર આંધીને કારણે પડી ગયેલાં કાટમાળને ખસેડવાની કામગીરી હજુ ચાલુ હોવાને કારણે મૃત્યાંક વધી જવાની સંભાવના છે. કેટલાક સ્થળે સ્ટોર્સ લૂટવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. ક્વીન્સના ફાર રોકવે સેક્શનમાં ૧૫ લોકો અને કોની આઇસલેન્ડમાં નવ લોકો સામે લૂટ અને અન્ય ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
બોક્સ

ઓબામાએ કટ્ટર ટીકાકાર ક્રિસ્ટી સાથે ન્યૂ જર્સીની મુલાકાત લીધી
રાજકીય પ્રતિસ્પર્ધાને બાજુએ મુકીને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા તેમના હરીફ પક્ષ રિપબ્લિકનના ન્યૂ જર્સીના ગવર્નર સાથે વાવાઝોડગ્રસ્ત સ્થળોની મુલાકાત લીધી હતી. આ કુદરતી હોનારતમાં બન્નેએ ભજવેલી ભૂમિકાની એકબીજાએ પ્રશંસા કરી હતી. તેમણે અસરગ્રસ્ત લોકોને તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
પ્રમુખ અને તેમના કટ્ટર વિવેચક ગવર્નર ક્રિસ ક્રિસ્ટી વચ્ચે અગાઉ ક્યારેય જોવા ન મળી હોય તેવી એકતા દેખાડી હતી અને એકબીજાની પ્રશંસા પણ કરી હતી. ઓબામાએ કહ્યું કે રાજ્ય ઝડપથી અગાઉની સરખામણીએ વધુ મજબૂતીથી પાટા પર આવે તે માટે ક્રિસ્ટીએ તેમની આત્મા અને હૃદયને કામે લગાડી દીધા હતા. તેમની અસાધારણ આગેવાની બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
વાવાઝોડાને પગલે પોતાનો પ્રચાર ઝુંબેશ અટકાવી દેનાર ઓબામાની ક્રિસ્ટીએ પણ પ્રશંસા કરી હતી અને ન્યૂ જર્સી આવીને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved